National

કાપોદ્રામાં બે યુવકોએ આર્મી મેનની ગર્ભવતિ પત્નીના મોપેડ આગળ બાઈક મુકી મોબાઈલ નંબર માંગ્યો અને પછી..

સુરત: (Surat) વરાછા ખાતે રહેતાં આર્મી મેનની ગર્ભવતિ પત્ની મોપેડ લઈને તેના ઘર તરફ જતી હતી ત્યારે બાઈક સવાર બે જણાએ આંતરી મોબાઈલ (Mobile) નંબર માંગી છેડતી કરી હતી. આ બનાવની ફરિયાદ થતાં કાપોદ્રા પોલીસે (Police) ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે.

  • કાપોદ્રામાં આર્મી મેનની ગર્ભવતિ પત્નીની ચાલુ મોપેડે છેડતી કરનાર બે ની ધરપકડ
  • બાઈક પર આવેલા બંને જણાએ મહિલાનો મોબાઈલ નંબર માંગી બાઈક આડી મૂકી દીધી હતી
  • મહિલાએ વીડિયો ઉતારવાનું શરૂ કરતા લોકોની ભીડ જોઈએ બંને માફી માંગી છુ થઈ ગયા

વરાછા એલએચ રોડ ઉપર રહેતી 28 વર્ષીય ગર્ભવતિ મહિલાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બે જણા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ આર્મીમાં છે અને હાલ તેમનું પોસ્ટીંગ જમ્મુ કાશ્મીરમાં છે. મહિલા હાલ ગર્ભવતિ હોવાથી તેના પિયરમાં રહે છે. ગઈકાલે સાંજે તે મોપેડ ઉપર અમરોલીથી પોતાના ઘર તરફ જતી હતી. ત્યારે નવી શક્તિ વિજય સોસાયટી પાસે બીઆરટીએસ રોડ પર મોપેડ લઈને જતી વખતે તેની પાછળ બાઈક ઉપર બે અજાણ્યા આવ્યા હતા. અને તેમને મહિલા પાસે તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. મહિલાએ મારો નંબર કેમ જોઈએ તેમ કહેતા બંને જણા સાથે બોલાચાલી થઈ હતી. બંને જણાએ બાઈક તેની મોપેડને આડી કરી દેતા મહિલાએ તેના બચાવ માટે વીડિયો ઉતારવાનું ચાલું કર્યું હતું. અજાણ્યાએ વીડિયો ઉતારવાની ના પાડતા લોકોની ભીડ ભેગી થઈ હતી.

બંને અજાણ્યાઓએ તેની માફી માંગી હતી તેમ છતાં મહિલાએ બંનેને પોલીસ સ્ટેશન આપવાનું કહેતા થોડા આગળથી તેઓ છટકી ગયા હતા. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી બંને આરોપી ભવદિપભાઈ શાંતિભાઈ ડાંગોદરા (ઉ.વ.27, રહે. સુમન મંદિર આવાસ, ઉત્રાણ તથા મૂળ ગીર સોમનાથ) અને પ્રકાશભાઈ મેઘાભાઈ ભીલવાળા (ઉ.વ.37, રહે.મોમાઈ રેસીડેન્સી વેલંજા ઓલપાડ તથા મૂળ ગીર સોમનાથ) ની ધરપકડ કરી છે. આરોપીઓએ મહિલા વચ્ચે મોપેડ ચલાવતી હોવાથી સાઈડમાં ચલાવવાનું કહેતા તેની સાથે માથાકુટ થઈ તેવું પોલીસને જણાવ્યું છે. છેડતી કરનાર બંને પરિણીત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે વધારે પુછપરછ હાથ ધરી છે.

Most Popular

To Top