Entertainment

શું ખરેખર બબીતા​​જી એ ટપ્પુ સાથે સગાઈ કરી?- મુનમુન દત્તાએ તોડ્યું મૌન

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashma) શો લોકોનો ફેવરિટ શો (TV Show) છે. તેમજ આ શોની મજબૂત ફેન ફોલોઈંગ (Fan Following) છે. જે દેશભરમાં લોકોને હસાવે છે. શોના દરેક પાત્રને પણ ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો છે. આ શોમાં જેઠાલાલ અને દયા બેનની જેમ બબીતા ​​જી (Munmun Dutta) અને ટપ્પુના (Raj Anadkat) પાત્રો પણ ખૂબ લોકપ્રિય છે.

મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં વર્ષોથી બબીતા ​​જીનું પાત્ર ભજવી રહી છે. અગાઉ રાજ અનડકટ ટપ્પુના રોલમાં જોવા મળ્યો હતો. ગઈકાલે અચાનક સમાચાર આવ્યા કે રાજ અને મુનમુને વડોદરામાં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને લોકો ચર્ચા કરવા લાગ્યા કે શું મુનમુન દત્તાની ખરેખર સગાઈ થઈ ગઈ છે. ત્યારે મુનમુન દત્તાએ પોતે આ મામલાની સત્યતા જણાવી છે.

મુનમુને પ્રતિક્રિયા આપી
મુનમુન દત્તાએ આ મામલે ઈન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયા આપી છે. તેણે એક પછી એક ચાર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેણીએ સમગ્ર મામલાની સત્યતા જણાવવાનો પ્રયાસ કર્યો છે. હાવભાવથી શરૂ કરીને મુનમુન દત્તા મુદ્દા પર આવી અને તેણે સગાઈના તમામ સમાચારોને નકલી ગણાવ્યા.

પ્રથમ સ્ટોરીમાં અભિનેત્રીએ CAAની ન્યુઝને અસલી અને તેણીની સગાઇની ન્યુઝને ફેક ગણાવતા કહ્યું, ‘ઓહ નો, નોટ અગેઇન!’ મુનમુનની આ સ્ટોરીઓ ઉપરથી કહી શકાય કે તમામ ન્યુઝ અફવા છે. ન કે રીયાલીટી.

મુનમુને આખું સત્ય જણાવ્યું
ત્રીજી સ્ટોરીમાં અભિનેત્રીએ લખ્યું, ‘ફેક ન્યૂઝ ચાલુ રહેશે, પરંતુ ગર્લ્સ ગેંગની કોફીને કોઇ બીટ કરી શકે નહીં.’ ચોથી સ્ટોરીમાં, તેની એક મિત્રતાની રીલ શેર કરતી વખતે, તેણે યો બ્રો લખ્યું હતું.

તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી
રાજ અનડકટે પણ સગાઈના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે અને તેણે તેને સંપૂર્ણપણે ફેક પણ ગણાવ્યા છે. રાજ અનડકટ અને મુનમુન દત્તા વચ્ચેના સંબંધોના સમાચાર વર્ષ 2019-20માં સામે આવ્યા હતા, જ્યારે બંને ઘણી વખત ડેટ પર સાથે જોવા મળ્યા હતા.

બંનેની સાથે હેંગઆઉટ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે સમય દરમિયાન પણ બંનેએ સતત ઇનકાર કર્યો હતો કે તેઓ કોઈપણ સંબંધમાં છે. મુનમુન દત્તાએ સોશિયલ મીડિયાની મદદથી સ્પષ્ટ કર્યું હતું કે આ બધી વાતો અફવા છે. થોડા સમય પછી રાજ અનડકટે શો છોડી દીધો, પરંતુ મુનમુન હજુ પણ શોનો ભાગ છે. બંને વચ્ચે 9 વર્ષનો તફાવત છે. મુનમુન 36 વર્ષની છે, જ્યારે રાજ 27 વર્ષનો છે.

Most Popular

To Top