SURAT

ઉભરાટ-મરોલી રોડ પર બાઈક સ્લીપ થતા સુરતના યુવાનનું મોત

નવસારી: (Navsari) ઉભરાટ-મરોલી રોડ પર માંગરોળ ગામ પાસે બાઈક (Bike) સ્લીપ થતા સુરતના યુવાનનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજા (Injured) થઇ હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, સુરત ચોર્યાસી તાલુકાના બોણંદ ગામે વાડી ફળીયામાં કમલ પંકજભાઈ રાઠોડ (ઉ.વ. 19) તેમના પરિવાર સાથે રહેતા. ગત 14મીએ કમલ તેના મિત્ર રાજકુમાર દિનેશભાઈ રાઠોડ અને રાજકુમાર રમેશભાઈ રાઠોડ સાથે બાઈક (નં. જીજે-05-એચવી-6685) લઈને જલાલપોર તાલુકામાં આવેલા ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. દરમિયાન ત્યાંથી તેઓ પરત સુરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઉભરાટ-મરોલી રોડ પર માંગરોળ ગામ પાસેથી પસાર થતી વેળા બાઈક સ્લીપ થઇ ગઈ હતી. જેના પગલે કમલ અને બંને મિત્રોને શરીરે ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક સારવાર અર્થે મરોલી સી.એચ.સી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે કમલને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેના બંને મિત્રોની સારવાર ચાલી રહી છે.

ખારેલ-ગણદેવા રોડ પર મોપેડ સાથેના અકસ્માતમાં પડી ગયેલા બાઈક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું
નવસારી : ખારેલ-ગણદેવા રોડ પર મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક નીચે પડી ગયો હતો. દરમિયાન પાછળથી આવતા ટ્રકનું ટાયર બાઈક ચાલક પરથી ફરી વળતા મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના ટાંકલ ગામે કુંભારવાડમાં ગૌતમ વિષ્ણુભાઈ ઢીમ્મર (ઉ.વ. 21) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 12મીએ ગૌતમ તેની બાઈક (નં. જીજે-21-બીએલ-1974) લઈને નવસારી નોકરીએ આવવા માટે નીકળ્યો હતો. દરમિયાન ખારેલથી ગણદેવા રોડ પર નાના ફળિયા પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી મોપેડ (નં. જીજે-21-બીએચ-9241) સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ગૌતમ અને મોપેડ ચાલક રસ્તા પર પટકાયા હતા. તે દરમિયાન પાછળથી આવતી ટ્રક (નં. જીજે-15-એક્સ-8388) નું ટાયર ગૌતમ પરથી ફરી વળતા ગૌતમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલકને માથાના ભાગે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ અજયે ગણદેવી પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.

Most Popular

To Top