Gujarat

ઉત્તર ગુજરાત વીજકંપનીએ વીજ દરમાં 0.25 પૈસાનો ધરખમ વધારો કર્યો

ગાંધીનગર : ઉત્તર ગુજરાતના (North Gujarat) 1.30 કરોડ લોકોના માથે આર્થિક બોજ વધ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત વીજ ઉત્પાદન કંપનીએ તેમા દરોમાં 0.25 પૈસાનો વધારો કર્યો છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા આજે વીજ દર વધારવાની જાહેરાત કરાઈ છે. જેના કારણે 1.30 કરોડ લોકોને તેની અસર પડશે. UGVCLએ વીજ દરમાં 0.25 પૈસાનો ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત થતાં જ હવે વપરાશ કરનારા ગ્રાહકોના આગામી લાઈટ બિલમાં વીજ દર વધારાની અસર જોવા મળશે. વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડે એફપીપીપીએમાં કરેલો આ વધારો સૌથી મોટો છે. તેને કારણે ગ્રાહકોને માથે મહિને 245.8 કરોડનો વધારાનો બોજ આવશે. વાર્ષિક બોજ રૂપિયા 2950 કરોડનો થવા જાય છે. જીયુવીએનલએ હેઠળની વીજ કંપનીઓ દર ત્રણ મહિને વીજદરમાં પોતાની રીતે 10 પૈસા વધારી શકે છે. આ વખતે 10 પૈસા ઉપરાંત વીજગ્રાહકો પાસેથી બાકી લેવાના નાણાં પેટે યુનિટદીઠ બીજા 15 પૈસાની વસૂલી કરવાની છૂટ આપવામાં આવી હતી.

Most Popular

To Top