Dakshin Gujarat

ઇન્સ્ટાગ્રામ પર મહારાણા પ્રતાપનો બિભત્સ ફોટો શેર કરતા રહીશો રોષમાં

નવસારી : (Navsari) સોશિયલ મીડિયા (Social Media) ઇન્સ્ટાગ્રામ (Inatagram) પર મહારાણા પ્રતાપનો (Maharana Pratap) બિભત્સ ફોટો શેર કરતા વિજલપોરના રહીશો રોષે ભરાઈ વિજલપોર પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં પોલીસે (Police) ફોટો શેર (Photo Share) કરનાર સામે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, વિજલપોર અંબાજી નગરમાં દિનેશ સંજયસિંગ શિંદે તેમના પરિવાર સાથે છે. સાત મહિના અગાઉ દિનેશના મિત્ર પ્રતિક સિરસાઠે વિડીયોકોલ તથા ચેટ માટે ઇન્સ્ટાગ્રામ ઉપર એક ગૃપ બનાવ્યું હતું. જેમાં પ્રતિક સિરસાઠ કાજલ સોનવણે નામથી એડમીન હતો. ગત 23મીએ સાંજે કાજલ સોનવણે નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ગ્રુપમાં મહારાણા પ્રતાપનો બિભત્સ ફોટો શેર કરી ઈતિહાસ ખંગોલ કર દેખ લેના જો કોઈ યોદ્ધા જો કોઈ રાજા જિસકી જાતી રાજપૂતથી ઉનકે બારમાં હંમેશા હદ સે જ્યાદા જૂથ લીખ કર ઉનકો સબસે મહાન બતા દિયા જાતા હે.

ઉદાહરણ કે લિયે મહારાણા કો હી લે લો, મહારાણા કે પૂર્વજ મુગલો કે ગુલામ થે, મહારાણા કા બેટા ખુદ જાકર અકબર કે સાથ મિલા થા, બસ મહારાણા કે યુદ્ધ કે નામ પર મુઘલો સે 15-20 મિનીટકી લડાઈ લડી ઓર ફિર મેદાન છોડકર ભાગ ગયા. ખેર 80 કિલો કા ભાલા 20 ફૂટ કા ઘોડા વાલી થીયરી તો સબકો પતા હી હે. લેકિન ફિર ભી મહારાણા કે બારે મે જૂઠ બોલ બોલકર ઉનકો ભારત કા સબસે સમ્રાટ બનાને કા પુરાપુરા પ્રયત્ન કિયા ગયા હે. ઈતિહાસ મે હે તેવી કોમેન્ટ લખી હતી. જે ફોટો શેર કરતા વિજલપોરના રહીશોની લાગણી દુભાતા તેઓ રોષે ભરાયા હતા અને વિજલપોર પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં તેઓએ ફોટો શેર કરનાર પ્રતિક સિરસાઠ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલનો ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. કે.બી. દેસાઈએ હાથ ધરી હતી.

Most Popular

To Top