World

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની બદનામી, UNએ 150 આતંકવાદીઓ અને તેનાં સંગઠનો બ્લેકલિસ્ટ કર્યા

નવી દિલ્હી: વર્ષ 2023નો તારીખ 17નો મંગળવારનો દિવસ પાકિસ્તાન માટે કાળો દિવસ હોય તેવી જાણકારી મળી આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની બદનામી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ એક, બે કે ત્રણ નહીં પરંતુ 150 આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદીઓને બ્લેકલિસ્ટ બહાર પાડયું છે. આ બ્લેક લિસ્ટમાં મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ, જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સમાવેશ થાય છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં સામેલ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 ISIL (Da’esh) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિએ સોમવારે મક્કીને તેના નિયુક્ત આતંકવાદીઓની સૂચિમાં ઉમેર્યું. આ યાદીમાં મક્કીનો સમાવેશ થતાની સાથે જ તેની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી હતી અને તેના પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

  • યુએનએ લગભગ 150 આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કર્યા
  • મક્કીનો સમાવેશ થતાની સાથે જ તેની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી હતી અને તેના પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો
  • આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની બદનામી થઈ, યુએનએ 150 આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદીઓને બ્લેકલિસ્ટ બહાર પાડયું

યુએનએ લગભગ 150 આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કર્યા છે જેઓ ક્યાં તો પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે અથવા તો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદી વિસ્તારોમાંથી કાર્યરત છે. પાકિસ્તાનના જે સંગઠનો અથવા આતંકવાદીઓને યુએન દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના વડા અને મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ, લશ્કરનો ટોચનો કમાન્ડર અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝકી-ઉર-રહેમાન લખવી, જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહર અને અંડરવર્લ્ડ ડોનનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં દાઉદ ઈબ્રાહીમનો પણ સામવાશે થાય છે.

Most Popular

To Top