Dakshin Gujarat

દારૂબંધી છતાં દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરી પુરજોશમાં, આટલી જગ્યાએથી દારૂ પકડાયો

નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. (LCB) પોલીસે બાતમીના આધારે બોરીયાચ ટોલનાકા પાસેથી 7 લાખના વિદેશી દારૂ (Liquor) ભરેલી ટ્રક સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બેને વોન્ટેડ (Wanted) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી ટ્રક (નં. જીજે-19-વાય-3278) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 7,00,800 રૂપિયાની વિદેશી દારૂની 5292 નંગ બાટલીઓ મળી આવતા મુળ બિહાર આરા જિલ્લાના નવાદા તાલુકાના અનાહીટ ગામે અને હાલ સુરત ઉન પાટિયા પાસે સતનારાયણ સોસાયટીમાં રહેતા સોનુકુમાર રાજગીરી ખરવાલને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે સોનુની પૂછપરછ કરતા સંજયભાઈએ દારૂ ભરાવી મંગાવ્યો હતો અને સંજયનો માણસ રાહુલ વિદેશી દારૂ ભરેલી ટ્રક અને મોબાઈલ ફોન આપી ગયો હતો. જેથી પોલીસે સંજયભાઈ અને તેના માણસ રાહુલને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10 લાખની ટ્રક, 1 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 700 રૂપિયા મળી કુલ્લે 17,02,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

વેસ્મા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક ફરાર
નવસારી : નેશનળ હાઇવે નં. 48 વેસ્મા ગામ પાસેથી 54 હજારના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પરંતુ કારચાલક કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસેથી એક સિલ્વર રંગની સ્કોડા કાર (નં. જીજે-05-સીજે-7397) ને ઝડપી પાડવા માટે વોચમાં હતા. પરંતુ બાતમીવાળા કારના ચાલકે પોલીસને દુરથી જોઈ લેતા કારચાલક કાર બંધ કરી ચાવી કાઢી કાર મૂકી સામેના ટ્રેક બાજુથી સર્વિસ રોડ પરથી સામેના શેરડી અને આંબાના ખેતરોનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે કારની ચકાસણી કરતા તેમાંથી 54 હજાર રૂપિયાની 40 વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે 3 લાખની કાર સહીત 3.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

બોરીયાચ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે 2 ઝડપાયા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી 1.72 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે નવસારી ગ્રામ્ય પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક આઈસર ટેમ્પો (નં. જીજે-27-ટીટી-6071) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને એલ્યુમિનિયમની ટીએમએલ 3 સિલિન્ડર બ્લોક ક્યુબીંગની આડમાંથી 1,72,800 રૂપિયાની વિદેશી દારૂની 864 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે સુરતના કામરેજ તાલુકાના સીમાડા નાકા પાસે રહેતા કિરણબેન રસિકભાઈ વણોદરીયા તેમજ મહારાષ્ટ્ર પાલઘર વાનગાવ ખરખરિયા પાસે વાંકીપાડા લાલજી યાદવની ચાલમાં રહેતા વિનોદ જગનારાયણ યાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસે કિરણબેન અને વિનોદભાઈની પૂછપરછ કરતા વલસાડના બલીઠામાં રહેતા મુન્નાએ દારૂ ભરાવી આપ્યો હતો અને સુરતના લસકાણા પોલીસ ચોકીની બાજુમાં રહેતા કાળુભાઈ પટેલે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે મુન્નો અને કાળુભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10,500 રૂપિયાના 2 મોબાઈલ અને 7 લાખનો ટેમ્પો મળી કુલ્લે 8,83,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top