Top News

More Posts

   The Latest

Most Popular

એક જૂની કહેવત છે. નેકી કર ઔર દરિયા મેં ડાલ. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ કહેવતને થોડી બદલી નાખીએ. – કંઈ પણ કરો, વીડિયો બનાવો અને ઈન્સ્ટા પર નાખો. હવે યુગ ઇન્સ્ટાગ્રામ અને ઇન્સ્ટા રીલ્સનો છે. ઇન્સ્ટા રીલ્સના પ્રેમમાં દરેક છે. ઈન્સ્ટા (ઈન્સ્ટાગ્રામ) પર તેના યુઝર્સને આકર્ષવામાં કોઈ કમી રાખવામાં આવી નથી. ફીચર્સ પર નવા ફીચર્સ આખા વર્ષ દરમિયાન આવતા રહે છે. 2023માં પણ નવું નવું આવી રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે હવે રીલ્સ મનોરંજનનું સાધન નહીં રહે, પણ કમાણીનો રસ્તો બનશે! ચાલો જાણીએ બીજું શું નવું નવું આવી રહ્યું છે?

શિડ્યુલ્ડ પોસ્ટ્સ :
હવે ઇન્સ્ટા પર ‘શિડ્યુલ્ડ પોસ્ટ્સ’ કરી શકાશે. આ સુવિધામાં નેક્સ્ટ 75 દિવસ માટે ઇમેજથી લઈને વિડિયો અને રીલ્સ સુધી બધું જ શેડ્યૂલ કરી શકાશે. આ સુવિધા ખૂબ જ ઉપયોગી એવા લોકો માટે બનશે, જેઓ એક દિવસમાં ઘણાં વિડિઓઝ બનાવે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે એપના સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને એડવાન્સ સેટિંગ્સનો વિકલ્પ મળશે. તમે તમારી પોસ્ટ ક્યાં પોસ્ટ કરવા માગો છો તે તમે નક્કી કરી શકો છો. આ ફીચર ધીમે ધીમે તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. એક વાત ધ્યાનમાં રાખજો – આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ઇન્સ્ટાનું બિઝનેસ એકાઉન્ટ હોવું જરૂરી છે.

પ્રાઇવસી માટે નવું ફીચર્સ:
ઈન્સ્ટા પર ઘણા બાળકો અને યુવાનો પણ છે. ઘણી વખત પ્રાઇવસી જોખમાતી હોય છે. આનાથી બચવા માટે ઇન્સ્ટાએ ઘણા ફીચર્સ એડ કર્યા છે. ડાયરેક્ટ મેસેજ (DM)માં નવા મેસેજની બાજુમાં એક પોપઅપ દેખાશે, જેમાં પૂછવામાં આવશે કે શું તમે સામેની વ્યક્તિને ઓળખો છો? જો નહીં તો સીધા બ્લોક કરવાનો વિકલ્પ છે. બીભત્સ મેસેજથી બચવા માટે શબ્દોને બ્લોક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ ગઈ છે.

હવે ઇન્સ્ટા પર ફોટો ડિલીટ થશે :
આ તે ફીચર છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તમે કંઈક પોસ્ટ કરો અને પછી એમાંથી ફોટો ડિલીટ કરવો હોય તો ભેંસ ગઈ પાણીમાં જેવી હાલત થતી હતી! આખી પોસ્ટ ઉડાવી દેવી પડે છે. હવે એવું નથી. કારણ કે હવે તમે તમારી પોસ્ટમાંથી માત્ર એક જ ફોટો ડિલીટ કરી શકશો. પોસ્ટ પર ક્લિક કરો અને ઉપરના જમણા ખૂણામાં ત્રણ બિંદુઓ પર ટેપ કરો. એડિટ બટન દેખાશે. એટલું જ નહીં, જો તમારો મૂડ બદલાય છે, તો તમે 30 દિવસની અંદર તમારી પોસ્ટને પુનઃ સ્થાપિત પણ કરી શકો છો!

શું પૈસા મળશે?
આશા છે, કારણ કે ભારતમાં કેટલાક ક્રિએટર્સ આવી આશા રાખી રહ્યા છે. જોકે, તે દરેક માટે નહીં હોય અથવા તેના માટે અપ્લાઇ કરવાનું કોઈ ઓપ્શન નથી. છતાં પણ ભારતમાં તે આવશે એવું એક્સપર્ટ કહી રહ્યા છે. કારણ કે, આ ફીચર્સ અમેરિકા સહિત ઘણા દેશોમાં ઉપલબ્ધ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ભારતમાં પણ દસ્તક આપશે. જો તમને આ માટે પસંદ કરવામાં આવે છે, તો મહિનાના હિસાબે તમે તમારા વપરાશકર્તાઓ પાસેથી પૈસા વસૂલ કરી શકશો. સ્પેશિયલ કન્ટેન્ટથી લઈને બીટીએસ સુધી તેની મદદથી વેચી શકાય છે. આશા રાખીએ ભારતમાં આ ફીચર્સ જલ્દી આવે.

To Top