Business

હવે ડિજીટલ પેમેન્ટ પર પણ RBI ચાર્જ લેશે?

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક ચીજો પર જીએસટી(GST) લાદવામાં આવ્યો છે અને એમ કરીને સરકારની આવક વધારવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે અને હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) પણ આ પ્રકારના પગલા લેવા માગે છે અને યુપીઆઈ(UPI) મારફત કરવામાં આવતા પેમેન્ટ(Payment) પર ચાર્જ(charge) લેવાની વિચારણા જાહેર કરી છે. રિઝર્વ બેન્ક દ્વારા સંબંધિતો પાસેથી આ માટેના સૂચનો અને ફીડબેક માગવામાં આવ્યા છે અને બેંકનો વિચાર એવો છે. પેમેન્ટ માટે અલગ અલગ પેમેન્ટ સર્વિસ પર અલગ અલગ ચાર્જ રાખવામાં આવે. 3જી ઓક્ટોબર પહેલા તમામ સૂચનો અને પબ્લિકનો મત માંગવામાં આવ્યો છે અને ત્યારબાદ આ બાબતમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે.

લોકો પાસે અભિપ્રાયો મંગાવવામાં આવ્યા
યુપીઆઈ મારફત કરવામાં આવતા પેમેન્ટ પર અલગ-અલગ પ્રકારના ચાર્જ લેવા અંગે રીઝર્વ બેંકનું ડિસ્કશન પેપર જાહેર થયું છે અને અલગ અલગ પેમેન્ટ સર્વિસ પર ચાર્જ લેવા અંગેનો વિચાર તરતો મુકવામાં આવ્યો છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ માટે અલગ અલગ ચાર્જ નક્કી કરવાની રીઝર્વ બેંકની વિચારણા છે એમ કરીને જંગી આવક ઉભી કરવાનો રીઝર્વ બેંકનો પ્રયાસ દેખાઈ રહ્યો છે. જો કે અનેક એવા સૂચનો મળે છે અનેક એવા અભિપ્રાય મળે છે અને જનતામાંથી કેવા મત પ્રાપ્ત થાય છે તેના પર અંતિમ નિર્ણય આધારિત રહેશે. રિઝર્વ બેંકના વર્તુળો એ કહ્યું છે કે જનતાનો જે અભિપ્રાય હશે તે મુજબ પેમેન્ટ સિસ્ટમ માં સુધારો કરવા માટે નિર્ણય કરવામાં આવશે અને યુપીઆઈ પેમેન્ટ સાથે જોડાયેલા તમામ સંબંધિત પાસેથી ચા અંગેના અભિપ્રાયો પણ માગવામાં આવ્યા છે અને તેનો પણ અભ્યાસ કરવામાં આવશે અને ત્યાર બાદ નિર્ણય કરવામાં આવશે.

RBIએ ઉઠાવ્યા સવાલો
UPI એ IMPS જેવી ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જેથી એમાં દલીલ થઈ રહી છે કે ફંડ ટ્રાન્સફર કરતી વખતે UPI પર પણ IMPS જેવા ચાર્જીસ લગાવવા જોઈએ. જોકે હાલમાં UPIની ચુકવણી વખતે યુઝર્સ પર કે રિટેઇલર્સ પર કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં નથી આવતી. હવે જો UPI ટ્રાન્ઝેક્શન પર ફી વસૂલવામાં આવે તો એ વ્ટવહારના મૂલ્યને આધારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ (MDR) રેટ લાગુ કરવો જોઈએ કે વ્યવહારના મૂલ્યની પરવા કર્યા વગર MDRના રૂપે એક નિશ્ચિત રકમ લાગુ કરવી જોઈએ? આવો સવાલ RBIએ ઉઠાવ્યો છે. બેન્કે આ મુદ્દે સલાહસૂચનો મગાવ્યાં છે અને સવાલ કર્યો છે કે RBIએ જેતે વ્યવહાર પર ફી નક્કી કરવી જોઈએ કે જનતાને એ ફી નક્કી કરવા દેવી જોઈએ? MDR એ ખર્ચ છે જે મર્ચન્ટ ચુકવણીની પ્રક્રિયા વિવિધ પેમેન્ટ્સ પદ્ધતિથી કરે છે. RBI જણાવ્યા અનુસાર સ્ટેકહોલ્ડર ચુકવણીની પ્રક્રિયા માટે વ્યક્તિથી મર્ચન્ટ (P2M) વ્યવહાર પર કુલ રૂ. બેની ફી વસૂલે છે, જેનો ખર્ચ રૂ. 800 છે.

Most Popular

To Top