Entertainment

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ પર નૃત્ય કરી જીત્યા લોકહૈયા, વીડિયો

જામનગર: નીતા અંબાણીએ (Nita Ambani) તેમના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) પ્રી-વેડિંગમાં (Pre-wedding) વિશ્વંભરી સ્તુતિ (Viswambhari Stuti) પર સુંદર પ્રેઝન્ટેશન (presentation) આપ્યું હતું. અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલ્યું. તેમજ આ પ્રિ-વેડિંગ ફંક્શન ગઇકાલે 3 માર્ચ રવિવારની રાત્રે મહા આરતી સાથે કેટલાક વિશેષ પ્રદર્શન સાથે સમાપ્ત થયું હતું.

આ ફંક્શનમમાં શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સે પોતાના શાનદાર પ્રદર્શનથી ફંક્શનમાં ધૂમ મચાવી હતી. તેમજ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અને પુત્રવધૂ માટે ભક્તિમય ગીત વિશ્વંભરી સ્તુતિ પર તેમના શાસ્ત્રીય નૃત્ય દ્વારા દરેકના દિલ જીતી લીધા હતા.

નીતા અંબાણીએ અનંત-રાધિકા માટે ડાન્સ કર્યો હતો
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં નીતા અંબાણીએ રજૂ કરેલું ગીત મા અંબેને સમર્પિત છે. ત્યારે નીતા અંબાણીએ આ સ્તુતિ ઉપર નૃત્ય પ્રત્સુત કરી ફરી એક વાર સનાતન સંસ્કૃતિની ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરી છે. આ નૃત્ય પ્રસ્તુ કરવા નીતા અંબાણીએ પરંપરાગત નારંગી સાડી પહેરી હતી. નીતા અંબાણીના આ નૂત્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. તેમજ દરેક વ્યક્તિ નીતા મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે.

અનંતે કહ્યું હતું, માતા નવ દિવસ નવરાત્રિના વ્રત કરે છે
અગાઉ પોતાના પ્રી વેડિંગની કોકટેલ પાર્ટીમાં અનંતે ઇમોશનલ સ્પીચ આપી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તેની માતા નીતા અંબાણી પણ સનાતન ધર્મમાં ખુબ વિશ્વાસ રાખે છે. તેમજ નવરાત્રી દરમિયાન નવ દિવસના ઉપવાસ પણ કરે છે. તેમજ વધુમાં અનંતે કહ્યું હતું, ‘મારી માતા છેલ્લા 4 મહિનાથી દરરોજ 18-18 કલાક કામ કરે છે. તમે અહીં જુઓ છો તે બધી વ્યવસ્થા મારી માતા દ્વારા કરવામાં આવી છે. અનંતે વધુમાં કહ્યું મારા અને રાધિકાને આશીર્વાદ અને પ્રેમ આપવા જામનગર પધારનાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

ખુબ જ ધાર્મિક છે નીતા અંબાણી
બાળપણથી જ નીતા અંબાણી નવરાત્રિ દરમિયાન માતાજીની સ્તુતિ સાંભળતા આવ્યા છે. તેમણે અનંત અને તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટની આગળની જીવન યાત્રા માટે મા અંબેના આશીર્વાદ મેળવવા માટે વિશ્વંભરી સ્તુતિ પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ સાથે જ તેણીએ તેનું પ્રદર્શન તેની પૌત્રીઓ આદિયા, શક્તિ અને વેદને પણ સમર્પિત કર્યું હતું.

Most Popular

To Top