હવે ગાડી ચલાવતા જો આ એપ્લીકેશનનો ઉપયોગ કર્યો તો આવી જ બન્યું જોજો !

ગૂગલ મેપ ( google map) ડ્રાઇવિંગ કરતી વખતે આપણો સર્વશ્રેષ્ઠ નેવિગેટર છે. અનુમાન લગાવી શકાય છે કે સમગ્ર એપ્લિકેશન ( application) આધારિત કેબ એગ્રિગેટર ઉદ્યોગ સંપૂર્ણપણે ગૂગલ મેપ પર ટકી રહે છે. આજે ગૂગલ મેપની સહાયથી ગમે ત્યાં ત્વરિત એક્સેસ મેળવી શકાય છે. જો તમને કોઈના ઘરે પહોંચવું હોય તો, મોબાઈલ પર લાઇવ લોકેશન ( live location) મેળવો, કોઈનો રસ્તો પૂછ્યા વિના સરળતાથી ઘરે પહોંચી જાઓ પરંતુ ડ્રાઇવિંગ કરતી વખતે ગૂગલ મેપનો ઉપયોગ કરવાથી તમારું ચલાન પણ કપાવાની સંભાવના રહે છે.

હવે ગાડી ચલાવતા જો આ એપ્લીકેશનનો ઉપયોગ કર્યો તો આવી જ બન્યું જોજો !

તાજેતરમાં રાજધાની દિલ્હીમાં એક વ્યક્તિ ગૂગલ મેપને જોતી વખતે કાર ચલાવતો હતો, તેની ભૂલ એ હતી કે તેની પાસે કારની ડેશ બોર્ડ પર મોબાઇલ હોલ્ડર ન હતું અને તે હાથમાં ફોન લઈને ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. દિલ્હી પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું કે, વ્યક્તિ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો, જે ગેરકાયદેસર છે. જો કે, તે વ્યક્તિએ દલીલ કરી કે તે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો નથી, તેના બદલે તે ફોનમાં ગુગલ મેપ ચાલુ કરી ગયો હતો અને તે સ્થાન પર પહોંચવા માટે ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો, જેથી તેને વારંવાર સરનામું શોઘવું ન પડે.

હવે ગાડી ચલાવતા જો આ એપ્લીકેશનનો ઉપયોગ કર્યો તો આવી જ બન્યું જોજો !

દિલ્હી પોલીસે ગુનાની નોટમાં લખ્યું છે કે, ‘ડ્રાઇવિંગ કરતી વખતે હેન્ડહેલ્ડ કમ્યુનિકેશન ડિવાઇસનો ઉપયોગ, એટલે કે વાહન ચલાવતા સમયે હાથમાં ફોનનો ઉપયોગ કરવો. આરોપી શખ્સે પોતાની કારમાં મોબાઇલ હેન્ડલ મૂક્યું ન હતું અને હાથમાં ફોન સાથે ગૂગલ મેપનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે મોટર વ્હીકલ એક્ટ ડ્રાઇવિંગ ( driving) કરતી વખતે ફોન પર વાત કરવા અથવા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધિત કરે છે. તે જ સમયે, હાથમાં ફોન પકડવાને કારણે અકસ્માતનું જોખમ છે, આ કિસ્સામાં પણ આ જ વિભાગમાં ચાલન કાપી લેવામાં આવ્યો છે. પોલીસના કહેવા મુજબ, લોકો વાહન ચલાવતા સમયે ફોનના સ્પીકર પર વાત કરે છે અથવા હેન્ડ્સ ફ્રી રાખીને ચાલન કાપવાની પણ જોગવાઈ છે. પોલીસનું કહેવું છે કે વાહન ચલાવતી વખતે જે પણ વિચલિત થાય છે તે ગુનાની શ્રેણીમાં આવે છે. મોટર વાહન અધિનિયમ મુજબ આ કેટેગરીમાં ગુનો કરવા બદલ 1000-5000 રૂપિયા સુધીનું ચલણ કાપવાની જોગવાઈ છે.

Related Posts