Dakshin Gujarat

‘અમે કોર્ટમાં તારા ઉપર હુમલો કરી શકતા હોય તો તારા ઘરે આવીને પણ હુમલો કરી શકીએ છીએ’

નવસારી : નવસારીનની (Navsari) કોર્ટમાં યુવાને ચપ્પુ બતાવી અન્ય યુવાનને માર મારતો હોવાનો વિડીયો વાઈરલ (Video viral) થયો હતો. આ બાબતે પોલીસે (Police) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી-બારડોલી રોડ પર મેઘદૂત સોસાયટીમાં વાઘાભાઇ દેવાભાઈ ભરવાડ તેમના પરિવાર સાથે રહે છે. વાઘાભાઇ વિરુદ્ધ ચારેક મહિના અગાઉ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે 307 મુજબનો ગુનો નોંધાયો હતો. જેથી વાઘાભાઈએ કોર્ટમાં આત્મસમપર્ણ કરતા કોર્ટે તેને સબજેલ ખાતે મોકલી આપ્યા હતા. ગત 3જીએ વાઘાભાઇ જામીન ઉપર મુક્ત થયા હતા. કોર્ટે વાઘાભાઈને તેમનો પાસપોર્ટ કોર્ટમાં જમાં કરાવવા જણાવ્યું હતું. જેથી ગત 12મીએ વાઘાભાઇ તેમના વકીલ શૈલેષ મોદી સાથે કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવી કોર્ટ બિલ્ડીંગની બહાર નીકળતા હતા. દરમિયાન એક અજાણ્યો ઇસમં વાઘાભાઇ પાસે જઈ અમારો વકીલ વિજય નાયક અને જય નાયક આર.વી.ડી. નો પ્રમુખે મને સોપારી આપી છે.

  • નવસારીનની કોર્ટમાં યુવાને ચપ્પુ બતાવી અન્ય યુવાનને માર માર્યો, વિડીયો વાઈરલ થયો
  • નવસારીની સહયોગ સોસાયટીના બંગલાનું સાટાખત કેન્સલ કરી નાખવા કોર્ટમાં હુમલો
  • અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ શરુ

આ મારામારીનો વિડીયો ઉતારતા વિડીયો વાઈરલ થયો
સહયોગ સોસાયટીમાં આવેલા બંગલાનું સાટાખત છે તે સાટાખત કેન્સલ કરી નાખજે, જો અમે કોર્ટમાં આવી તારા ઉપર હુમલો કરી શકતા હોય તો તારા ઘરે આવીને પણ તારી ઉપર હુમલો કરી શકીએ છીએ, અને જય નાયક આર.વી.ડી.નો પ્રમુખ છે જેણે કામ લીધેલું છે તે કામ અમે પૂરું કરીને જ રહીશું તેમ કહી વાઘાભાઇને ચપ્પુ બતાવ્યું હતું. જેથી વાઘાભાઇએ તે ઇસમ પાસેથી ચપ્પુ લઈ લીધું હતું. પરંતુ તે ઇસમે વાઘાભાઇને અપશબ્દો બોલી માર મારવા લાગ્યો હતો. દરમિયાન કોર્ટમાં હાજર કોઈકે આ મારામારીનો વિડીયો ઉતારતા વિડીયો વાઈરલ થયો છે. આ બનાવ અંગે વાઘાભાઇએ નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ. ગામીતે હાથ ધરી છે.

જમીનના સોદા બાબતે ગેરેજ ચલાવતા ઈસમ પર હુમલો
કામરેજ: મૂળ ભાવનગરના વતની અને હાલ નાના વરાછા કારગિલ ચોક ખાતે બાલકૃષ્ણ સોસાયટીમાં મકાન નં.39માં કેયુર પ્રકાશ અજાણી રહે છે. સીમાડા નાકા પાસે અનિલગીરી ગૌસ્વામી સાથે ભાગીદારીમાં ફોર વ્હીલ કારનું ગેરેજ ચલાવે છે. બે દિવસ અગાઉ મિત્ર મેહુલ મારડિયા સાથે કામરેજ ખાતે રાજુ કસોટિયા અને ભુરા સાટિયા સાથે જમીનનો સોદો કર્યો હતો. આ બાબતે મેહુલ સાથે કામરેજથી કોળી ભરથાણા જતા રોડ પર મળવા માટે બોલાવ્યા હતા. જમીનના સોદા બાબતે મીટિંગ કરી કોરા કાગળમાં સહી કરાવી હતી.

લોકોનું ટોળું ભેગું થઈ જતાં ત્રણેય ઈસમ નાસી છૂટ્યા
ગુરુવારે રાત્રિના 7.30 કલાકે ભુરા સાટિયાને ફોન કરી મિત્ર મેહુલે જમીનનો સોદો કર્યો તેનું શું થયું તેમ કહેતાં મિત્ર મેહુલ સાથે કામરેજ ચાર રસ્તા ખાતે ખેતલા આપા ટી સ્ટોલ પાસે આવો, રૂબરૂ મુલાકાત કરીશું તેવી વાતો કરતાં મેહુલને ફોન કરી કામરેજ આવવા કહીને પોતે એકલા સુરતથી નીકળ્યા હતા. કામરેજ ચાર રસ્તા ખાતે ભુરા સાટિયા, તેમનો પુત્ર, રાજુ કસોટિયા આવી મેહુલ ક્યાં છે, જલદી બોલાવ તેમ કહેતાં આવે છે એવું ભુરા સાટિયા જણાવતાં ભુરાનો પુત્ર એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી માર મારવા લાગ્યો હતો. ભુરા સાટિયા લોખંડનો પાઈપ માથાના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જતાં જમીન પર પડી જતાં લોકોનું ટોળું ભેગું થઈ જતાં ત્રણેય ઈસમ નાસી છૂટ્યા હતા. કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top