Charchapatra

પાછા ફરવાનો નિયમ: આપવું તેનાથી બમણું મેળવવું

આપણે જગતને જે જે આપીએ છીએ તે તે જગત આપણને બમણું કરીને આપે છે. સામાન્ય રીતે દરેક સંબંધો આજે ‘give and take’ પ્રકારનાં બની ગયાં છે. આપણે આપણાં વર્તન – વ્યવહારો દ્વારા બીજાને ખુશી-શાંતિ, પ્રેમ, કરુણા આપીએ છીએ, કયાંક મુશ્કેલીમાં બીજાને મદદ કરીએ છીએ, કોઇકને વસ્તુઓ આપી મદદરૂપ થઇએ છીએ – આ બધું જ આપણને જે તે સમયે જગતમાંથી ડબલ થઇને પાછું મળે છે. હા, આપનાર વ્યકિત ગમે તે હોઇ શકે. તે તમારી સાથે ઋણાનુબંધથી જોડાયેલી ન પણ હોય. આજે માનવીની ખોજ શાંતિની છે અને પ્રયત્નો અશાંતિના. બારણે બાવળનું ઝાડ વાવવું છે અને ઇચ્છા કેરી ખાવાની! પોતાનાં વર્તન વ્યવહારો દ્વારા બીજાને જાણ્યે-અજાણ્યે દુ:ખી કરવાં છે અને ઇચ્છા છે સુખી થવાની. જેવું વાવીશું તેવું લણીશું. આ સંદર્ભમાં પંકિત છે કે ‘દિવસભરની ઘટમાળ જાણે મુકદ્‌મો, નિંદર ને હું ચુકાદો ગણું છું.’
સુરત     – વૈશાલી જી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top