Gujarat

રાજ્યમાં હેલમેટના નિયમનું કડક પાલન ન થતા હાઈકોર્ટ ગુસ્સે, સરકારને કરી આ ટકોર

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) સહિત રાજયભરમાં ટ્રાફિકના નિયમોનું (Traffic Rules) પાલનાર ન કરનાર સામે હાઈકોર્ટે (High court) લાલ આંખ કરી છે. રાજ્યમાં ટુ-વ્હીલર (two-wheeler) ચાલકો માટે ફરજિયાત હેલમેટ (Helmet) પહેરવાનો કાયદો છે, પરંતુ લોકો ઘણીવાર હેલમેટ પહેર્યા વિના રસ્તાઓ પર ટુ-વ્હીલર ચલાવતા જોવા મળે છે અને જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ પાલન ન કરવા બદલ ફટકારવામાં આવે છે ત્યારે લોકો પાસે ઘણા બહાના પણ હાજર હોય છે. વારંવાર ટ્રાફિક નિયમ જાગૃતિ અંગે અભિયાન ચલવ્યા બાદ લોકો તેનું પાલન કરતો જોવા મળતા નથી. ત્યારે આ અંગે ગુજરાત હાઈકોર્ટ અંગે સરકારે ચેતવણી તેમજ સૂચન આપવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું ટુ-વ્હીલર ચાલક અને તેની પાછળ બેલનાર માટે હેલમેટ ફરજિયાત હોવા છતાં કાયદનું પાલન કરવામાં આવતું નથી.

ટ્રાફિક નિયમ અંગે હાઈકોર્ટની ટકોર
સુરત-અમદાવાદ સહિત રાજયભરમાં ટ્રાફિકના નિયમનું પાલન ફરજિયાત પણે કરવામાં આવતું ન હોવાની ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે. કોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી, હેલમેટ ન પહેરવાના કારણે અકસ્માતમાં મૃત્યુ પામાનારાઓના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં હેલમેટના નિયમોનું પાલન ન થતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને આ અંગે ટકોર કરી હતી. આ સિવાય હાઈકોર્ટ દ્વારા સ્વયં સંજ્ઞાન લેવાની જરુરિયાક લાગી રહી છે તેમણ પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ બોટાદ જેવા શહેરોમાં લોકો ટુ વ્હીલર વાહન પર હેલમેટ વગર ફરી રહ્યો હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર કરી હતી.

કોર્ટે હેલમેટ નિયમ અંગે સરકરાને કહી આ વાત
ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દે કોર્ટે સરકારને કહ્યું કે ટુ વ્હીલર ચાલકો માટે હેલમેટ જરૂરી બનાવો. સરકારને ટકોર કરતા કોર્ટે પૂછ્યું કે સરકાના આટલા કાયદો હોવા છતાં પણ લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યો? વધુમાં કોર્ટે કહ્યું કે હેલમેટને લઈને કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ, હેલમેટ પહેરવાના નિયમનું ફરજિયાત પાલન કરવું જોઈએ.

હેલમેટના નિયમ જાણો?
મોટર વાહન અધિનિયમ હેઠળના નવા નિયમો હેઠળ, જો ટુ વ્હીલર સવાર હેલમેટ પહેરે છે પરંતુ પટ્ટા વિના હેલમેટ પહેરે છે અથવા તો હેલમેટ માટેનું બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર નથી, અથવા તો ISI માર્ક નથી તો આને કલમ 129 હેઠળ ઉલ્લંઘન ગણવામાં આવે છે.

Most Popular

To Top