Entertainment

આલિયા ભટ્ટે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, ચહેરા પર દેખાઈ પ્રેગ્નન્સીની ચમક

મુંબઈ: બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) પ્રેગનેન્ટ(Pregnant) છે. આલિયા ભટ્ટે તેના ડ્રીમ ક્રશ રણબીર કપૂર(Ranbir Kapoor) સાથે લગ્ન કર્યા છે. અને લગ્નનાં 2 જ મહિનામાં તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાની પ્રેગ્નન્સી ચર્ચામાં રહે છે. ત્યારે હવે અભિનેત્રી તાજેતરમાં આલિયા બેબી બમ્પ(Baby Bump)ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આલિયાના બેબી બમ્પની તસવીરો સોશિયલ મીડિયા(Social Media) પર ધૂમ મચાવી રહી છે. આલિયા તેના પ્રેગ્નન્સીના તબક્કાનો આનંદ માણવા ઉપરાંત તેની આગામી ફિલ્મ ડાર્લિંગનું પ્રમોશન પણ કરી રહી છે. એક ફિલ્મ પ્રમોશન ઇવેન્ટમાં, મોમ ટુ બી આલિયા ભટ્ટ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ ઇવેન્ટની પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં આલિયા ભટ્ટનો બેબી બમ્પ સાથેનો ડ્રેસ પણ ચર્ચામાં છે.

આલિયાના ડ્રેસની કિંમત છે આટલી
આલિયા ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં સુપર સ્ટનિંગ લાગી રહી છે. આલિયાના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેણે સોફ્ટ કર્લી હેર અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીના સુંદર ડ્રેસની કિંમત 82 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગની વાત કરીએ તો આ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા લીડ રોલમાં જોવા મળશે. ટીઝરને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થશે. કરણ જોહરે ફિલ્મની રિલીઝ પહેલા જ તેનો રિવ્યુ ફેન્સ સાથે શેર કર્યો છે. તેણે ડાર્લિંગને 5 સ્ટાર આપ્યા છે. હવે જોઈએ કે રિલીઝ થયા પછી તેને કેવો પ્રતિસાદ મળે છે.

થોડા વખત પહેલા જ ભારત આવી આલિયા
આલિયા ભટ્ટે ગયા મહિને જૂનમાં પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું. આલિયા હવે ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે પોતાની ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં હતી. થોડા દિવસો પહેલા જ આલિયા ભટ્ટ લંડનથી મુંબઈ પરત ફરી હતી. ખાસ વાત એ હતી કે આલિયાને લેવા માટે તેના પતિ અને એક્ટર રણબીર કપૂર પોતે મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. એરપોર્ટ પર આલિયાને જોઈને બધા તેને એક્સાઈટમેન્ટથી અભિનંદન આપવા લાગ્યા હતા. આલિયાએ પણ સ્માઈલ સાથે અને હાથ જોડીને બધાનો આભાર માન્યો હતો.

Most Popular

To Top