Charchapatra

સમાજમાં આગેવાન બનવું સહેલું નથી

સમાજની સેવા કરવી બહુ જ કઠિન કામ છે. સમાજમાં દરેક વ્યક્તિના વિચારો, પ્રકૃતિ, પરિસ્થિતિને અનુકૂળ કામ કરવાં પડે છે. સમાજમાં કોઈ આગેવાન નિ:સ્વાર્થ સેવા કરતો હોય તો પણ કેટલીય વાર કડવા ઘૂંટ પીવા પડે છે. કદીક નાની ભૂલ થઈ હોય તો પણ તેવી વ્યકિત પર ઘણી આંગળીઓ ઊઠે છે. એક વાત હંમેશા યાદ રાખજો, જે સમાજ માટે કામ કરે છે તેના પર જ આંગળીઓ ઊઠે છે અને ક્યારેક આવી વ્યક્તિઓ સેવા કરવાથી દૂર પણ થઈ જાય છે. જો આપણે સમાજ માટે કશું જ ન કરી શકતા હોઈએ તો સમાજ માટે કાર્ય કરતા કાર્યકર્તાઓને નુકસાન પણ ન પહોંચાડીએ, તેવી વ્યક્તિઓની લાગણીને ઠેસ પણ ન પહોંચાડીએ, તેમને સંપૂર્ણપણે સાથ અને સહકાર આપીએ.

જો એવી વિચારસરણી આપણામાં હોય તો સમાજ પ્રગતિ તરફ સો ટકા આગળ વધે છે. સમાજના આગેવાનો સમાજ જોડેથી પગાર નથી લેતા છતાં પણ સમાજને દરેક જગ્યાએ તન, મન અને શક્ય હોય તો ધનથી પણ મદદરૂપ થતાં હોય છે. આજે જરૂર છે સમાજને મજબૂત કરવાની. સમાજના આગેવાનોને મદદરૂપ થાઓ અને કશું જ આપણાથી ન થતું હોય તો જે આગેવાનો નિસ્વાર્થ સેવા કરતા હોય તેમને એટલું કહો કે અમે તમારી સાથે છીએ. આગેવાનો માટે અડચણરૂપ ન બનો. સમાજની સેવા કરવાવાળી વ્યક્તિની કદર કરો, કારણ કે સમાજની પીઠ પાછળ કે સામે એ વ્યકિત ગાળો પણ સાંભળતો હોય છે. દરેકે દરેક વ્યક્તિના મગજમાં આ વાત ઊતરે તો સોનામાં સુગંધ ભળે.
– સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top