Dakshin Gujarat

નર્મદાની પરિક્રમા કરવા નીકળેલી સાડા ચાર વર્ષની બાળકીએ અઢી હજાર કિમીનું અંતર કાપ્યું

ભરૂચ: (Bharuch) ‘ नर्मम ददाति इति नर्मदा..’ જેના દર્શનથી આનંદ પ્રાપ્ત થાય એ નર્મદા. શનિવારે (Saturday) નર્મદા જયંતિની ઉજવણી થઇ હતી. એમ દર વર્ષે અનેક શ્રધ્ધાળુઓ નર્મદા પરિક્રમા (Narmada Parikrama) કરે છે. જો કે હવે તો નાના બાળકો પણ નર્મદા પરિક્રમાની તપસ્યાથી લોકો પણ પ્રભાવિત થઇ રહ્યા છે. આ વર્ષે માત્ર સાડા ચાર વર્ષની નાનકડી તપસ્વી (Ascetic) નર્મદા પરિક્રમા (Circumambulation) કરવા નીકળી છે. આ બાળકી અઢી હજાર કિમી વધુ પગદંડી ચાલી ચુકી છે.

નાની ઉંમરે રાજેશ્વરી રોજના 25થી 30 કિમી ચાલે છે. ત્રણ મહિનામાં અત્યાર સુધીમાં લગભગ અઢી હજાર કિમી ચાલી છે. હવે માત્ર 700 કિલોમીટરની પરિક્રમા પૂરી કરવામાં બાકી છે. નર્મદા પરિક્રમાના નિર્દોષ ભગત રાજેશ્વરી પદયાત્રા સાથે પર્યાવરણ અને નદીના જળ સંરક્ષણ અંગે પણ લોકોને એવો સંદેશો આપી રહ્યા છે કે નર્મદામાં કચરો ન ફેંકવો જોઈએ. નર્મદા નદીમાં બધે જ પ્રદુષણ નજરે ચઢે એ સારું નથી. મૂળ તો પરિક્રમાવાસી રાજેશ્વરીના માતા-પિતા જાદવ દંપતિ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ચેડગાંવના રહેવાસી છે. તેઓ નર્મદા પરિક્રમા કરી ચુક્યા છે.

આ વખતે તેમની વહાલસોયી દીકરી રાજેશ્વરીની વિનંતીએ નર્મદા પરિક્રમા પર નીકળ્યા છે. પરિક્રમાવાસી રાજેશ્વરીના પિતા રમેશ જાધવ કહે છે કે તેઓ તેમના વિસ્તારમાં મરાઠીમાં વાર્તા સંભળાવે છે, જેના કારણે પરિવારમાં ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે છે. તેમની પુત્રીએ નાનપણથી જ આ બધું જોયું અને સમજ્યું, જેનાથી તેમને નર્મદાની પરિક્રમા કરવાની પ્રેરણા મળી હશે. રમેશ જાધવ કહે છે કે પરિક્રમા દરમિયાન ચાલતાં ચાલતાં તેઓ ક્યારેક થાકી જાય છે. પણ રાજેશ્વરી ક્યારેય થાકતી નથી. તેના બદલે, તે તેમની આગળ જાય છે.

માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 1100 ફુટ લાંબી ચૂંદડી ચઢાવાઇ
રાજપીપળા : પવિત્ર નર્મદા નદીની આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર એટલે કે લગભગ 110 ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા આખું ગામ ઉમટ્યું હતું. નર્મદા મૈયાની આરતી સાથે ભજન કીર્તન સાથે નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી.
ભારતમાં એકમાત્ર જેની પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની જન્મ જયંતિ નિમિતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. અને નમામિ દેવી નર્મદેના નારા શ્રદ્ધાળુઓએ લગાવ્યા હતા. નર્મદા મૈયાને અગિયારસો ફૂટની સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે દસથી વધારે નૌકાઓની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે. સમગ્ર આયોજન લલિત મહારાજ અને માંગરોળવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રામપુરાના સદાનંદ મહારાજ, માંગરોળના મહેશ પટેલ, સતીશ ધોબી સહીત અનેક આગેવાનો જોડાયા હતાં.

Most Popular

To Top