Gujarat

પીએમ મોદી અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે નવી દિલ્હીમાં મહત્વની બેઠક યોજાઈ

ગાંધીનગર : ભાજપની (BJP) બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપવા નવી દિલ્હી (Delhi) ગયેલા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે અને પીએમ (PM) નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. ખાસ કરીને પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન દાદાએ ગુજરાતના વિકાસ કાર્યોમાં ગતિ લાવવા સાથે પીએમ મોદીનું માર્ગદર્શન મેળવ્યુ હતું. પીએમ મોદીએ પણ ગુજરાતમા વિકાસલક્ષી આયોજન મુદ્દે માર્ગદર્શન આપ્યુ હતું. પટેલે કહયું હતું કે વડાપ્રધાન મોદીએ મૂકેલા વિશ્વાસ થકી રાજયનો સર્વાગી વિકાસ થાય તે માટે હું કટિબદ્ધ છું.

Most Popular

To Top