Entertainment

તારક મહેતા શોમાંથી આ હસીના દર્શકોને કહી શકે છે અલવિદા

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka oolta chashma ) શો લોકોમાં ચર્ચિત શો છે. તેના ફેન્સ ફોલોઈંગ પણ દુનિયાભરમાં છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કોઈને કોઈ કારણસર શોના કલાકારો (Actor) શો છોડી રહ્યાં છે. થોડા દિવસ અગાઉ જેઠાલાલના ફાયરબ્રિગેડ એટલે કે શૈલેષ લોઢાએ શો છોડવા અંગેની જાણકારી આપી હતી ત્યારે હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે હવે જેઠાલાલનો સાથે બબીતાજી એટલેકે મુનમુન દત્તા પણ શો છોડશે.

સબ ટીવીની ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નામાંકિત અભિનેત્રી બબીતા​જીનું નામ આવે એટલી સૌ કોઈના ચહેરા ઉપર હસી આવી જાય છે. શોમાં બબીતાજી અને જેઠાલાલની જે કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે તે દિલ્ચસ્પ બતાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ શૈલેષ લોઢા બાદ હવે મુનમુન દત્તા પણ શો છોડી દે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બિગ બોસ OTTની સેકન્ડ સીઝન માટે મુનમુન દત્તા જઈ રહી છે. ત્યાર પછી એવી ચર્ચાએ જો પકડયું છે કે જો બિગ બોસ OTTની સેકન્ડ સીઝન માટે મુનમુન દત્તા જઈ રહી હોય તો તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કહી શકે છે.

મુનમુન દત્તા આજે ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ છે. લોકો તેમને મુનમુન દત્તા તરીકે નહિ પરંતુ બબીતાજીના નામથી વધુ ઓળખે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા ​​જીની દરેક એક્ટિંગથી જેઠાલાલ પ્રભાવિત છે, પરંતુ મુનમુન દત્તાની સ્ટાઈલના લાખો ચાહકો છે. જો મુનમુન આ શોનો હિસ્સો બની રહેશે છે, તો ચોક્કસ લોકોને પણ ઘણું મનોરંજન મળશે.

34 વર્ષની મુનમુન દત્તાએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે હાલમાં તે જીવનનો ઘણો આનંદ માણી રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા પણ તે કેટલીક સિરિયલોમાં જોવા મળી હતી પરંતુ તેને આ શોથી લોકપ્રિયતા મળી છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ પોતાના સુંદર વીડિયો શેર કરતી રહે છે.

Most Popular

To Top