Gujarat

વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વિધાનસભામાં નવમાં સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ.નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી દરખાસ્તને શાસકપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ ઉત્સાહભેર વધાવી લઇને સર્વાનુમતે ટેકો આપ્યો હતો. આ પ્રસંગે વિધાનસભા ગૃહમાં મંત્રીમંડળના સભ્યો, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ ધારાસભ્યોએ ડૉ.નીમાબેન આચાર્યને ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

નીમાબેન આચાર્ય વ્યવસાયે ડોક્ટર છે

ર્ડા. નીમાબેન ભાવેશભાઈ આચાર્ય, ભૂજ મત વિભાગ (કચ્છ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૧રમી ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના નાગનેશ ખાતે થયો હતો. તેઓએ એમ.બી.બી.એસ., ડી.જી.ઓ. અને ગાયનેક ઓબસ્ટ્રેટીક એમ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ વ્યવસાયે ડૉકટર છે. તેઓ નવમી, અગીયારમી, બારમી અને તેરમી વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

Most Popular

To Top