અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ હવે પ્રજાલક્ષી ચૂંટણી ઢંઢેરા ઘોષણા કરવા...
રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. અને એક સમય એવો હતો કે, ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપમાં નિર્ણયો રાજકોટથી લેવાતા હતા. કેશુભાઈ...
સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી ભારતનું સિરામિક હબ છે. 1930ના દાયકામાં અહીં પોટરી શરૂ થઈ છે અને છેલ્લા બે દાયકામાં આ નગરે આખી...
એક જમાનો હતો જ્યારે મોટાભાગના બાળકો પોતાના દાદા દાદી કે નાના નાનીની છત્રછાયામાં જ મોટા થતાં હતા. પછી ધીમે ધીમે કુટુંબો વિભક્ત...
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ૮ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ રશિયાનું લશ્કર આગેકૂચ કરવાને બદલે પીછેહઠ કરવામાં પડ્યું...
પોતાનું નામ અમિષા કે અમિષી હોય અને, ઘરનાં કે ઘર-બહારનાં નામ બગાડીને તોછડું નામ ‘અમી’ કરી મૂકે તેવું આ ડો. અમીબહેન યાજ્ઞિકનાં...
નવી દિલ્હી: છેલ્લા કેટલાય સમયથી ટ્વિટર (Twitter) અંગે નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ઈલોન મસ્કે (Elon Musk) ટ્વિટરની માલિકી મળ્યા...
ગ્રહણ ખગોળીય ઘટના છે. ૮-૧૧-૨૦૨૨ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હતું. કમનસીબે બહુ મોટો જનસમુદાય ગ્રહણને ખગોળીય ઘટના તરીકે સમજી શક્તો નથી. દેશ...
રામરાજયની વાતો કરનારે સીતાત્યાગના આદર્શ પર પણ દૃષ્ટિપાત કરવો જરૂરી છે. અગ્નિપરીક્ષામાં પૂર્ણ શુદ્ધ ચારિત્ર્ય સિધ્ધ કરવા છતાં અયોધ્યાના એક ધોબીની શંકા...
ગાંધીસ્મૃતિ ભવનનાં નવનિર્માણના જે પ્રયત્નો આજ સુધી થયા તે આપણે જોયા છે. ભવન જમીનદોસ્ત થયું ને ત્યાં અત્યારે મેદાન બની ગયું છે....
એક રાજા નગરમાં ભ્રમણ કરવા નીકળ્યો.તેની સાથે તેના મહામંત્રી હતા.ચંદનના વેપારીની દુકાન પાસેથી પસાર થતાં રાજા વેપારીને જોઇને બોલ્યો, ‘મંત્રીજી, ખબર નહિ...
નવસારી : નવસારીમાં મહત્વની મનાતી જલાલપોર બેઠક પર આર.સી.પટેલ પાંચ ટર્મથી ધારાસભ્ય છે. સૌથી સિનિયર ધારાસભ્યોમાંના એક એવા આર.સી.પટેલની ધારાસભ્ય તરીકેની કેરિયરની...
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેંટિકે ભારતના પ્રાથમિક શિક્ષણને અનુકૂળ રીતે ઢાળવા વર્ષ ૧૮૩૫માં થોમસ મેકોલેને રણનીતિ તૈયાર કરવા નિમંત્રણ...
તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૨. ગુલામ નબી આઝાદ કોંગ્રેસની પાંચ દાયકાથીય વધુ લાંબી ‘ગુલામી’માંથી આઝાદ થઇ ગયા અને કોંગ્રેસ સાથે છેડો ફાડતાં રાજીનામાપત્રમાં...
જેણે છેલ્લા કેટલાક સમયથી આખા વિશ્વને ધમરોળ્યું હતું તેવી મોંઘવારી ઘટવાના આસાર મળી રહ્યા છે. અમેરિકામાં સપ્ટેમ્બરમાં જે મોંઘવારીનો દર 8.2 ટકા...
નવી દિલ્હી: સાઉથની અભિનેત્રી (South actress) સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જ્યારથી અભિનેત્રીએ તેના ચાહકો સમક્ષ...
નડિયાદ: માતર વિધાનસભા બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે. ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 160 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. જેમાં માતર બેઠક...
આણંદ : બાકરોલ ગામે રહેતા વિધર્મી યુવકે એક હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પરિણીતાને સાથે રાખવાની લાલચ આપી તેને અવાર નવાર...
આણંદ: તારાપુર ચોકડી પર બે દિવસ પહેલા ટ્રક પલટી જતાં રસ્તા પર ઉભેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત બાદ પોલીસ સફાળી...
આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ખાસ કરીને ચૂંટણીમાં વિવિધ સમાચાર પર...
મુંબઈ: સવિતા ભાભીની એનિમેટેડ ફિલ્મ (Film) કરીને લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી રોજલીન ખાનને લગતા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા...
આણંદ: આણંદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થોડા સમય પહેલા મુખ્ય બજારમાં આવેલા છપ્પનભોગ મુખવાસ અને મસાલાના નમૂના લેવામાં આવ્યાં હતાં. જેનો...
નવી દિલ્હી: જૂન 2020માં ગલવાન ખીણમાં ચીની (China) સૈનિકોની ઘૂસણખોરી અને ભારતીય સૈનિકો સાથેની અથડામણ અચાનક કે આકસ્મિક નહોતી, પરંતુ તેની પાછળ...
વડોદરા: સમસ્ત ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બણગા ફુકાઈ ગયા છે.ત્યારે વડોદરા શહેર જિલ્લામાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે જેને...
વડોદરા: રાવપુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લને ઉમેદવારી મળતા આજે તેઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ લેવા માટે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે હવે ગણતરીનો જ સમય રહ્યો છે ત્યારે ભાજપ (BJP) દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી...
નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) માલિક બન્યા પછી, એલોન મસ્ક (Elon Musk) આ માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં સતત નવા ફેરફારો (Changes) કરીને તેના વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત...
વડોદરા: વડોદરાના ન્યુ વીઆઇપી રોડ ખોડિયાર નગર વિભાગ-1 માં રહેતા વૃદ્ધ પત્ની અને દીકરી સાથે ઘરમાં સુઈ ગયા હતા ત્યારે રાત્રીના 3...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) વિધાનસભા ચૂંટણી (Assembly Election) માટે આજે મતદાન (Voting) કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું...
વડોદરા: વડોદરા શહેર જિલ્લાની આઠ ટિકિટ જાહેર થયા બાદ જિલ્લા ની પાંચ બેઠકો મા ત્રણ બેઠકો પર ખુલો બળવો બહાર આવતા આવનારા...
ઈરાનનો અમેરિકાપર પ્રચંડ પ્રહારનો દાવો: ઈસ્ફહાનમાં C-130 માલવાહક વિમાન તોડી પાડ્યાનો દાવો, 5નાં મોત
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: 10 મહિના બાદ પણ રહસ્ય અકબંધ, પરિવારજનોમાં આક્રોશ
AI ઓડિયો ક્લિપ વિવાદમાં DMK સાંસદ એ. રાજાનું મોટુ પગલું: યુટ્યુબ ચેનલને કાનૂની નોટિસ
IPL 2026માં ઝડપનો તોફાન! Gujarat Titansના આશોક શર્માની 154.2 Kmph બોલે મચાવી ધૂમ
કેરળ ચૂંટણી પહેલા લાંચનો કાંડ! થ્રિસ્સુરમાં ગેરકાયદેસર કિટ વહેંચણી પકડાઈ, પોલીસે તપાસ શરૂ કરી
પશ્ચિમ બંગાળ ચૂંટણી: ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે જાહેર કરી પોતાની સંપત્તિ; જાણો કેટલા કરોડના માલિક છે ‘દાદા’
2000 કિમી દૂર સુધી મારક ક્ષમતા! પાકિસ્તાનનું ‘શાહીન-3’ મિસાઈલ, કોલકાતા સુધી પહોંચવાની ધમકી
પાકિસ્તાનની ખુલ્લી ધમકી: “યુદ્ધ થયું તો કોલકાતા નિશાન બનશે” તણાવ ચરમસીમાએ
રાજ કપૂરની ઐતિહાસિક ‘કપૂર હવેલી’ પર કુદરતનો કહેર
ટેક્સટાઇલ ઉદ્યોગ ગંભીર સંકટમાં! કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માંગ
વડોદરા ભાજપમાં ટિકિટ મુદ્દે ‘બહારના’ ઉમેદવારો સામે બગાવતના સૂર: ધારાસભ્ય યોગેશ પટેલની ખુલ્લી ચીમકી
કેનેડામાં મંદિરો બહાર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના લાગ્યા નારા,રેલી પૂર્વે પોલીસની કડક ચેતવણી:
આગ્રામાં પ્રેમસંબંધે લીધો પતિનો જીવ! બળેલ લાશ, ટેટૂ અને QR કોડથી ખુલ્યો ચોંકાવનારૂ કાવતરું
રોહિત શર્માનો દિમાગી ખેલ! કુલદીપ યાદવ અને દિલ્હી કેપિટલ્સને DRSમાં કરાવી મોટી ભૂલ
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો: પશ્ચિમ વિસ્તારમાં ‘પોસ્ટર વોર’ શરૂ, પાટીદારોએ કરી ટિકિટની માંગ
‘વડા પાવ ગર્લ’નો આંસુઓ સાથે ખુલાસો
AAPમાં મોટો વિવાદ: પૂર્વ નેતાએ Raghav Chadhaને ‘Kejriwalનો રાજદાર’ ગણાવ્યો
પેસ બોલર તરીકે રચશે ઈતિહાસ: RCB vs CSK ના ‘સધર્ન ડર્બી’માં ભુવનેશ્વર કુમાર પર રહેશે સૌની નજર
રણબીર કપૂરે દીકરી રાહાને સંભળાવી ‘રામાયણ’ની કથા
ટ્રમ્પ પછી હવે જો બાઈડનની હોસ્પિટલના સમાચાર વહેતા થયા
ઈરાનમાં તોડી પડાયેલા અમેરિકી ફાઈટર જેટના બીજા ક્રૂ મેમ્બરનો સુરક્ષિત બચાવ: જાણો સમગ્ર ઘટનાની વિગતો
‘તથ્યહીન અહેવાલ’: ઈરાન સાથે તેલના પેમેન્ટમાં સમસ્યા હોવાના દાવાને ભારતે ફગાવ્યો
માત્ર ₹400 માટે હત્યાનો ખેલ! દિલ્હીમાં 26 વર્ષના યુવકની છરીથી હત્યા, બાદમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ
AAPમાં વધતો આંતરિક વિખવાદ
ગુજરાત UCC બિલ પર ઓવૈસીનો પ્રહાર
મધ્ય પૂર્વમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
પાકિસ્તાનની મોટી રાજદ્વારી પહેલ
ઈરાનની અમેરિકા-ઈઝરાયેલને ‘મોટા સરપ્રાઈઝ’ની ચેતવણી
વડોદરા શહેર પોલીસમાં 25 પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી
ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું, કહ્યું- નહીં તો વિનાશ થશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ હવે પ્રજાલક્ષી ચૂંટણી ઢંઢેરા ઘોષણા કરવા માંડી છે. કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મેનિફોસ્ટો (Congress Menifesto) જાહેર કરાયો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો હતો. નોકરી, ફ્રી મેડીકલ સેવા ઉપરાંત એક જાહેરાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ અધિકૃત રીતે બદલી નાંખવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારીપત્રોની પ્રક્રિયા વચ્ચે રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતપોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા માટેનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. નેતાઓ ચૂંટણીલક્ષી વાયદાઓ કરી રહ્યા છે, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસનો ઘોષણાપત્ર ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ બહાર પાડ્યો હતો. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે લોકપ્રિય વચનો આપ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઢંઢેરામાં દરેક ગુજરાતીને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને મફત દવાઓની સાથે 300 યુનિટ મફત વીજળી, બાકી વીજળીના બિલો માફ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલાં 8 વચનને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ રાખવાનું વચન આપ્યું છે. પાર્ટી તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પ્રથમ કેબિનેટ મીટિંગથી જ તેને સરકારનો સત્તાવાર દસ્તાવેજ બનાવીને કામ કરવામાં આવશે.
કોંગ્રેસે કહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવશે, જ્યારે 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેર ઘોષણાપત્રમાં સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રણાલીનો અંત લાવવા, બેરોજગારોને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં 27 વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસે દૂધ ઉત્પાદકોને લિટર દીઠ 5 રૂપિયા અને ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે છોકરીઓ માટે KG થી PG સુધી મફત શિક્ષણનું વચન આપ્યું છે અને કહ્યું છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો 3000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ ખોલવામાં આવશે.