Dakshin Gujarat

સોનગઢમાં વિદ્યાલયના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને ઢોર માર મારતા મામલો પોલીસમાં પહોંચ્યો

વ્યારા: (Vyara) સોનગઢની યુનિક વિદ્યાભવનમાં ધો.8 માં અભ્યાસ (Education) કરતાં વિદ્યાર્થીનાં (Students) ગજવામાંથી મીરાજ મળી આવતાં શાળાનાં ટ્રસ્ટીએ તેને પોતાની ઓફિસમાં બોલાવી ઢોર માર માર્યો હોવાની ફરિયાદ વાલીએ સોનગઢ પોલીસ મથકે કરી છે. જોકે હજુ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. હાલ આ મામલે પોલીસે (Police) એન.સી.નોંધી છે.

  • સોનગઢની યુનિક વિદ્યાલયના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસમાં
  • વિદ્યાર્થીના ગજવામાંથી મિરાજ તમાકુ નીકળતાં ફટકાર્યો હતો
  • ટ્રસ્ટી સામે સોનગઢ પોલીસે એનસી નોંધી તપાસ શરૂ કરી

સોનગઢના દુમદા ગામે ટાંકલી ફળિયામાં રહેતા સુનિલભાઈ નગીનભાઈ ગામીત (ઉ.વ.૩૬)નો પુત્ર ધ્રુવ કુમાર તા.૨૩/૦૧/૨૦૨૩ નાં રોજ સાંજે આશરે સવા પાચેક વગ્યાનાં સુમારે સ્કુલમાંથી પરત આવ્યો હતો. ત્યાર બાદ તેની માતા રીનાબેને જમવાનું આપ્યું પણ તે જમતો ન હતો. તેણે રડતાં જણાવ્યું હતું કે સ્કુલમાં બપોરનાં બારેક વાગે વિદ્યાર્થીઓની બેગ તથા ખિસ્સા તપાસ કરવામાં આવ્યાં હતાં. જેમાં તેનાં કલાસમાં ભણતો પ્રિન્સકુમારનાં જેકેટનાં ખિસ્સામાંથી મિરાજની પડીકી મળી આવી હતી.

તેણે ધ્રુવ કુમારનું નામ લેતા ટ્રસ્ટી ધર્મેશ એ તું મિરાજ ખાય છે. કહી બંને ગાલ ઉપર દસથી પંદર થપ્પડ મારી ઘરે મોકલી આપ્યો હતો. પુત્રના બન્ને ગાલ ઉપર સોજો હતો. જેથી સુનિલભાઈ ગામીત પોતાનાં પુત્ર ને સોનગઢ સરકારી દવાખાનાં માં સારવાર માટે લઇ આવ્યા હતાં. ત્યાર બાદ સુનિલભાઈ ગામીતે આ મામલે યુનિક વિદ્યાભવન નાં ટ્રસ્ટી ધર્મેશ ગ્યાનચંદાનીના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ આપી હતી.

વાંકાનેર નજીક અકસ્માતમાં વાલોડના શિકેર ગામના તરૂણનું મોત
બારડોલી : બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામના વાડી ફળિયા પાસે વાંકાનેર-વાલોડ માર્ગ પર બે મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થતાં એક મોટર સાઇકલ ચાલક તરુણનું મોત નીપજયું હતું જ્યારે સામેની મોટર સાઇકલ પર સવાર બે યુવકોને ઇજા થતાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકાના શીકેર ગામે મોચી ફળિયામાં રહેતો સંદીપ પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વર્ષ 17) શુક્રવારે સાંજે ગામના સાવન સંજય રાઠોડની મોટર સાઇકલ નંબર જીજે 19એક્યુ 8323 લઈને તેના મિત્રને પલસાણા તાલુકાનાં વણેસા ગયો હતો. મિત્રને મૂકીને પરત ફરી રહ્યો હતો તે સમયે બારડોલી વાલોડ રોડ પર વાંકાનેર ગામના વાડી ફળિયા પાસે સામેથી કોઈ વાહનને ઓવરટેક કરીને પૂરઝડપે આવી રહેલા એફઝેડ મોટર સાઇકલ નંબર જીજે5 એમપી 5877ના ચાલક અર્જુન ભિખા સોલંકી (રહે ડિંડોલી, ઉધના, સુરત)એ સંદીપની મોટર સાઇકલ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં સંદીપ અને સામેની મોટર સાઈકલસવાર અર્જુન તથા તેની સાથેનો એક યુવક નીચે પટકાયાં હતાં. ત્રણેયની ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સંદીપનું મોત નીપજયું હતું. જ્યારે સામેની મોટર સાઇકલ સવાર બંનેને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top