SURAT

સુરત: શિક્ષિકાને દસ વર્ષ જુના વિદ્યાર્થીએ ફોન કર્યો, પીછો કરી ઘર સુધી ગયો અને પછી કહ્યું..

સુરત : કામરેજમાં (Kamrej) રહેતી અને રાંદેરમાં સુમન હાઈસ્કુલની (Suman High School) શિક્ષિકાને (Teacher) દસ વર્ષ જુના વિદ્યાર્થીએ (Student) ફોન (Call) કરી બાદમાં પીછો કર્યો હતો. વોચમેન (Watchan) પાસે આવીને મેડમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ગયો હતો. આ અંગે શિક્ષિકાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (Complaint) નોંધાવી વધારે તપાસ હાથ ધરી છે.

કામરેજ ખાતે રહેતી 41 વર્ષીય પ્રિયાબેન (નામ બદલ્યું છે) રાંદેર ખાતે આવેલી સુમન હાઈસ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત 21 જુને બપોરે પ્રિયાબેનના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ‘હું યશ જીતેન્દ્રભાઈ વેગડા બોલું છું, હુ આજથી દશેક વર્ષ પહેલા તમારો વિદ્યાર્થી હતો અને તમારા ખબર અંતર પુછવા માટે કોલ કર્યો છે’ તેવું કહ્યું હતું. ત્યારબાદ યશ અઠવાડિયા સુધી રોજ ફોન કરીને પરેશાન કરતો હતો. અને તેની બાઈક લઈને પ્રિયાબેનના ઘર સુધી પાછળ જતો હતો.

29 જુને યશ શિક્ષિકાના ઘરે પહોંચી ગયો હતો. જેથી પ્રિયાબેને ‘કેમ મારા ઘરે આવ્યો છે, તારે શુ કામ છે’ તેવું પુછતા યશે બસ મળવા આવ્યો છું તેમ કહીને જતો રહ્યો હતો. જેથી પ્રિયાબેને યશના મોટા ભાઈ પુષ્પકને બોલાવી બનાવ બાબતે જાણ કરી હતી. યશ વારંવાર ફોન કરી અને પાછળ પાછળ આવીને પરેશાન કરતો હોવાનું કહ્યું હતું. જેથી તેના દાદાએ સ્કુલમાં આવીને લેખિત બાંહેધરી આપતા સમાધાન થઈ ગયું હતું.

ત્યારબાદ 16 જુલાઈએ યશ વેગડા ફરી સ્કુલમાં ગયો હતો. અને વોચમેનને જઈને પ્રિયા મેડમને મળવાનું કહેતા વોચમેને ‘શુ કામ છે મેડમનું’ તેમ પુછ્યું હતું. જેના જવાબમાં તેણે વોચમેનને ‘મારે પ્રિયા મેડમને જાનથી મારી નાખવી છે’ તેમ કહીને ભાગી ગયો હતો. તેજ દિવસે બપોરે યશ તેમના ઘરે ગયો હતો. અને ફેસબુકમાંથી પ્રિયાબેન અને તેમની બહેનનો ડાઉનલોડ કરેલો ફોટો પ્રિયાબેનને બતાવ્યો હતો. અને કહ્યું હતું કે, ‘તમારી બાજુમા જે ઉભા છે તે મારા નવા મમ્મી છે. અને મને તેમની સાથે મુલાકાત કરાવો’ તેમ કહ્યું હતું.

પ્રિયાબેનના પતિ ઘરે હાજર હતા એટલે યશને કામરેજ પોલીસ સ્ટેશન લઈ જઈ અરજી કરી હતી. 18 જુલાઈએ બપોરે યશ સ્કુલ પર પ્રિયાબેનને મળવા ગયો હતો. જેથી ગભરાઈ ગયેલા પ્રિયાબેને રાંદેર પોલીસ સ્ટેશનમાં યશ જીતેન્દ્ર વેગડા (ઉ.વ.22, રહે,એવરગ્રીન સોસાયટી, પાલનપુર જકાતનાકા, રાંદેર) ની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top