Vadodara

જિલ્લામાં જાહેરમાં બળવો, શહેરમાં છુપો આક્રોશ

વડોદરા: વડોદરા શહેર જિલ્લાની આઠ ટિકિટ જાહેર થયા બાદ જિલ્લા ની પાંચ બેઠકો મા ત્રણ બેઠકો પર ખુલો બળવો બહાર આવતા આવનારા દિવસો મા આ બેઠકો પર રાજકીય સમીકરણોમા મોટો બદલાવ જોવા મળશે. કારણ કે આ ત્રણેય બેઠકો પર મૂળ ભાજપાના પરંતુ ટિકિટ ન મળતા અપક્ષ કે પછી અન્ય પાર્ટી મા થી લડવાના મૂડ મા આવેલા 3 ઉમેદવારો હાલ લડાયક મિજાજ મા આવી ગયા છે. અને બીજા ને પાડી દેવા માટે તલપાપડ બન્યા છે. જિલ્લા ની આ ત્રણ બેઠક પર ગરબડ જણાતા ગુજરાત ભાજપા ના મોવડી મંડળ મા દોડધામ મચી ગઈ છે બળવો કરનારા ભાજપા ના કપાયેલા ધારાસભ્યો ને રાજ્ય સરકાર મા નિગમો મા સાચવી લેવાશે. તેવી લોલીપૉપ આપીને ડેમેજ કન્ટ્રોલ શરૂ કરવામા આવ્યું હોવાનું કહેવાય છે.

જયારે વડોદરા શહેર ની પાંચ બેઠકો ની વાત કરીએ તો અકોટા બેઠક માત્ર મોદીજી ના નામ પર જીતાશે જયારે રાવપુરા બેઠક બાલકૃષ્ણ શુક્લ પોતાના દમ પર અને મોદી ના નામે લડશે જયારે વડોદરા સિટી ની બેઠક પર મનીષા વકીલે શહેર માટે મોટાભાગે કશું ઉકાળ્યું નથી. એટલે આ બેઠક પણ મોદી ના નામે જ લડાશે કપાયેલા ધારાસભ્યની કારકિર્દી હાઈકમાડે નથી બગાડી લોભ લાલચ અને ભ્રસ્ટાચાર ના કારણે આ લોકો એજ પોતાના પગ પર કુહાડો માર્યો છે. વર્ષો થી પોતાના વિસ્તારમા તનતોડ મહેનત કરી ને પોતાના વિસ્તારના મતદારોના દીલ જીતનાર દાવેદારોને ટિકિટ ન મળતા તેમના કાર્યકરો અને ટેકેદારો મા ભારે રોષ જોવા મળી રહો છે.

દાવેદારો પડદા પાછળ રહી ને પણ ઉમેદવારો ના સમીકરણો તોડવાના મૂડ મા આવી ગયા છે. જયારે કેટલીક બેઠકો અને કેટલાક વિસ્તારો ઘર્ષણ થાય તેવા સંજોગો પણ ઉભા થયેલા જોવા મળે તો નવાઈ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ની આ પાંચ બેઠક માટે 232 દાવેદારો હતા જેમાં માત્ર ત્રણ ઉમેદવારને ટિકિટ મળી છે. હજુ બે બેઠકો ઉપર ઉમેદવારો જાહેર થયા નથી.એટલે ટિકિટ તો માત્ર 5 ઉમેદવાર નેજ મળવાની છે એટલે 227 પ્રબળ દાવેદારો છાને ખૂણે પણ રાજકીય રમત રમી શકે તેમ હોવાથી ઉમેદવારો સૌ પ્રથમ આવા દાવેદારો પોતાની નજીક ખેંચવાનો પ્રયત્ન કરી રહા છે.

Most Popular

To Top