Gujarat

ઓમિક્રોન ગુજરાતના ગામડાંમાં પહોંચ્યો, વિજાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો


મહેસાણાની મહિલાને ઓમિક્રોન થયો : કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવા છતાં મહિલાને ચેપ લાગતા તંત્ર મૂંઝવણમાં મુકાયું, પતિના બેસણામાં ઝીમ્બાબ્વેથી આવેલા સ્વજનો દ્વારા ચેપ લાગ્યો હોવાની આશંકા

મહેસાણા: (Mehsana) કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ખતરનાક ઓમિક્રોન (Omicron) ગુજરાતના (Gujarat) ગામડાં સુધી પહોંચી ગયો છે. જામનગર (Jamnagar) અને સુરત (Surat) બાદ મહેસાણામાં એક મહિલાનો (Women) ઓમિક્રોન ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ (Positive) આવ્યો છે. અહીંના વિજાપુરના પિલવાઈ ગામમાં 6 દિવસ પહેલાં એક જ ઘરમાં રહેતા સાસુ અને વહુ કોરોના પોઝિટીવ આવ્યા હતા. બંનેના સેમ્પલ ઓમિક્રોનના ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા, જેમાં વહુનો ટેસ્ટ ઓમિક્રોન પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં આ સાથે ઓમિક્રોનનો 5મો કેસ નોંધાયો છે. આ પહેલાં જામનગરમાં 3, સુરતમા 1 કેસ નોંધાયો હતો.

પતિના બેસણામાં સાસુ-વહુમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા

પિલવાઈમાં રહેતા 43 વર્ષીય મહિલાના પતિના નિધન બાદ એક શોકસભાનું આયોજન કરાયું હતું, જેમાં સાસુ તેમજ વહુને સામાન્ય લક્ષણ દેખાતા તેઓના કોરોના ટેસ્ટ કરાવાયા હતા. બંનેના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા હતા. ત્યાર બાદ બંનેને હોમ કોરેન્ટાઈન કરી દેવાયા હતા. હવે મહિલાને ઓમિક્રોન વાયરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવતા તેને વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર હાલમાં ઓમિક્રોન કેસ મહેસાણામાં નોંધાયો છે.

મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોય તંત્ર ચિંતામાં મુકાયું

અત્યાર સુધી વિદેશથી આવતા લોકોમાં જ ઓમિક્રોનના લક્ષણો દેખાતા હતા પરંતુ મહેસામાના વિજાપુરના પિલવઈ ગામની 43 વર્ષીય મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાના સ્વજનોમાં ઝીમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા પ્રસંગે મળ્યા હાત. ઝીમ્બાબ્વેથી આવેલા સ્વજનોના 3-3 વાર રિપોર્ટ કરાવ્યા પરંતુ તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, ત્યારે તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે.

Most Popular

To Top