National

શીના બોરા મર્ડર કેસમાં ધડાકો: ઇન્દ્રાણીએ કહ્યું શીના જીવિત છે અને કાશ્મીરમાં છે..

મુંબઈ: (Mumbai) શીના બોરા મર્ડર કેસમાં (Sheena Bora Murder Case) વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્દ્રાણી મુખર્જી (Indrani Mukhrji) કહ્યું છે કે જેની હત્યા માટે તે જેલમાં છે તે દીકરી જીવિત છે. તેણે તપાસ એજન્સીને લખેલા પત્રમાં આ દાવો કર્યો છે. ઈન્દ્રાણી મુખર્જીએ કહ્યું છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધવી જોઈએ. ઈન્દ્રાણીનું કહેવું છે કે તેને જેલમાં એક મહિલા મળી જેણે તેને કહ્યું કે શીના જીવિત છે અને કાશ્મીરમાં (Kashmir) છે. આ ચોંકાવનારા બયાન બાદ ઇન્દ્રાણીએ સીબીઆઈ (CBI) તપાસની પણ માંગ કરી છે.

શીના બોરા મર્ડર કેસમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. 2012માં પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં જેલમાં બંધ ઈન્દ્રાણી મુખર્જીએ જેલમાંથી કેન્દ્રીય તપાસ એજન્સીને પત્ર લખ્યો છે. પત્રમાં ઈન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધી કાઢવી જોઈએ. મુખર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે કાશ્મીરમાં શીના બોરા જીવિત છે. પૂર્વ મીડિયા કાર્યકર અને શીના બોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જેલમાં તેને મળેલી એક મહિલા કેદીએ જણાવ્યું છે કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી.

જેની લાશ રાયગઢના જંગલમાંથી મળી આવી હતી તે કોણ હતું?
ઈન્દ્રાણીના વકીલે આ સમગ્ર મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. ઈન્દ્રાણીના વકીલનું કહેવું છે કે તેણે આ પત્ર સીધો સીબીઆઈને લખ્યો છે, જેના કારણે તે નથી જાણતા કે આ પત્રમાં શું અને કેવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે તે જેલમાં જશે ત્યારે તે ઈન્દ્રાણી પાસેથી આ મામલાની માહિતી મેળવી શકશે. આ દરમિયાન સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એપ્રિલ 2012માં મહારાષ્ટ્રના રાયગઢના જંગલમાંથી કોની લાશ મળી આવી હતી, જેને સીબીઆઈએ પણ શીના બોરાની લાશ હોવાની પુષ્ટિ કરી હતી.

ફોરેન્સિક રિપોર્ટમાં શીનાના મૃતદેહની પુષ્ટિ થઈ હતી
રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો શીના બોરાના હતા. AIIMSના ફોરેન્સિક રિપોર્ટ દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આ જ રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો શીના બોરાના હતા.

ઈન્દ્રાણીના પત્રે તપાસ એજન્સીઓની ચિંતા વધારી દીધી છે
ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ ડાયરેક્ટરને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે તે તાજેતરમાં જેલમાં એક મહિલાને મળી હતી જેણે તેને કહ્યું હતું કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. જેલમાં બંધ મહિલાની વાતમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ઈન્દ્રાણી મુખર્જીના પત્રે તપાસ એજન્સીઓની તપાસ પર સવાલો ઉભા કર્યા છે. જો સીબીઆઈએ 2012માં શીના બોરાને મૃત જાહેર કરી દીધી હતી, તો કાશ્મીરની છોકરી કોણ છે અને રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો કોના છે. આવી સ્થિતિમાં સીબીઆઈ સામે મોટો પડકાર ઉભો થયો છે. જણાવી દઈએ કે ઈન્દ્રાણી 2015થી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે.

Most Popular

To Top