Business

ભવિષ્યમાં 6G માનવ શરીરમાં પાવર ઉપકરણોને એન્ટેના તરીકે મદદ કરી શકે છે! સંકેતો પસાર કરી શકે છે

આગામી પેઢી પ્રસાર તંત્રમાં પોતાનાં શરીરની મદદે કેવી અદભૂત શક્તિ કેળવવાની છે તેનો અભ્યાસ નવાં સંચાર શક્તિનાં સંકેત આપી ચૂક્યું છે! મેસેચ્યુસેટ્સ એમ્હર્સ્ટ યુનિવર્સિટીના એન્જિનિયરોએ શોધ્યું છે કે માનવ શરીર સુરક્ષિત રીતે પૂરતી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જા અથવા રેડિયો-ફ્રિકવન્સી ઊર્જા એકત્રિત કરી શકે છે જે તે નાનાં ઈન્ટરનેટનાં ઉપકરણોને, સેન્સર પાવર અને પ્રોસેસિંગ ક્ષમતા આપી શકે છે અને ભવિષ્યમાં 6G ઉપકરણો માટે એન્ટેના તરીકે પણ કાર્ય કરી શકે છે.

યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ એમ્હર્સ્ટનાં સંશોધકોની ટીમે દાવો કર્યો છે કે તેઓએ હાથ ધરેલાં એક અભ્યાસમાં તેઓએ શોધી કાઢ્યું છે કે માનવ શરીર ઉર્જાનો સંગ્રહ કરવાં અને ભવિષ્યમાં 6G માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો સહિત પાવર ઉપકરણો માટે ઉપયોગી સાધન બની શકે છે. વાયરલેસ કોમ્યુનિકેશનની આગામી પેઢીની માનવ શરીર શ્રેણી વિસ્તરણકર્તા તરીકે કાર્ય કરી શકે છે, દરેક વ્યક્તિગત શરીર સાથે એન્ટેના તરીકે કાર્ય કરે છે! માનવ શરીર ભવિષ્યમાં પાવર 6G ઉપકરણોને એન્ટેના તરીકે મદદ કરી શકે છે, સિગ્નલને બુસ્ટ કરી શકે છે!

5G વાયરલેસ કનેક્ટિવિટીના ફાયદા જે વિશ્વભરનાં ઘણાં દેશોમાં લાગુ થઈ ગયા છે, તે હવે સામાન્ય લોકો અનુભવી રહ્યાં છે. હવે પછીની પેઢી જે 6G તરીકે ઓળખાય છે,તે 1000 ગણાં ઝડપી ડેટા દરો તેમજ 5G ની વિલંબતાના દસમાં ભાગનું વચન આપે છે. તેનાં અનુગામી સાથે વધુ સંખ્યામાં ઉપકરણો અને સેન્સર્સ ઓનલાઈન થવાની ધારણા છે, જે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) યુગમાં એક બિલકુલ નવાં તબક્કાની શરૂઆત કરશે જે 5G સાથે જ શરૂ થવાની ધારણા છે. વિઝિબલ લાઇટ કોમ્યુનિકેશન (VLC)નો વિકાસ એક પ્રકારનું વાયરલેસ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક છે. જે 6Gમાં અપેક્ષિત વધુ સંચાર દરો માટે ચાવીરૂપ હોવાનું માનવામાં આવે છે.

આ નવીનતામાં દ્રશ્યમાન પ્રકાશ સંચાર એક બળ છે! તે વિસ્તારમાં તેનો પ્રભાવ ઝબકાવે છે! તેનાં સૌથી પ્રાથમિક સ્વરૂપમાં આ વિઝિબલ લાઇટ કમ્યુનિકેશન એ વાયરલેસ પદ્ધતિ છે જે WI -FI ની જેમ નેટવર્ક, મોબાઇલ, હાઇ-સ્પીડ કોમ્યુનિકેશન પહોંચાડવા માટે LED દ્વારા ઉત્સર્જિત પ્રકાશનો ઉપયોગ કરે છે! જે ‘લાઈ – ફાઈ’ ક્રિયા શબ્દ તરફ દોરી જાય છે! તેનો ઉપયોગ એકલ ઉકેલ તરીકે અથવા રેડિયો-ફ્રિકવન્સી અને સેલ્યુલર નેટવર્ક સંચાર માટે પૂરક ભૂમિકામાં થઈ શકે છે. ટેક્નોલોજીનાં આધારમાં ખૂબ જ ઊંચી આવર્તન પર નેનોસેકન્ડમાં LEDને ચાલુ અને બંધ કરવાનો સમાવેશ થાય છે! દ્રશ્યમાન પ્રકાશ સ્પેક્ટ્રમ રેડિયો ફ્રિક્વન્સી સ્પેક્ટ્રમ કરતાં 10  હજાર ગણું મોટું હોવાથી, વિઝિબલ લાઇટ કમ્યુનિકેશનને રેડિયો-ફ્રિકવન્સી બેન્ડવિડ્થ મર્યાદાઓનાં ઉકેલ તરીકે ગણવામાં આવે છે. ઉદ્યોગે ખૂબ ઊંચા ડેટા ટ્રાન્સમિશન રેટ જનરેટ કર્યા છે, જે તેને સ્પર્ધાત્મક બનાવે છે.

જો કે સિગ્નલ દિવાલો જેવાં અવરોધોમાં પ્રવેશી શકતું નથી. જ્યાં સુધી અન્ય સપાટી પરથી પ્રકાશ પ્રતિબિંબિત થતો હોય ત્યાં સુધી સીધી દ્રષ્ટિની રેખા જરૂરી નથી. સિગ્નલ પ્રસારિત કરવા માટે LED લાઇટિંગ ચાલુ હોવી આવશ્યક છે પરંતુ તે ખૂબ જ નીચા સ્તરે મંદ કરી શકાય છે.  VLC નો WI-FI પર ફાયદો છે કે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોમેગ્નેટિક હસ્તક્ષેપનું કારણ નથી. વિઝિબલ લાઇટ કોમ્યુનિકેશન આવતી ચમત્કારિક પ્રક્રિયાનો સંશોધન પ્રકાર છે,જે ભવિષ્યની સંચાર ગતિ માટે ઝડપ તૈયાર કરશે.

જ્યારે માહિતી ટ્રાન્સફર કરવાની વાત આવે છે ત્યારે વિઝિબલ લાઇટ કોમ્યુનિકેશન રેડિયો ટ્રાન્સમિશનની જેમ કાર્ય કરે છે, એક અપવાદ સિવાય કે તે પ્રકાશ-ઉત્સર્જન ડાયોડ્સ (LED)માંથી પ્રકાશનો ઉપયોગ કરીને આમ કરે છે. મેસેચ્યુસેટ્સ એમ્હર્સ્ટ યુનિવર્સિટીનાં માહિતી અને કોમ્પ્યુટર સાયન્સનાં પ્રોફેસર જી ઝિઓંગની નોંધ મુજબ વિઝિબલ લાઇટ કોમ્યુનિકેશનમાં ગોઠવાયેલ વાયરલેસની જેમ માહિતી મોકલવા માટે રેડિયો સિગ્નલનો ઉપયોગ કરવાને બદલે, તે LEDમાંથી પ્રકાશનો ઉપયોગ કરે છે એક LED પ્રતિ સેકન્ડ એક મિલિયન વખત ચાલુ અને બંધ કરવાની ક્ષમતા ધરાવે છે!

આ ટેક્નોલોજીનો અમલ કરવા માટે પહેલેથી જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કારણ કે તમામ ઈમારતો,વ્યવસાયો, શેરીઓ અને કારમાં LED લાઇટિંગનો ઉપયોગ થાય છે. વધુમાં કેમેરા સાથેનું કોઈપણ ઉપકરણ, જેમ કે લેપટોપ, ટેબ્લેટ અથવા સ્માર્ટફોન, રીસીવર તરીકે કાર્ય કરી શકે છે અને ટેક્નોલોજીને સક્ષમ કરી શકે છે. આ LED સાઇડ-ચેનલ રેડિયો ફ્રીક્વન્સી કે રેડિયો તરંગોને પણ ઉત્સર્જિત કરે છે જે ઊર્જા લીક છે અને વિઝિબલ લાઇટ કોમ્યુનિકેશન ઉપકરણોને કામ કરવા માટે આનો ઉપયોગ કરી શકાય છે.

ઝિઓંગ અને તેના સાથીદારોએ એક એન્ટેના બનાવવાની તૈયારી કરી છે. જે આ ઊર્જાને મુક્ત કરી શકે. તેઓએ તેમની એન્ટેના ડિઝાઇન માટે તાંબાનાં વાયરનો ઉપયોગ કર્યો જે કોઇલમાં નાખવામાં આવ્યા હતા, જે પછીથી તેમની ઊર્જા એકત્ર કરવાની ક્ષમતા માટે પરીક્ષણ કરવામાં આવ્યાં હતા. સંશોધકોએ તે શોધી કાઢ્યું કે જ્યારે કોઇલની જાડાઈ અથવા તાંબાના વાયરને કેટલીવાર ટ્વિસ્ટેડ કરવામાં આવ્યો હોય તેને ધ્યાનમાં લીધાં વગર એન્ટેનાની ઊર્જા એકત્ર કરવાની ક્ષમતામાં વધારો થાય છે જ્યારે તે અન્ય વસ્તુ સાથે જોડાયેલ હોય છે.

એન્ટેનાને લાકડા અને સ્ટીલ જેવી વિવિધ સામગ્રીનાં સંપર્કમાં રાખવાં ઉપરાંત સંશોધકોએ તેને દિવાલો, ટેબ્લેટ, ફોન અને લેપટોપ જેવી વસ્તુઓના સંપર્કમાં પણ રાખ્યો જેથી કેટલી ઉર્જાનો સંગ્રહ કરી શકાય. ટીમને જાણવા મળ્યું હતું કે હતું કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે ઊર્જા સંગ્રહમાં વધારો થયો હતો પરંતુ જ્યારે કોઇલ માનવ શરીરનાં સંપર્કમાં હતી ત્યારે તેનું પ્રમાણ સૌથી વધુ હતું! જે સંશોધન સ્પષ્ટ સમજાવે છે કે માનવ શરીર વેડફાઇ જતી ઉર્જાનો સંગ્રહ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. આ પ્રક્રિયામાં માણસો વીંટળાયેલું તાંબુ પહેરી શકે છે. 6G ને પાવર કરવા માટે એન્ટેના તરીકે માનવોનો ઉપયોગ કરવો એ વધારાની ઉર્જા મેળવવાની સૌથી સધ્ધર રીત છે. નહીં તો તે અન્યથા વેડફાઈ જશે!  એન્જિનિયરો ભાવિ ટેક્નોલોજીને શક્તિ આપવા માટે તમામ પ્રકારનાં સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવવામાં સક્ષમ બનવા કોઈ કસર બાકી રાખશે નહીં!

Most Popular

To Top