National

સંપત્તિ માટેની આપણી સૌથી મોટી ચિંતાઓ

સંપત્તિનો સંગ્રહ અને સંપત્તિને વધારતા રહેવું એ આપણા જીવનની સૌથી મોટી ગતિવિધિઓમાંથી એક છે. આપણો મોટાભાગનો સમય અને પ્રયાસો આ ગતિવિધિમાં જ જાય છે અને તેની શરૂઆત આપણે કમાવવાનું શરૂ કરીએ તે સમયથી થાય છે અને આપણે જીવીએ ત્યાં સુધી ચાલુ રહે છે. હાલની રોગચાળાની ઘટનાઓ અને પરિણામો પણ હવે આપણી સામેની હાલની અચોક્કસતા અને નબળાઇઓ પર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચિંતાઓ ફક્ત આપણી હાલની સંપત્તિ સુધી મર્યાદિત નથી, પરંતુ વેપાર, વ્યવસાય અથવા રોજગારના માધ્યમથી આપણી આવકના સ્ત્રોત સુધી પણ મર્યાદિત છે. આ લેખમાં, આપણે વાસ્તવિક દુનિયામાં જાણતા અજાણતામાં આપણી સામે આવતી સંપત્તિ સંબંધિત સૌથી મોટી ચિંતાઓ બાબતે ઉંડાણપૂર્વક જાણીશું.

ફુગાવો : ( Inflation)
આપણે સતત અને સૌથી મોટી જે ચિંતા કરીએ છીએ તે ફુગાવા બાબતે આપણે સારી રીતે જાણીએ છીએ. મિલ્ટન ફ્રીડમેને એકવાર કહ્યું હતું કે, “ફુગાવો એ કાયદા વિનાનો કર છે”. છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવો 4-6 % ટકાની વચ્ચે છે, ત્યં સુધી કે કંઇ પણ ન કરવા છતાં આપણે કેટલીક હદે સંપત્તિ ગુમાવી રહ્યા છીએ. હાલના મૂલ્યને જાળવવા માટે તમારે આ ન્યુનતમ બેંચમાર્ક રેટથી તમારી સંપત્તિ વધારવી પડશે. યાદ રાખો કે, આ વળતરને ટેક્સેસનના સમાયોજન પછી આ રિટર્નને શુદ્ધ ગણવું જોઇએ, જેને આપણે ‘વાસ્તવિક વળતર’ કહીએ છીએ. વિશ્વસનીય નિષ્ણાતની આગેવાની હેઠળ રોકાણનું યોગ્ય આયોજન અથવા નાણાકીય આયોજન કરવાથી આપણી સંપત્તિની જાળવણી અને વિકાસ કરવામાં મદદ મળે છે.

ટેક્સેસન :
બેન્જામિન ફ્રેન્કલિને એકવાર કહ્યું હતું કે, ‘આ દુનિયામાં, મૃત્યુ અને કર સિવાય કંઇક ચોક્કસ કહી શકાય નહીં.’ કમાયેલી દરેક આવક કર આધીન છે, અને કરની માત્રા મુખ્યત્વે આવક અને કરદાતાની પ્રકૃત્તિ પર આધારિત છે. આપણામાંના મોટાભાગના વ્યક્તિઓ તરીકે 30% (વત્તા સરચાર્જ)ના કર દરમાં આવે છે, અને જો તમે કરોડોમાં કમાણી કરી રહ્યા હોવ તો તે સરળતાથી 40%થી વધુ થઈ શકે છે. જે આપણામાંના મોટા ભાગના માટે ટેક્સને સૌથી નફરતનો વિષય બનાવે છે અને આપણે બધા કાયદાકીય રૂપે, આપણા ભારને ઘટાડવા માટે ટેક્સ પ્લાનિંગમાં સક્રિયપણે જોડાયેલા છીએ.

વૈવાહિક સંબંધો : ( Marital relationship)
લગ્ન ફક્ત વ્યક્તિગત મોરચે જ નહીં પણ નાણાકીય મોરચે પઁણ એક મોટો નિર્ણય છે. સારા પરિવાર સાથે લગ્ન પર ભાગ્ય પૂર્ણ થાય છે અને તે એક મોટા નાણાકીય લક્ષ્ય તરીકે આવે છે. જો કે, લાગણીઓથી આગળ, સૌથી મોટું નાણાકીય જોખમ તે છે જ્યારે લગ્નજીવન ચાલતું નથી. જ્યારે પતિને મોટી રકમ ભરણપોષણના ભથ્થા તરીકે આપવાની સંભાવનાઓનો સામનો કરવો પડી શકે છે, તો બીજી બાજુ પત્નીએ લગ્નજીવનમાં કારકિર્દીની વૃદ્ધિના વર્ષો ગુમાવ્યા બાદ આર્થિક સહાય ગુમાવવાનો વારો આવે છે. આ જટિલતામાં બાળ ઉછેરનો ઉમેરો કરો. એવું કહેવામાં આવે છે કે લગ્ન તમારા માટે વ્યક્તિગત અને આર્થિક એમ બંને રીતે શ્રેષ્ઠ અથવા સૌથી ખરાબ બાબત હોઈ શકે છે.

ઇન્ટરજનરેશનલ સંબંધો :
હિન્દી ભાષામાં એક લોકપ્રિય અવતરણ છે જેનો શાબ્દિક રૂપે અનુવાદ એવો થાય છે કે જો તમારી પાસે એક સારું બાળક હોય તો તમને પૈસાની શું જરૂર, અને જો તમારું ખરાબ બાળક હોય તો એ પૈસા શું કામના? પરિવારો આજે બાળકોના ઉછેર, મનોરંજન અને તેમને શિક્ષિત કરવા પાછળ પોતાનું નસીબ ખર્ચે છે. બાળકોને જીવનની શ્રેષ્ઠ તકોનો ફાયદો ઉઠાવવાની સ્થિતિમાં લાવવા માટે આપણે આપણા પોતાના આરામ અને વૈભવોનું બલિદાન આપીએ છીએ. જો કે, ઘણા લોકો તેમના માટે બાબતોને ખૂબ સરળ અને આરામદાયક બનાવવાનું જોખમ ઉઠાવે છે. આજે ઘણા સફળ માતાપિતા પોતાના બાળકોની સફળતાથી પ્રભાવિત થતાં હોય તેવું ઘણું ઓછું બને છે. બાળકો સાથેના સંબંધો એ મોટી ચિંતા ત્યારે બને છે, જ્યારે ખાસ કરીને એક મોટો કૌટુંબિક વ્યવસાય સામેલ છે અને વ્યવસાયિક હિતોનું વિતરણ કરવાનું પડકારજનક હોય. કહેવાની જરૂર નથી કે લાગણીઓ અને જવાબદારીઓથી અલગ રહીને, બાળકો હોવાથી કેટલીક નાણાકીય અસરો એવી રહે છે જે આખું જીવન આપણી સાથે ચાલે છે.

સંપત્તિ હસ્તાંતરણ :
ભાવિ પેઢીને સંપત્તિ હસ્તાંતરણ, ફક્ત સમૃદ્ધ અને પ્રખ્યાત જ નહીં, પણ આપણામાંના મોટાભાગના લોકો માટે જીવનકાળ દરમિયાન અથવા મૃત્યુ પછી પણ એક મોટી ચિંતા બની રહે છે. જ્યારે આશ્રિતોની સારસંભાળ લેવાની હોય અથવા તો સંપત્તિ માટે બહુવિધ દાવેદારો / પાત્ર વ્યક્તિઓ હોય ત્યારે સંપત્તિ હસ્તાંતરણ વધુ જટિલ બને છે. વસિયત બનાવવી, એસ્ટેટ પ્લાનિંગ, ટ્રસ્ટની રચના, વગેરે આ સમસ્યાનો સામનો કરવાની પદ્ધતિ છે.

આકસ્મિત ઘટનાઓ / જોખમો :
તાજેતરના રોગચાળાએ આપણી નબળાઈને ઉજાગર કરી દીધી અને મોટાભાગના નાના ઉદ્યોગોની નાજુક બાબતો જાહેર કરી દીધી. આરોગ્ય સંકટ, કુદરતી આફતો, માનવસર્જિત સંઘર્ષો, યુદ્ધો અને રાજકીય કટોકટી જેવી અણધારી ઘટનાઓ સંભવિત રૂપે તમારા જીવન, વ્યવસાય, આજીવિકા અને તમારી લાઇફસ્ટાઇલ માટે નુકસાનકારક બની શકે છે. વ્યક્તિગત સ્તરે, આરોગ્ય, અકસ્માતો, માંદગી, મૃત્યુ, વ્યાવસાયિક જવાબદારીઓ, વગેરે, ફરીથી જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આમાંથી મોટાભાગના જોખમોનું સંચાલન કરવાની એક સૌથી સહેલી અને અસરકારક રીત વીમો છે જે ફક્ત તમને આવરી લેવામાં આવેલા કેટલાક નાણાંકીય નુકસાન સામે રક્ષણ આપે છે પણ તેનાથી વધુ નહીં.

તકનીકી વિક્ષેપો :
સતત વિકસતી દુનિયા સાથે, એક મોટો ખતરો તકનીકી વિક્ષેપો છે જે સંભવિતરૂપે નોકરીઓ, ભૂમિકાઓ, ઉત્પાદનો, સેવાઓ અને વ્યવસાયો થોડા સમયમાં ગૂમ કરી શકે છે. અમે એવું વારંવાર જોયું છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે ઘણી બધી નોકરીઓ અને કૌશલ્ય હવે પછીના દાયકામાં જ્યારે ઘણી નવી તકો વિકસિત થશે ત્યારે પણ અસ્તિત્વમાં નહીં હોય. શું આપણે વ્યક્તિઓ અને વ્યવસાયો તરીકે વિક્ષેપોથી બચવા માટે સારી રીતે સજ્જ છીએ? આ એક મોટી ચિંતા છે, છે ને? અપસ્કિલિંગ, લર્નિંગ, ઇનોવેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ, વગેરે કેટલીક રીતો છે જેના દ્વારા આપણે આ જોખમોનું સંચાલન કરી શકીએ છીએ.

નિષ્કર્ષ :
સંપત્તિ જાળવણી એ એક મોટો પડકાર છે અને તેમાં તમારી સંપત્તિ / એસેટનું સંચાલન એ પ્રકારે કરવાનુ સામેલ છે કે જેથી તમારી સંપત્તિનું મુલ્ય ઘટે નહીં અથવા તો ધોવાઇ ન જાય તે સુનિશ્ચિત કરી શકાય. પોતાની સંપત્તિને જાળવી રાખવી અને તેને વધારતા રહેવું એટલું સરળ નથી અને આપણે દરરોજ ઘણા જાણીતા અને થોડા અજાણ્યા એવા અનેક પડકારોનો સામનો કરવો પડે છે. રોકાણ / નાણાકીય આયોજન, રોકાણ અને વ્યવસાયિક જોખમોનું વૈવિધ્યીકરણ, વીમા અને અપસ્કિલિંગ સાથે જોખમોથી બચાવ, સુસંગત રહેવા માટે ઇનોવેશન, જેવી કેટલીક રીતો છે જેનાથી આપણે આપણાં જોખમોનું સંચાલન કરી શકીએ છીએ. જો કે, ખરાબ નિર્ણયો અને છેતરપિંડીઓ, ચોરીઓ વગેરેનો ઉલ્લેખ ન કરવામાં આવે તો આપણી સંપત્તિ વધુ અસુરક્ષિત હોઈ શકે છે અને અન્ય જોખમોનો સામનો કરવો પડી શકે છે.


અમે ભલામણ કરીશું કે તમે તમારો થોડો સમય પોતાના દૃષ્ટિકોણ અને ક્ષિતિજને એ જોખમો સુધી વિસ્તારવામાં વિતાવો જેનો આપણે આપણા જીવન દરમિયાન સામનો કરીએ છીએ. જેમ કે કહેવાયું છે કે, આમાંના કેટલાક વ્યક્તિગત / કૌટુંબિક સ્તરે હોઈ શકે છે જેનો તમે વિચાર ન પણ કર્યો હોય. જો કે, તેઓ અસ્તિત્વમાં છે અને વિશાળ નાણાકીય જોખમો ધરાવે છે. અમે તમને એવા લોકો સાથે આ બાબતોની ચર્ચા કરવા પ્રોત્સાહિત કરીશું જેના પર તમને વિશ્વાસ હોય. પ્રથમ પગલું એ આ જોખમોથી તમારી નબળાઈને સ્વીકારવાનું રહેશે અને જો શક્ય હોય તો તેનું પ્રમાણ નક્કી કરવું. આગળનું પગલું સમાધાન અથવા માર્ગ કે અભિગમ કે અનુસરવાની દિશા શોધવાનું હોય શકે છે. તે કદાચ પ્રકૃતિમાં આર્થિક હોય તે જરૂરી નથી પરંતુ હવે આપણે જાણવું જોઇએ કે, આપણા જીવનમાં જે થાય છે અને આપણે જે કરીએ છીએ, તે આર્થિક રૂપે તકો અને નાણાકીય જોખમો સાથે લઇને આવે છે.

Most Popular

To Top