Vadodara

વૃદ્ધને માર મારતા માથાભારે સુરજ ઉર્ફે ચુંઇ કહાર ઝડપાયો

વડોદરા: વડોદરાના ન્યુ વીઆઇપી રોડ ખોડિયાર નગર વિભાગ-1 માં રહેતા વૃદ્ધ પત્ની અને દીકરી સાથે ઘરમાં સુઈ ગયા હતા ત્યારે રાત્રીના 3 વાગે બે-ત્રણ યુવકો 12 હજાર રૂપિયાની ઉઘરાણી મુદ્દે મારામારી કરી હતી જેમાં તેમની પત્નીને પણ માર મર્યો હતો. આ ઘટનાની ફરિયાદ નોધાતા પોલીસે સુરજ ઉર્ફે ચુંઇ કહારની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. ન્યુ વીઆઇપી રોડ ખોડિયાર નગર વિભાગ 1 માં રહેતા મગનભાઈ સોલંકી, 10 નવેમ્બરના રાત્રે ઘરે પત્ની અને દીકરી સાથે ઘરમાં સુઈ ગયા હતા. ત્યારે રાત્રીના ત્રણેક વાગે કોઈએ દરવાજો ખખડાવ્યો હતો. દરવાજા પર મહર્ષિ બ્રહ્મભટ્ટ જે મગનભાઈના દીકરા નીરવનો મિત્ર હોવાથી તેઓએ દરવાજો ખોલ્યો હતો.

નીરવ સાથે અન્ય બે ત્રણ યુવકો હતા જેઓ જોર જોરથી અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું અને રૂપિયાની ઉઘરાણી કરી મગનભાઈને જમણી આંખ અને દાઢી તેમજ પેટના ભાગે કોઈ હથિયાર વડે મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. પતિને માર મારતા જોઈને મગનભાઈની પત્ની તેમને બચાવવા આગળ આવતા એક યુવકે વૃદ્ધ પત્નીને જોરથી લાફો માર્યો હતો. જે બાદ ઘરમાં પ્રવેશીને દીકરીની સામે જ પિતાને માર માર્યો હતો. ઘટનામાં આસપાસના રહેવાસીઓ બહાર આવી જતા તેઓએ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. હુમલાખોરો વૃદ્ધ દંપતીને માર મારી ચાલ્યા ગયા હતા. જે વીડિયોમાં માર મારનારની ઓળખ કરી ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે માથાભારે શખ્સ સૂરજ ઉર્ફે ચુઈ કહારની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે.

નર્મદા કિનાર આવેલા વરાછા ગામમાંથી વર્ષમાં 2020માં પીસીબીએ પકડ્યો હતો
વર્ષ 2020માં સુરજ ઉર્ફે ચુંઇ વડોદરા જિલ્લાના માલસર ગામે છુપાયો છે.તેવી બામતી મળતા પીસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ સુરજ ઉર્ફે ચુંઇની કોઇ સગડ મળ્યા ન હતૉ. દરમિયાન સુરજ નર્મદા નદીના સામે કિનારે આવેલા વરાછા ગામમાં તેની માનેલી બહેન વૈશાલીબેન માછીના ઘરે આસરો લઇ રહ્યો હોવાની વિગત મળતા જ પીસીબીની ટીમ નાવડીમાં બેંસી નર્મદા પાર કરી પહેલા સવારે ચાર વાગે વૈશાલીબેનના ઘરે ત્રાટકી અને નાસતા ફરતા સુરજ ઉર્ફે ચુંઇને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top