Entertainment

‘સવિતા ભાભી’ ઝઝૂમી રહ્યાં છે કેન્સર સામે, પોસ્ટ શેર કરીને કહ્યું કે આ બિમારી મારા કામ વચ્ચે નહિં આવશે

મુંબઈ: સવિતા ભાભીની એનિમેટેડ ફિલ્મ (Film) કરીને લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી રોજલીન ખાનને લગતા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ (Post) શેર કરી છે. તેણે આ પોસ્ટમાં જણાવ્યું છે કે તે કેન્સર સામે લડી રહી છે. રોઝલિને હોસ્પિટલમાંથી (Hospital) પોતાની તસવીર શેર કરીને એક મેસેજ લખ્યો છે જેમાં તેણે માહિતી આપતા કહ્યું છે કે તે હવે સાત મહિના સુધી કીમોથેરાપી લેશે. પરંતુ આ સાથે તેણે જણાવ્યું છે કે તે આ વચ્ચે પણ પોતાનું કામ ચાલું રાખશે. તેની આ બિમારી વચ્ચે તેના કામમાં કોઈ પ્રોબલમ આવશે નહિ તેવું તેણે જણાવ્યું હતું.

રોઝલિન ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું છે કે ‘ક્યાંક વાંચ્યું હતું કે મુશ્કેલ લોકોનું જીવન સરળ નથી હતું. ભગવાન તેના સૌથી મજબૂત સૈનિકોને સૌથી અઘરી લડાઈઓ આપે છે…આ મારા જીવનનો એક અધ્યાય હોઈ શકે છે, હું માનું છું અને આશા રાખું છું…દરેક મુશ્કેલી મને મજબૂત બનાવે છે અને અને મને વઘુ મજબૂત કરશે. મારા જીવનમાં અનેક ફેન્સ એવા છે જે મારા માટે પ્રાર્થના કરે છે. તેમજ વઘુમાં તેણે જણાવયું કે જે થાય છે તે સારા માટે થાય છે.

રોઝલિન ખાને આગળ લખ્યું, ‘મને ગરદન અને પીઠના દુખાવા સિવાય કોઈ સમસ્યા ન હતી. જો કે જે તે સમયે મેં આ દુખાવાને જિમ્નેસ્ટિક્સમાં જવાના કારણે થતો દુખાવો સમજી લીધો હતો. કેન્સર અંગેની જાણ થતા રોઝલીને સંદેશામાં જણાવ્યું છે કે તે પોતાનું કામ ચાલુ રાખશે તેમજ તે બ્રાન્ડ્સ માટે પણ મોડલનું પણ કામ કરશે. અભિનેત્રીએ કહ્યું, “તમામ બ્રાન્ડ્સ જે મારી સાથે કામ કરવા માંગે છે, હું દર મહિનાના બીજા અઠવાડિયામાં તમારી સાથે શૂટિંગ કરવા માટે ઉપલબ્ધ રહીશ. આ ઉપરાંત તેમની બીમારી કામની વચ્ચે નહીં આવે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.

જણાવી દઈએ કે રોઝલિન ખાન તેના બોલ્ડ ફોટોશૂટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આ સિવાય રોઝલીને ઘણી ફિલ્મો, સિરિયલો અને ગીતોમાં પણ કામ કર્યું છે. રોઝલિન લોકોને બ્રેસ્ટ કેન્સર વિશે પણ જાગૃત કરતી રહે છે. આ સાથે જ તેણે ધમા ચોકડી, સવિતા ભાભી, જી લેને દો એક પલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટીવી શો ક્રાઈમ એલર્ટમાં પણ જોવા મળી ચુકી છે.

Most Popular

To Top