Charotar

નડિયાદ રેલવે સ્ટેશન પરથી ગાંજા સાથે શખ્સ પકડાયો

ટ્રેનમાંથી ઉતરેલો પરપ્રાંતિય શખ્સ કેરીબેગમાં ગાંજો છુપાવીને જતો હતો.

નડિયાદ રેલવે પોલીસે પાર્સલ ઓફિસની પાસેના વચ્ચેના ફુટ ઓવરબ્રિજ ઉપરથી બહાર જતી વખતે શકમંદ શખ્સને અટકાવી તેમની પાસે રહેલા બેકપેકમાં તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો અમદાવાદના શખ્સને પહોંચાડવાનો હોવાનું ખુલતાં પોલીસે 3 સામે ગુનો નોંધ્યો હતો અને પરપ્રાંતિય ઈસમ પાસેથી 4.40 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.

નડિયાદ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનુભાઈ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન 1લી એપ્રિલની વ્હેલી સવારે પ્લોટ ફોર્મ નં.2 પર કલકત્તા – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન આવી હતી. જેમાં એક શંકાસ્પદ શખ્સ પાર્સલ ઓફિસની પાસેના વચ્ચેના ફુટ ઓવરબ્રિજ પરથી ખભે બેકપેક લઇને જતો હતો. આ શખ્સ શંકાસ્પદ જણાતાં તેને રોકી બેગપેકની તપાસ કરતાં ગાંજો મળી આવ્યો હતો. આથી, તેની અટક કરી પોલીસ મથકે લાવ્યાં હતાં. જ્યાં પુછપરછ કરતાં તે લલનકુમાર પ્રમોદપ્રસાદસિંહ (રહે.બિહાર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બેગમાંથી સેલોટેપ મારેલા ત્રણ પાર્સલમાં છુપાવીને રાખવામાં આવેલા 4.40 કિલો ગ્રામ કિંમત રૂ.60 હજારનો ગાંજો મળી આવતાં જપ્ત કર્યાં હતાં.

નડિયાદ રેલવે પોલીસે લલનની આગવીઢબે પુછપરછ કરતાં આ જથ્થો બિહારના કરનારગઢ રેલવે સ્ટેશન ખાતેથી નયન બંગાળી નામના શખ્સે આપ્યો હતો. જે જથ્થો તેના કહેવા મુજબ અમદાવાદ સાબરમતીના વિપુલ સુથાર નામના શખ્સને પહોંચાડવાનો હતો. આથી, રેલવે પોલીસે લલનકુમાર પ્રમોદપ્રસાદસિંહ (રહે. બિહાર) વિપુલ સુથાર (રહે. અમદાવાદ) અને નયન બંગાળી (રહે. ઝારખંડ) સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top