Dakshin Gujarat

ઝઘડિયાના જૂનાપોરા ગામે મગર ખેંચી જતાં યુવાનનું મોત, પરિવારજનોમાં માતમ

ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના નર્મદા (Narmada) નદી (River) કિનારા વિસ્તારમાં મોટાપાયે મગરોનો (Crocodiles) વસવાટકેન્દ્ર બની ગયું છે. માણસો પર મગરોના હુમલાની ઘટનાના બનાવો બનતા હોવાના કારણે વન વિભાગ દ્વારા નર્મદા કિનારા વિસ્તારમાં સાવચેતીનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. શુક્રવારે જૂનાપોરા ગામનો યોગેશ કંચન વસાવા માછીમારી કરવા નર્મદા નદીમાં તેના સાથી મિત્રો સાથે ગયો હતો. આ દરમિયાન ઝાળી-ઝાખળામાં છુપાયેલા મગરે યોગેશ પર હુમલો કરી તેને પાણીમાં ખેંચી જવાનો પ્રયત્ન કર્યો હતો, તેની સાથેના તેના મિત્રોએ મગરના જડબામાંથી તેને છોડવાના પ્રયત્નો કર્યા હોવા છતાં પણ મગરે યોગેશ વસાવાને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.

રાજપારડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી
થોડા કલાકો યોગેશનો કોઈ પત્તો મળ્યો ન હતો. જો કે, ભારે શોધખોળ બાદ અંતે યોગેશની લાશ મળતાં પરિજનોમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે રાજપારડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

પારડીના ટુકવાડામાં ઘરના શૌચાલયમાં મહાકાય અજગર આવી ચઢ્યો

પારડી : પારડી તાલુકાના ટુકવાડા ગામે દેસાઈવાડ, શિવમંદિરની બાજુમાં આવેલા એક ઘરમાં અજગર આવી ચઢ્યો હતો. આ અજગરે એક બિલાડીનું મારણ કર્યું હતું. ઘરની અંદર શૌચાલયમાં આવી ચઢેલા અજગરની જાણ પારડી જીવદયા ગ્રુપને થતા તાત્કાલિક જીવદયા ગ્રુપના ભાવનાબેન પટેલે સ્થળ પર પહોંચી ભારે જહેમતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. સહિ સલામત મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. વન વિભાગને જાણ કરી 28 કિલો વજન ધરાવતો અને 9 ફુટ લાંબા અજગરને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top