World

મેક્સિકોમાં નેવીનું હેલિકોપ્ટર ક્રેશ થતા 14 લોકોના મોત

મેક્સિકો: મેક્સિકો(Mexico)ના સિનાલોઆ(Sinaloa)માં નેવીનું બ્લેક હોક(black Hock) હેલિકોપ્ટર(Helicopter) ક્રેશ(Crashed) થઇ ગયું હતું. બ્લેક હોક મેક્સિકનનું સૈન્ય હેલિકોપ્ટર હતું. જેમાં 15 લોકો સવાર હતા. જે પૈકી 14 લોકોના મોત થયા હતા જ્યારે 1 વ્યક્તિ ઘાયલ થયો છે. આ દુર્ઘટન નું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવકર્મીઓએ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના મેક્સિકન ડ્રગ માફિયા રાફેલ કેરો ક્વિંટેરોની ધરપકડ પછી તરત જ બની હતી, તેથી ઘણી શંકાઓ ઉભી થવા પામી છે.

  • દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 15 લોકો સવાર હતા
  • અકસ્માતમાં 14 લોકોના મોત અને 1 ઘાયલ
  • ઘટનાનું કારણ અકબંધ, નેવીએ તપાસનાં આદેશ આપ્યા

મીડિયાની જાણકારી અનુસાર, મેક્સિકન નેવીનું હેલિકોપ્ટર બ્લેક હોક સિનાલોઆના લોસ મોચીસમાં ક્રેશ થયું હતું. સ્થાનિક મીડિયાએ નૌકાદળનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ મેક્સિકોમાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થતાં 14 લોકો માર્યા ગયા હતા. ખાસ વાત એ છે કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બ્લેક હોકમાં કુલ 15 લોકો સવાર હતા. અકસ્માતનું કારણ જાણવા માટે નેવી અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.

ડ્રગ માફિયાની ધરપકડ સાથે જોડાયેલા છે તાર
આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટના મેક્સિકન ડ્રગ માફિયા રાફેલ કેરો ક્વિંટેરોની ધરપકડ પછી તરત જ બની હતી. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ અકસ્માતનાં તાર ડ્રગ માફિયાઓની ધરપકડ સાથે જોડાયેલો હોઈ શકે છે.

કોણ છે રાફેલ કેરો ક્વિન્ટેરો?
રાફેલ કેરો ક્વિન્ટેરો એક કુખ્યાત ડ્રગ એડિક્ટ છે. મેક્સિકન પોલીસે શુક્રવારે જ તેની ધરપકડ કરી હતી. ક્વિંટેરોને 1985માં અમેરિકન એન્ટી-નાર્કોટિક્સ એજન્ટની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. રાફેલે યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA)ના ભૂતપૂર્વ એજન્ટ એનરિક ‘કિકી’ કેમરેનાની હત્યા કરી હતી. આ હત્યા માટે તેણે 28 વર્ષની જેલની સજા ભોગવી હતી. રાફેલ પણ એફબીઆઈ(FIB)ના 10 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક છે. મેક્સીકન નેવીએ કહ્યું કે અત્યાર સુધી હેલિકોપ્ટર ક્રેશને ક્વિન્ટેરોની ધરપકડ સાથે કોઈ તાર જોડાયેલા હોય એવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

ગયા મહિને ઈટાલી થયો હતો અકસ્માત
ગયા મહિને ઇટાલીમાં એક વિમાન દુર્ઘટના થઈ હતી, જેમાં વિમાનમાં સવાર તમામ 7 લોકોનાં મોત થયા હતા. હેલિકોપ્ટર ઇટાલીના લુકા શહેરથી ટ્રેવિસો શહેરમાં ઉડ્યું હતું. પરંતુ મોડેના વિસ્તાર પાસે તેનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારથી તેને શોધવાની ઝુંબેશ ચાલી રહી હતી. આ દરમિયાન એક ક્લાઇમ્બરની મદદથી હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢવામાં આવ્યો છે. તેમાં સવાર તમામ 7 લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટર લુકા શહેરથી ટેકઓફ કર્યા પછી જ ખરાબ હવામાનને કારણે ગુમ થઈ ગયું હતું. તેનો એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો.

Most Popular

To Top