Entertainment

“મેડ IN હેવન 2” ફેમ એક્ટર રિયો કાપડિયાનું થયું નિધન, 15 સપ્ટેમ્બરે થશે અંતિમ સંસ્કાર

મુંબઇ: હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા (Actor) રિયો કાપડિયા (Rio Kapadia) હવે આ દુનિયામાં આપણી વચ્ચે નથી રહ્યા. રિયો કાપડિયા શાહરૂખ ખાનની ‘ચક દે ઈન્ડિયા’ અને આમિર ખાનની ‘દિલ ચાહતા હૈ’ સહિત ઘણી મોટી અને શ્રેષ્ઠ ફિલ્મોના ભાગ હતા. અભિનેતાના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં છે. રિયો કાપડિયા હવે આ દુનિયામાં નથી. અભિનેતાનું 13 સપ્ટેમ્બર, બુધવારે 66 વર્ષની વયે અવસાન થયું હતું.

મળતી માહિતી મુજબ અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બરે મુંબઈમાં થશે. જો કે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. ગયા વર્ષે રિયોના કેન્સરનું નિદાન થયું હતું. રિયો ઘણી ટીવી સિરિયલો અને મોટી ફિલ્મોમાં જોવા મળ્યા છે. અભિનેતાએ આમિર ખાન, શાહરૂખ ખાન અને રાની મુખર્જી જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. રિયો કાપડિયા શાહરૂખ ખાનની ‘ચક દે ઈન્ડિયા’, ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘દિલ ચાહતા હૈ’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે છેલ્લે પ્રાઇમ વિડિયોની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન 2’માં જોવા મળ્યા હતા.

રિયોએ 5 જૂને ઇન્સ્ટાગ્રામ પર તેમની છેલ્લી પોસ્ટ કરી હતી. આમાં તેમણે પોતાના વેકેશનની કેટલીક ઝલક બતાવી છે. પરિવાર સાથે રિયો યુરોપ ટ્રીપ પર ગયા હતા. પેરિસમાં બધાએ ખૂબ મજા કરી. ફોટો અને વીડિયો શેર કરતા રિયોએ કેપ્શનમાં લખ્યું- અમે યુરોપિયન ટ્રિપની છેલ્લી યાત્રામાં પેરિસ પહોંચી ગયા છીએ. એફિલ ટાવર પરથી પેરિસ જોવાનો પોતાનો અનોખો આનંદ છે. અમે આ સુંદર શહેરમાં પેરિસની ટોચની રેસ્ટોરન્ટમાં અમારું છેલ્લું ડિનર લીધું હતું.

રિયો છેલ્લે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન 2’માં જોવા મળ્યા હતા. અગાઉ વર્ષ 2021માં રિયોએ ‘ધ બિગ બુલ’માં અભિષેક બચ્ચન સાથે કામ કર્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિયોએ ‘હેપ્પી ન્યૂ યર’, ‘મર્દાની’, ‘પ્રધાનમંત્રી’, ‘હમ હૈ રાહી કાર કે’, ‘શ્રી’, ‘એક અનહોની’, ‘મુંબઈ મેરી જાન’ અને ‘જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ‘ચક દે ઈન્ડિયા’માં પણ કામ કર્યું છે. આ સિવાય તે ટીવીની દુનિયામાં પણ ખૂબ એક્ટિવ હતા. તેમણે સ્ટાર પ્લસની લોકપ્રિય ઐતિહાસિક સિરિયલ ‘મહાભારત’માં પાંડુની ભૂમિકા ભજવી હતી. જે વર્ષ 2013માં આવી હતી. આ સિવાય તેમને ‘સપને સુહાને લડકપન કે’ થી પણ ઘણી ઓળખ મળી છે.

Most Popular

To Top