Editorial

વિપક્ષી એકતા: શું પટના બેઠક ટર્નિંગ પોઈન્ટ બનશે?

બધાની નજર 23 જૂને પટનામાં યોજાનારી નોન-NDA વિરોધ પક્ષોની બેઠક પર મંડાયેલી છે. તેમનો મુખ્ય હેતુ વિપક્ષી એકતા નામનું કોકડુ ઉકેલવા માટે એક સમાનતા શોધી 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપનો એકતાપૂર્વક સામનો કરવો છે. આયોજન ભલે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની પહેલ પર થાય છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી સાથે બેઠક બાદ કોંગ્રેસ તરફથી મંજૂરી મેળવી. પછી તેઓ મોટાભાગના લોકોને મળ્યા.

વિપક્ષના ટોચના નેતાઓ આ નિર્ણાયક બેઠક માટે મેદાનમાં ઉતરશે. એવુ લાગી રહ્યુ છે કે નિતીશનો મિટીંગની તારીખ 12મી જૂન નક્કી કરવાનો નિર્ણય કોઈની સલાહ લીધા વગરનો હશે કારણ કે, એ તારીખે ખડગે અને રાહુલ ગાંધી હાજર નહોતા મુખ્ય અતિથી કોંગ્રેસને કારણે મિટીંગ આગળ ધકેલવી પડી હતી. સાથે DMKના વડા અને તમિલનાડુના મુખ્ય મંત્રી M.K.સ્ટાલિને પણ તેમની ગેરહાજરી જણાવી હતી. રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસ અને DMK દક્ષિણના રાજ્યમાં ગઠબંધનમાં છે. તેથી, એવું લાગે છે કે નિતીશના તારીખ નક્કી કરવાના એકતરફી નિર્ણયને ટાળવા બંને એકસાથે આગળ વધી રહ્યા હતા. આ દાવ સાચ્ચો પડ્યો. તેમ છતાં, એ વાત નક્કી છે કે કોંગ્રેસના ટોચના બંને નેતાઓ આ બેઠકમાં વ્યક્તિગત હાજરી આપશે.

2014 પછી પહેલી વાર વિપક્ષ જાહેરમાં એકસાથે દેખાશે તે સિવાય 23 જૂનની આ બેઠક વધુ મહત્ત્વપૂર્ણ એટલે છે કે, દેખીતી રીતે લોકસભા ચૂંટણીને થોડો સમય બચ્યાની જાણ હોવાથી પાર્ટીના પ્રતિનિધિ નહીં પણ નેતાઓ જ ભાગીદારીની ખાતરી કરે જેથી પાછળથી કોઈ નિર્ણય બાકી ન રહે. નોંધપાત્ર રીતે, મિટીંગને પરિણામલક્ષી બનાવવા પાર્ટીઓ સંમત થઈ, પણ આ પ્રયાસો સફળ થાય છે કે નહીં તે સમય જ કહેશે. જો બધુ સારી રીતે પાર પડશે તો વિપક્ષી એકતાના નવા યુગની શરૂઆત થવાની સંભાવના છે. કેટલાક પ્રાદેશિક નેતાઓની વડા પ્રધાન બનવાની મહત્ત્વકાંક્ષાઓ અને કૉંગ્રેસનો વિપક્ષી એકતાનો આધાર બનવાના આગ્રહને જોતાં લાગે છે, જો અને તો વચ્ચે હજુ પણ ઘણાં કિસ્સા બની શકે છે.

જોકે, સૌથી મોટો પ્રશ્ન જેનો જવાબ ફક્ત તે જ દિવસે મળશે તે એ છે કે શું કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોના તમામ નેતાઓ ખરેખર પટના જશે કે નહીં. મિટીંગના યજમાન; જનતા દળ (U)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ અને સાથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનું માનવુ છે કે ભારત રાષ્ટ્રીય સમિતિના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને બાદ કરતા મોટાભાગના નેતાઓ આવશે અને મંચ શેર કરશે.

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ સહિત અન્ય મોટા નેતાઓ આ બેઠકમાં સામેલ થાય તો પણ, તે એક પ્રકારની જીત જ હશે. હકીકત એ છે કે ત્રણેય નેતાઓએ કોંગ્રેસને કેન્દ્રસ્થાને આવવા માટે જાહેરમાં આનાકાની કરી છે અને થોડા સમય પહેલા જ ભાજપ, કોંગ્રેસ વગરનો મોરચો શરૂ કરવાની વાત કરી છે, આ બેઠકને જોવા જેવી ઘટના બનાવે છે. કેટલાક પ્રાદેશિક નેતાઓના અહંકાર, મહત્વકાંક્ષાઓ અને કર્ણાટકમાં મોદીની આગેવાની હેઠળ ભાજપને પછાડ્યો હોવા છતાં જોરદાર જીતથી ઉત્સાહિત કોંગ્રેસે, ટોચના નેતાઓની સંયુક્ત બેઠક યોજવા સંમતિથી સંભવતઃ પહેલો પડાવ પાર થયો હોય તેમ લાગે છે. એમ છતાં, નેતાઓ મળીને ગંભીરતાથી મુદ્દાનો ઉકેલ લાવશે કે કેમ તે અંગે શંકા ઊભી થઈ છે.

જેડી(U) વડાએ જણાવ્યું કે “બધા વિરોધ પક્ષો આ માટે સંમત થયા છે… કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ઝારખંડના મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, NCP ના અધ્યક્ષ શરદ પવાર, તમિલનાડુના મુખ્યમંત્રી M.K.સ્ટાલિન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, CPI ના મહાસચિવ ડી રાજા, CPM ના મહાસચિવ સીતારામ યેચુરી અને RSP નેતા દિપાંકર ભટ્ટાચાર્ય બેઠકમાં હાજરી આપશે..”

આ બેઠકમાં અન્ય એક મુખ્ય ઘટના જો તે પટણાની બેઠક માટે આવે તો, તે કોંગ્રેસ અને AAP અમલદારોની બદલી અને પોસ્ટિંગના મામલે કેજરીવાલ સરકારના અધિકારોને મર્યાદિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવાદાસ્પદ વટહુકમના મુદ્દા પર વિરોધ માટે બંને(કોંગ્રેસ) સંમત થયા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકનની આગેવાની હેઠળના દિલ્હી કોંગ્રેસના નેતા અને પંજાબના નેતાઓ આ વટહુકમનાં વિરોધ મુદ્દે કેજરીવાલને સમર્થન આપવા કે પક્ષના કોઈપણ સાથ-સહકારની વિરોધમાં હતા કારણ કે તેમને લાગતું કે દર ચૂંટણીમાં ભાજપને આડકતરી રીતે મદદ કરી AAP કોંગ્રેસને નુકસાન પહોંચાડે છે.

આ બેઠકમાં લોકસભાની ચૂંટણી લડવાની પદ્ધતિ ખાસ કરીને સીટની વહેંચણીની ફોર્મ્યુલા વિશે ચર્ચા ઓછી થશે કે કેમ આ બાબતે હજી ચોખવટ નથી થઈ. જોકે, નિતીશ કુમારે આપેલા અભિપ્રાય મુજબ ‘એક બેઠક-એક ઉમેદવાર’આની ચર્ચા તેમણે વિપક્ષી નેતાઓને મીટિંગ માટે તૈયાર કરવા વ્યક્તિગત રીતે મળ્યા ત્યારે પહેલેથી જ કરી હતી, કદાચ એજન્ડાનો ભાગ હોઈ શકે છે.જો સાથી પક્ષમાંથી કોઈએ નેતૃત્વનો મુદ્દો ઉઠાવ્યો, તો બેઠક નિષ્ફળ થવાની સંભાવના છે. પરિસ્થિતિની માંગ છે કે આ મુદ્દાને મતદાન પછીની ચર્ચા માટે બાકી રાખવો જોઈએ. એક થવા માંગતા આ પક્ષોનો મુખ્ય પ્રયાસ અને એજન્ડા શક્ય તેટલી વધુ બેઠકો જીતવાનો અને એકબીજાને તે માટે મદદ કરવાનો હોવો જોઈએ. નેતૃત્વના મુદ્દાને થોડો સમય રાહ જોવા દો.

અન્ય વિવાદાસ્પદ મુદ્દો એ છે કે શું પક્ષો માત્ર લોકસભાની ચૂંટણીઓ પૂરતા સાથે આવશે કે પછી આવનારી છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ. જો તેઓ વ્યાપક સ્તરે એકસાથે આવવા માટે સંમત ન હોય તો પણ, ઓછામાં ઓછુ સમાધાન શોધવું જોઈએ કે કેવી રીતે કોઈ ચોક્કસ પક્ષ જે કોઈ ચોક્કસ રાજ્ય અથવા વિસ્તારમાં મજબૂત છે તેને નુકસાન ન પહોંચે.

સમસ્યા ત્યારે આવી શકે છે કે કોંગ્રેસ ભારતભરમાં તેની હાજરીને કારણે પ્રાદેશિક પક્ષો મજબૂત હોય તેવા રાજ્યોથી સંપૂર્ણપણે દૂર રહેવાનું પસંદ નહીં કરે. અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી લડવાના તેના ઇરાદા પર ઉભરી રહેલી AAP જો કાયમ રહે, પછી ભલે ત્યાં અસ્તિત્વ હોય કે ન હોય. બેનર્જી અને કેજરીવાલ, બંને જેમણે પ્રસ્તાવ મૂક્યો કે પશ્ચિમ બંગાળને તૃણમૂલ કોંગ્રેસને હવાલે છોડી દેવા જોઈએ, અને કેજરીવાલે તેની વ્યૂહરચના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. નહિતર વિપક્ષી એકતા, એ ભૂતકાળની જેમ કંટાળાજનક દરખાસ્ત બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top