Vadodara

ચૂંટણી દરમિયાન ગેરરીતી રોકવા માટે વાહન ચેકિંગ કરાયું

વડોદરા: સમસ્ત ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બણગા ફુકાઈ ગયા છે.ત્યારે વડોદરા શહેર જિલ્લામાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે જેને પગલે વડોદરા શહેર જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસતંત્ર દ્વારા ચૂંટણી દરમિયાન ગેરરીતી રોકવા માટે વાહન ચેકિંગની કામગીરી શરૂ કરાઇ હતી.ત્યારે વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં 5 મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જેને પગલે ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન વિદેશી દારૂ તેમજ બે નંબરના નાણાની હેરફેર રોકવા તેમજ વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ રોકવાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના ચૂંટણી અધિકારીઓને સાથે રાખી વડોદરા શહેરના પ્રવેશદ્વાર પર આવેલા માર્ગો પર વાહન ચેકિંગની કામગીરી કરાઈ હતી.આગામી દિવસોમાં વાહન ચેકિંગની આ કામગીરી વધુ કડક બનાવવામાં આવનાર છે.જ્યારે વડોદરા શહેરમાં આવેલા તમામ ચેકપોસ્ટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા વાહનો રોકીને વાહનો ચેકિંગ હાથ ધરવામાં આવી રહી હતી જેને લઇને વાહન ચેકિંગ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિડીયો અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.

Most Popular

To Top