SURAT

સુરતના સરથાણામાં 25 વર્ષનો લંપટ 16 વર્ષની સ્કૂલ જતી છોકરીને ફસાવી કપલબોક્સમાં લઈ ગયો, પછી..

સુરત (Surat) : સરથાણામાં (Sarthana) રહેતી સગીરાની સાથે ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મિત્રતા (Friendship ) કેળવીને આઇસ્ક્રીમ (Ice Cream) પાર્લરમાં જ્યુસ પીવાના બહાને ફોટા પાડી તેના આધારે સગીરાને બ્લેકમેઇલ (Blackmail) કરવામાં આવી હતી. આ યુવકે સગીરાને ઉત્રાણના કપલબોક્ષમાં (Couple Box) લઇ જઇને ત્યાં બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. સગીરાની સ્કૂલમાં રજા હોવા છતાં પણ યુવક સગીરાને બળજબરીથી લઇ જતા સમગ્ર ઘટના બહાર આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી કાજલ (નામ બદલ્યુ છે) (ઉ.વ.16)ની ઇન્સ્ટાગ્રામ ઉપર કાપોદ્રાના મરઘા કેન્દ્ર પાસે શ્રીજીનગરમાં રહેતા ક્રિષ્ના રતનભાઇ ગુર્જરની સાથે સપ્ટેમ્બર-2021માં ઇન્સ્ટાગ્રામ ઉપર મુલાકાત થઇ હતી. કાજલે ઘરના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને ત્યારબાદ તેમાં ક્રિષ્નાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા તેણીએ તે રિક્વેસ્ટ સ્વીકારી હતી અને ત્યારબાદ બંને ઇન્સ્ટાગ્રામ ઉપર જ વાતો કરતા હતા. દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપર વાત કર્યાના દોઢ મહિના બાદ કાજલ અને ક્રિષ્ના સરથાણા જકાતનાકા પાસે બિસ્મીલ્લા આઇસ્ક્રીમ પાર્લરમાં મળ્યા હતા. ત્યાં બંનેએ સાથે જ્યુસ પીને ફોટા પણ પાડ્યા હતા. આ ફોટાના આધારે ક્રિષ્નાને બ્લેકમેઇલ કરી તેના ફોટા વાઇરલ (Pictures Viral) કરવાની ધમકી (Threaten) આપી હતી અને કાજલને ઉત્રાણના ‘ફોર એવર કોફી કાફે’ નામના કપલબોક્ષમાં લઇ ગયો હતો. ત્યાં સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ક્રિષ્નાએ ત્રણથી ચાર વાર સગીરાને કપલબોક્ષમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. ગત તા. 16મી જૂલાઇના રોજ સ્કૂલમાં રજા હોવા છતાં પણ ક્રિષ્નાએ કાજલને બહાર ફરવા આવવા માટે કહ્યું હતું. કાજલે સ્કૂલમાં રજા હોવાનું કહેવા છતાં ક્રિષ્નાએ બળજબરી કરીને બીજા દિવસે સવારે સાત વાગ્યે રાહ જોશે તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. તા. 16મી જૂલાઇએ સ્કૂલમાં રજા છતાં કાજલ ઘરેથી નીકળી ગઇ હતી. આ બંને ઉત્રાણના કપલ બોક્ષમાં ગયા હતા, પરંતુ તે બંધ હોવાથી બંને થોડીવાર ગાર્ડનમાં ફર્યા હતા અને ત્યારબાદ કપલબોક્ષમાં જઇને શરીરસંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન જ ક્રિષ્ના ઉપર કાજલની બહેનપણીનો ફોન આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે ક્રિષ્નાની સામે બળાત્કાર તેમજ પોક્સોનો (Pocso) ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

કાજલના પિતા તેણીની બે બહેનપણીના ઘરે શોધવા માટે ગયા હતા
તા.16મી જૂલાઇએ કાજલ ઘરેથી નીકળી ગઇ હતી. સવારના સાડા નવ વાગ્યાના અરસામાં મૈત્રી નામની એક બહેનપણીનો ફોન આવ્યો હતો, ત્યારે તેણીએ સ્કૂલમાં રજા હોવાનું કહ્યું હતું. આ સાંભળીને કાજલના પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓ કાજલને શોધવા માટે તેણીની અન્ય ભક્તિ નામની બહેનપણીના ઘરે ગયા હતા. પરંતુ ત્યાં પણ કાજલ જોવા મળી ન હતી. ત્યારે ભક્તિએ ક્રિષ્નાને ફોન કરીને કાજલની સાથે વાત કરી હતી અને કહ્યું કે, ‘તું જલ્દી ઘરે પહોંચ, તારા માતા-પિતા તને શોધવા માટે મારા ઘરે આવ્યા છે’. આ વાત સાંભળી કાજલ ભક્તિના ઘરે ગઇ હતી અને ત્યાં તેના માતા-પિતા પણ આવી ગયા હતા. ત્યારે કાજલે તેના પિતાને સમગ્ર ઘટના કહી હતી અને બાદમાં ક્રિષ્નાની સામે ફરિયાદ નોંધાવી હતી.

શરીરસુખ માણ્યા બાદ ક્રિષ્ના કાજલને ટેબલેટ પણ ખવડાવતો હતો
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કાજલ અને ક્રિષ્ના સૌપ્રથમવાર કલપબોક્ષમાં શરીરસંબંધ બાંધીને બહાર આવ્યા ત્યારે રસ્તામાં ક્રિષ્નાએ મેડીકલ સ્ટોરમાંથી એક ટેબલેટ ખરીદીને કાજલને ખવડાવી હતી. જ્યારે જ્યારે તેઓ કપલબોક્ષમાં જતા ત્યારે ક્રિષ્ના આ ટેબલેટ સગીરાને ખવડાવતો હતો. તા. 16મી જૂલાઇએ પણ ક્રિષ્નાએ કાજલને ટેબલેટ ખવડાવી હતી. આ ટેબલેટ કઇ છે તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો પોલીસે કાજલનું મેડીકલ પરિક્ષણ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top