Entertainment

ફિલ્મ પઠાનને સેંસર બોર્ડમાંથી મંજૂરી મળી પણ ગુજરાતના મલ્ટીપ્લેક્ષ એસોસિયેશનમાં ડરનો માહોલ

નવી દિલ્હી: બોલિવૂડના (Bollywood) કિંગખાન તેમજ દીપિકાની ફિલ્મ પઠાન (Pathan) રીલિઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી હતી. જો કે પઠાનને સેંસર બોર્ડમાંથી મંજૂરી મળી ગઈ છે. આ ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મમાંથી દસ સીન કટ કરવામાં આવ્યાં છે અને ત્યારપછી જ આ ફિલ્મને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે ફિલ્મ પઠાનનું બેશર્મરંગ સોંગ રીલિઝ થતાં જ તે વિવાદોમાં આવી ગઈ હતી. આ ગીતનો ઘણો વિરોધ થયો હતો, પરંતુ લોકો આ ફિલ્મનું ટ્રેલર પસંદ કરી રહ્યા છે. કેટલાક હિંદુ સંગઠનો, મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, વીર શિવાજી ગ્રુપ, વિશ્વ હિંદુ પરિષદ અને RSSએ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ સામે વાંધો ઉઠાવ્યો છે.

ફિલ્મને જોવા માટે ચાહકો ઉત્સુક છે તેમજ તેને પરવાનગી પણ મળી ગઈ છે આ વચ્ચે મલ્ટીપ્લેક્ષ એસોસિયેશનમાં થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમજ ગૃહમંત્રી હર્ષ સંધવીને પત્ર લખી થિયેટરની સુરક્ષા વધારવા માટેની માગ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘પઠાણ’ને સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવે છે, ત્યારબાદ તેને રિલીઝ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ‘પઠાણ’ ફિલ્મની રિલીઝ પર ઘણા સંગઠનો થિયેટરો પર હુમલો કરવાની અને સુરક્ષા સંબંધિત ધમકીઓ આપી રહ્યા છે. આ સ્થિતિ વણસે નહિં તે માટે તેઓએ સુરક્ષા વઘારવા માટેની માગ કરી છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ માટે મેકર્સએ ધણી આશાઓ લગાવી છે. પઠાન દ્વારા શાહરુખ ખાન ચાર વર્ષ પછી એન્ટ્રી આપશે. તેઓએ વર્ષ 2018માં ઝીરોમાં છેલ્લે જોવા મળ્યાં હતા. આ સાથે દુબઈના બુર્જ ખલીફા ઉપર પઠાનનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું.

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ શુક્રવાર, 20 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મ બુધવારે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

Most Popular

To Top