Gujarat

રાજ્યના નર્સિંગ કર્મચારીઓને ૧લી જુલાઇથી હવે ૩૦૦૦નું નર્સિંગ એલાઉન્સ અપાશે

રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦નો‌ એટલે કે, ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ ૧ લી જુલાઇ ૨૦૨૧થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જેનો લાભ ૧૫૦૦૦થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે રાજ્યના આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે ૨૦૦૦ જેટલી સ્ટાફ નર્સોની ભરતી કરવાની મંજૂરી આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવાઇ છે. જેની પરીક્ષા આગામી ૨૦ મી જુન, ૨૦૨૧ના રોજ જી.ટી.યુ. દ્વારા લેવાનાર છે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરી સત્વરે આદેશો કરવામાં આવશે.

ગુરૂવારે ગાંધીનગર ખાતે યુનાઇટેડ નર્સિંગ ફોરમની માંગણીઓ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ફોરમના પ્રમુખ દિપકમલ વ્યાસ, સલાહકાર જ્યોત્સનાબેન ચૌધરી, વિક્રમ પટેલ તથા આરતી પરમાર સહિતના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં ફોરમનાં પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઇ હતી. યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા બઢતી-બદલી સહિતના અન્ય પ્રશ્નો અંગે પણ રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ થકી સત્વરે નિર્ણય લેશે.

Most Popular

To Top