National

ભારત-બાંગ્લાદેશ બોર્ડર ઉપર જવાન ઉપર થયો હુમલો, હુમલાખોર હુમલો કરી હથિયાર લઈ ભાગી ગયા

નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશ સરહદ પાસેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એક તરફ 26 જાન્યુઆરી આવી રહી છે ત્યાં બીજી તરફ બાંગ્લાદેશના આતંકીઓ દ્વારા ભારત-બાંગ્લાદેશ બોર્ડર (Border) ઉપર પોતાની ફરજ બજાવી રહેલા BSF જવાન ઉપર જાનલેવા હુમલો (Attack) થયો છે. જાણકારી મુજબ હુમલો કરનાર જવાન પાસેથી હથિયાર છીનવી ભાગી ગયો હતો.

  • બાંગ્લાદેશના આતંકવાદીએ ભારત-બાંગ્લાદેશ બોર્ડર ઉપર ફરજ બજાવી રહેલા જવાન ઉપર આત્મધાતી હુમલો કર્યો
  • બીએસએફના જવાને 4 બાંગ્લાદેશી હુમલાખોરોને ભારતની સીમામા આવતા રોકયા હતાં

જાણકારી મુજબ બાંગ્લાદેશના આતંકવાદીએ ભારત-બાંગ્લાદેશ બોર્ડર ઉપર ફરજ બજાવી રહેલા જવાન ઉપર આત્મધાતી હુમલો કર્યો હતો. આ ઉપર હુમલો કર્યા પછી હુમલાખોર ધાયલ થયેલા જવાન પાસેથી તેનું હથિયાર લઈ બાંગ્લાદેશની સીમાને પેલે પાર ભાગી ગયો હતો. મળતી માહિતી મુજબ દક્ષિણ બંગાળ ફ્રંટિયરના કૃષ્ણાનગર સેકટર નજીક આવેલા સીકરા પોસ્ટ પર ફરજ બજાવી રહેલા બીએસએફના જવાને 4 બાંગ્લાદેશી હુમલાખોરોને ભારતની સીમામા આવતા રોકયા હતાં. જેના કારણે હુમલાખોરોએ જવાન ઘારદાર હથિયારથી હુમલો કરી જવાનને ધાયલ કરી દીધો હતો.

જાણકારી મુજબ હુમલામાં જવાનના હાથ તેમજ માથાના ભાગે વાગ્યું હતું. જેના કારણે તેને કલકત્તાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરોએ જવાન ઉપર હુમલો કર્યા પછી જવાન કંઈ સમજે તે પહેલા તેની પાસેથી હથિયાર લઈ બાંગ્લાદેશની સીમાને પેલે પાર ભાગી ગયા હતાં. જવાનના મિત્રોને આ ધટના અંગેની જાણ થતાં તેઓ તુરંત જ ધટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે તેઓ પહોંચે તે પહેલા તો હુમલાખોરો પોતાનું કામ કરીને ભાગી ગયા હતાં. બીએસએફના એક અધિકારી પાસેથી જાણકારી મળી આવી છે કે આ ધટના અંગેની ફરિયાદ ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. ધાયલ થયેલા જવાનને બોર્ડરની નજીક જ પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે ડોકટરે તેની હાલત જોતા તેને કલકત્તા શીફટ કરી દીધો હતો.

Most Popular

To Top