National

કંગાળ પાકિસ્તાનને આ શક્તિશાળી મુસ્લિમ દેશે આપી સુફિયાની સલાહ, કહ્યું ભારત સાથે કરો દોસ્તી

નવી દિલ્હી : કંગાળ થઈ ચૂકેલુ પાકિસ્તાન (Pakistan) દુનિયાની સામે કટોરો લઈને ભીખ માંગવા મજબૂર છે. આ દરમિયાન તેના બે મિત્ર મુસ્લિમ દેશોએ (Muslim Countries) પણ પાકિસ્તાનને કાશ્મીર (Kashmir) માટે હવે લઢવાનું બંધ કરી મિત્રતા કરવાની સુફિયાની સલાહ આપી છે. અને કહ્યું હતું કે, કાશ્મીરને ભૂલીને ભારત સાથે દોસ્તી કરવી એ વધુ સારી છે. પાકિસ્તાનને આ સલાહ તે બે મુસ્લિમ દેશોએ આપી છે જેઓ ગરીબ પાકિસ્તાનને મોટી મદદ કરી રહ્યા છે. પરંતુ જેમની સામે પાકિસ્તાન કટોરો લઈને ભીખ માંગે છે તેઓ કાશ્મીર પર પાકિસ્તાનનો પક્ષ છોડવાની વાત કરી ચૂક્યા છે. આ બે મુસ્લિમ દેશો બીજા કોઈ નહિ પણ સાઉદી અરેબિયા (Saudi Arabia) અને સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) છે.

કલમ 370 હટાવવાને લઇ ફાજલ હો-હા પાકિસ્તાને ન કરવો જોઈએ
પાકિસ્તાનને સલાહ આપતા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પણ કહ્યું હતું કે, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાને લઈને પાકિસ્તાન જે રીતનો હોબાળો કરી રહ્યું છે તેના પર શેહબાઝ સરકારે મૌન રહેવું એ તેમના હિતમાં છે. ખરા અર્થમાં આ એંગલથી જો આપણે જઈએ તો UAE પાકિસ્તાનના વાંધાઓને બાયપાસ કરીને કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે.અત્યાર સુધી પાકિસ્તાન કાશ્મીરને લઈને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (OIC)માં વારંવાર હોબાળો મચાવતું રહ્યું છે. આ OICનો સૌથી શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયાએ પણ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે તે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન નહીં આપશે.

પાકિસ્તાન બરોબર બે બાજુથી ફસાયું છે
હાલ પાકિસ્તાનની સ્થિતિ એક તરફ કુઓ તો બીજી બાજુ એ ખાડી જેવી થઇ ગઈ છે. તેની સામે હવે બે મુદાઓ છે તે તેના અર્થતંત્ર બચાવો કે કાશ્મીરનો મુદ્દો ઉઠાવો? આ રીતે જોવા જઈએ તો પાકિસ્તાન યુએનના દરેક પ્લેટફોર્મ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. મુસ્લિમ દેશોના સંગઠનમાં પણ તેણે પોતાની એ જ જૂની માંગ હંમેશા રાખી છે. આના પર સાઉદી અરેબિયાએ હવે સ્પષ્ટ કહ્યું છે કે OIC કાશ્મીરને લઈને પાકિસ્તાનને સમર્થન નહીં આપે. સાઉદી અરેબિયા અને UAEની આ સલાહ બાદ પાકિસ્તાન હવે એવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે કે કાં તો તેણે અર્થવ્યવસ્થાને બચાવવી જોઈએ અથવા કાશ્મીરને લઈને હોબાળો ચાલુ રાખવો જોઈએ.

ભારતની અર્થવ્યવસ્થા ગરીબ પાકિસ્તાન પર ભારે છે, તેથી જ આરબ દોસ્તી ઈચ્છે છે
સાઉદી અરેબિયા અને UAE બંનેએ ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કર્યા છે. ભારત ઈચ્છે છે કે આ બંને દેશો કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરે અને પૈસા કમાય. સાઉદી અને યુએઈ બંને તેલને બદલે અન્ય ક્ષેત્રોમાંથી કમાણી કરીને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માંગે છે. આવી સ્થિતિમાં તે ભારતમાં તેના સારા ભવિષ્યની સંપૂર્ણ સંભાવનાઓ જુએ છે. કાશ્મીર અંગેની બેઠકમાં સાઉદી અને યુએઈના ઘણા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. કાશ્મીરને વિવાદિત વિસ્તાર ગણાવતા પાકિસ્તાનને આનાથી મોટો ફટકો પડ્યો છે.

હવે શાહબાઝ શરીફે તાજેતરમાં ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી?
યુએઈ અને સાઉદી અરેબિયાએ તાજેતરના સમયમાં સ્પષ્ટ કર્યું છે કે અમે ભારત સાથેના અમારા સંબંધોને મહત્વ આપીએ છીએ. તેમણે એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે અમે ભારત સાથે તમારો વિવાદ ઉકેલી શકીએ છીએ. આ કારણથી શાહબાઝ શરીફે UAEની મુલાકાત દરમિયાન ભારત સાથે સંબંધો સુધારવાની અપીલ કરી હતી અને UAE પાસે મદદની ભીખ માંગી હતી. UAEએ પાકિસ્તાનને 3 બિલિયન ડોલરની મદદ કરી છે. સાઉદી અબજો ડોલરની લોન પણ આપી રહ્યું છે. આ કારણે પાકિસ્તાને ચૂપચાપ તેનું પાલન કરવું પડશે.

Most Popular

To Top