Gujarat

ભાજપે છ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, ચોર્યાસીથી ઝંખના પટેલની ટિકિટ કપાઈને સંદીપ દેસાઈને મળી

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે હવે ગણતરીનો જ સમય રહ્યો છે ત્યારે ભાજપ (BJP) દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે પોતાના 6 ઉમેદવારોની નામ જાહેર કર્યા છે. જેમાં ખંભાળિયાથી મૂળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટીકિટ આપવામાં આવી છે.

ચોર્યાસીથી ઝંખના પટેલની ટિકિટ કપાઈ
ભાજપે બે મહિલા ઉમેદવારોના નામ સાથે 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે ભાજપે ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલની ટિકિટ કાપીને સંદિપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પાંચ અનાવિલ બ્રાહ્મણોને ટીકિટ આપવામાં આવી છે. જેમાં ભાજપમાંથી ચાર અને કોંગ્રેસમાંથી એકને ટીકિટ મળી છે. ઝંખના પટેલની ટિકિટ કપાતા કાંઠા વિસ્તારના કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

6 ઉમેદવારોના નામ જાહેર કરી

  • ખંભાળિયાથી મુળુ બેરાને ટિકિટ મળી
  • કુતિયાણાથી ઢેલિબેન ઓડેદરાને ટિકિટ મળી
  • ડેડિયાપાડાથી હિતેશ વસાવાને ટિકિટ મળી
  • ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકિટ મળી
  • ભાવનગર પૂર્વથી સેજલબેન પંડયાને ટિકિટ મળી
  • ચોર્યાસીથી સંદીપ દેસાઇને ટિકિટ મળી

​​​​​​ભાજપે ધોરાજી બેઠક પર રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા મહેન્દ્ર પાડલીયાને ટીકિટ આપી છે. તેઓ ગુરુગોવિંદ યુનિવર્સિટી ગોધરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા રાજકોટ જિલ્લા ભાજપમાં પૂર્વ પ્રમુખ હતા. જ્યારે ભાવનગર પૂર્વ પરથી વિભાવરી બહેન દવેની ટીકિટ કપાઈ છે.

ધોરાજી બેઠક પર બે પાટીદારો સામે સામે આવ્યા છે. આ પહેલા ધોરાજી બેઠક પર કોંગ્રેસમાંથી લલિત વસોયાને રીપિટ કરવામાં આવ્યાં છે. ત્યાપે ભાજપ દ્વારા કડવા પટેલની આ જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે.

ભાજપે દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભાજપે પહેલી યાદીમાં 14 મહિલાઓને ટીકિટ આપી છે. જ્યારે બીજી યાદીના 6 ઉમેદવારોમાં બે મહિલાને ટીકિટ મળી છે. ભાજપે ભાવનગર પૂર્વ સીટ પર વિભાવરીબેન દવેની જગ્યાએ હવે સેજલબેન પંડ્યાને ટીકિટ મળી છે. તે ઉપરાંત કુતિયાણા બેઠક પર ઢેલિબેન ઓડેદરાને ટીકિટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 22 બેઠકો પર સસ્પેન્સ અકબંધ રહ્યું છે. સુરત શહેરમાં 12 પૈકી 11 બેઠકોના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ છે. છેલ્લાં ઘણા દિવસથી મોટા ગજાના ધારાસભ્યો-મંત્રીના નામ કપાઈ જવાની ચર્ચા ચાલતી હતી પરંતુ આશ્ચર્યજનક રીતે એવું કશું થયું નથી. ભાજપે 11 બેઠકો પર 9 ધારાસભ્યોને રિપીટ કર્યા છે.

પૂર્ણેશ મોદી, કુમાર કાનાણી અને મુકેશ પટેલ સહિત 9 ધારાસભ્યોમાં પક્ષે ફરી વિશ્વાસ મુક્યો છે. જ્યારે માત્ર બે ધારાસભ્યોના નામ કમી થયા છે. સુરત ઉધનામાંથી વિવેક પટેલ અને કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાની ટિકીટ કપાઈ છે. તેમના સ્થાને ઉધનામાંથી મનુ પટેલ (ફોગવા) અને કામરેજ બેઠક પર પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેરીયાને ટિકીટ આપવામાં આવી છે.

Most Popular

To Top