SURAT

BRTSની ચાલુ બસમાં મુસાફરને ટિકિટ મુદ્દે કનડક્ટરે મુક્કા મારી મોઢું સુજાવ્યું

સુરત: લાલદરવાજા થી મજૂરાગેટ (Majura gate) આવવા માટે BRTSની બ્લ્યુ બસમાં (Blue Bus) બેસેલા મુસાફરને ઉધના દરવાજા નજીક ટિકિટ (Ticket) મુદ્દે કંડક્ટરે (Conductor) મુક્કા મારી મોઢું સુજાવી નાખ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ આંખની પાપણ ફાડી નાખેલી હાલતમાં સિવિલ (Hospital) આવેલા યુવકે જણાવ્યું હતું કે કમેલા દરવાજા બાદ ટિકિટ માગી અને 5 રૂપિયા આપ્યા એટલે ગુસ્સે ભરાઈ ને અન્ય મુસાફરોની સામે ચાલુ બસમાં માર મરાયો છે. પોલીસ (Police) PCR વાનના કર્મચારીઓ એ પણ હકીકત સાંભળી મને જ ધમકાવ્યો હતો. એવા ઓરોપીના આક્ષેપો છે.

ધર્મેશભાઈ સુરેશભાઈ પટેલ (ઉ.વ. 27) એ જણાવ્યું હતું કે તેઓ ભટાર ગાંધી કુટિર નજીક રહે છે અને કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. આજે તેઓ લાલ દરવાજાથી મજુરાગેટ આવવા બ્લ્યુ બસમાં બેઠા હતા. કમેલા દરવાજા આવી ગયા બાદ તેમણે ટિકિટની માગ કરતા કંડકટર એ 5 રૂપિયા લઈ ભલતા જ સ્ટેશનની ટિકિટ આપી દીધી હતી. બસ એ બાબતે પૂછવા જતા તમામ મુસાફરોની સામે કંડકટર હાથપાઈ પર ઉતરી પડ્યો હતો. મોઢા પર મુક્કા મારી આંખ ઉપરની પાપણ ફાડી નાખી હતી. જો કે બસમાં ઉપસ્થિત કોઈ બચાવવા ન આવ્યું હતું. ત્યારબાદ ઉધના દરવાજા આવતા બસ ચાલકે PCR વાન બોલાવી મને સોંપી દીધો હતો. લોહી નીકળતી હાલતમાં મેં તમામ હકીકત પોલીસને જણાવી તો પણ પોલીસે મને ધમકાવી કાઢી મુક્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે લોહી લુહાણ હાલતમાં આખરે હું સારવાર માટે સિવિલ આવ્યો છું. મારો કોઈ વાંક ન હતો છતાં મને જાહેરમાં તમામની સામે મારવામાં પણ આવ્યો અને પોલીસે ધમકાવી મારી ફરિયાદ પણ ન સાંભળી એની દુઃખ છે. સાહેબ મને ટાકા આવશે કે નહીં, વધારે ફાટી ગયું છે મોઢામાં પણ દુખાવો થાય છે એક ગરીબની વ્યથા સાંભળી ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

Most Popular

To Top