Business

શું હવે ટ્વિટર પણ બંધ થઈ જશે! એલોન મસ્કના આ નિવેદન પછી ઉઠયા અનેકો સવાલ

નવી દિલ્હી: છેલ્લા કેટલાય સમયથી ટ્વિટર (Twitter) અંગે નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ઈલોન મસ્કે (Elon Musk) ટ્વિટરની માલિકી મળ્યા પછી તેમાં કોઈને કોઈ અપડેટ આવી રહ્યાં છે. હાલની વાત કરીએ તો બ્લુટિકમાર્ક સાથે દેશના વડાપ્રધાનના ટ્વિટર અકાઉન્ટ નીચે ઓફિશ્યલ લખાયું હતું જો કે તે થોડા સમય પછી કાઢી પણ નાંખવામાં આવ્યું હતું. આ ઉપરાંત જણાવી દઈએ કે બ્લુટિકમાર્ક માટે યુઝર્સે 8 ડોલરની ચૂકવણી કરવી પડશે. આ સાથે શનિવારના રોજ એલોન મસ્કના આ નિવેદન પછી વિશ્વભરમાં ખળભળાટ મચી ઉઠી છે.

ટ્વિટર હમણાં જ એલોન મસ્ક દ્વારા ખરીદવામાં આવ્યું હતું. પછી એવું તો શું થયું કે તેના બંધ થવાની વાત પણ ચાલી રહી છે તો મળતી માહિતી મુજબ આ આશંકા ખુદ ટ્વિટરના માલિક ઈલોન મસ્ક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ટ્વિટરના માલિક એલોન મસ્કને આ કંપનીના નાદારીનો ડર છે. ઈલોન મસ્કનું કહેવું છે કે ટ્વિટર ટૂંક સમયમાં નાદાર થઈ શકે છે, કારણ કે આર્થિક સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. એલોન મસ્ક કદાચ બ્લુ ટિક માટે ડોલર દીઠ આઠ રૂપિયાના ચાર્જની જાહેરાત કરીને કંપનીના અર્થતંત્રને વેગ આપવા માગતા હતા. પરંતુ તે આ મોરચે સફળ ન થઈ શક્યો. મોટાભાગના કર્મચારીઓએ ટ્વિટર પરથી તેમની નોકરી ગુમાવી દીધી છે. મસ્ક કંપની ચલાવવાનો કોઈ રસ્તો શોધી શક્યા નહીં. આવી સ્થિતિમાં કંપની બંધ થવાની શક્યતા વધી ગઈ છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે એલોન મસ્કે તેના કર્મચારીઓને એક ઈમેલ મોકલીને જણાવ્યું છે કે જાહેરાતોથી થતી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લવાજમમાં પણ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં કંપની આર્થિક મંદીમાંથી બહાર નીકળી શકે તેમ નથી. આ સમય દરમિયાન કંપનીના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. બાકીના વરિષ્ઠ અધિકારીઓએ પણ ટૂંક સમયમાં કંપની છોડવાની જાહેરાત કરીને હલચલ મચાવી દીધી છે. આવી સ્થિતિમાં ટ્વિટરની આંતરિક હાલત બગડતી જોવા મળી રહી છે. હવે મસ્ક મુશ્કેલીમાં છે. ટ્વિટરના મુખ્ય ગોપનીયતા અધિકારી ડેમિયન કિરન, મુખ્ય અનુપાલન અધિકારી મેરીટોન ફોગાર્ટી અને હેટ સ્પીચ અને અફવા જોનાર યોલ રોથે કંપનીને તેમના રાજીનામા સુપરત કર્યા છે. આવી સ્થિતિમાં ટ્વિટરનું સંચાલન હવે મુશ્કેલ બની ગયું છે. આ કારણે ટ્વિટર બંધ થવાની શક્યતા વધી ગઈ છે.

Most Popular

To Top