Vadodara

વડોદરાના બીલમાં ગાર્ડનની જગ્યાએ પાર્ટી પ્લોટ બનાવવાનું નક્કી થતા સ્થાનિકોનો વિરોધ

*બીલ ટી.પી.1 માં અગાઉ વુડા દ્વારા 110 નંબરના પ્લોટમાં ગાર્ડન બનાવવાનું નક્કી કરાયા બાદ તેની જગ્યાએ સ્ટેન્ડિંગમાં પાર્ટી પ્લોટ બનાવવાનું નક્કી કરાતાં સ્થાનિકો નારાજ


વડોદરા કોર્પોરેશનના હદ વિસ્તારમાં જે નવા ગામ ઉમેરવામાં આવ્યા છે. તેમાં બીલ ગામ માં TP 1 માં 110 નંબરના પ્લોટમાં વુડામાં નક્કી થયેલ મુજબ ગાર્ડન બનાવવા માટે જગ્યા ફાળવેલ હતી. જ્યારે આ વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ કોર્પોરેશન દ્વારા આ બીલ TP 1માં આવેલ 110 નંબરના પ્લોટમાં ગાર્ડનની જગ્યા પર પાર્ટી પ્લોટ બનાવવાનું સ્ટેન્ડીંગ કમિટીએ નક્કી કરવામાં આવેલ છે. આ બાબતે આસપાસની 25 જેટલી સોસાયટીના રહીશો તેનો વિરોધ કરવામાં આવ્યો .
કોર્પોરેશન દ્વારા ક્યારેય પણ ત્યાંના સ્થાનિક લોકોની શું જરૂરિયાત છે તેને સમજવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. અધિકારીઓ પોતાની મરજી મુજબ પોતાનું આયોજન કરતા હોય છે જેનો આસપાસની સોસાયટી વાળાએ વિરોધ કરવામાં આવ્યો તેમજ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને બોલાવીને આવેદન પત્ર આપવામાં આવ્યું . તેમજ વિસ્તારના કોર્પોરેટોએ ખાત્રી આપી કે ગાર્ડન ની જ્ગ્યા એ પાર્ટી પ્લોટ નહીં બને અને વિસ્તારના નાગરિકોની વાત કોર્પોરેશન સુધી પહોચાડશે.

Most Popular

To Top