Gujarat

દાદા દ્વારા 3,338 કરોડના 16,359 કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરાયું

ગાંધીનગર: સોલા સાયન્સ સિટી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના રાજ્યવ્યાપી કાર્યક્રમનો અમદાવાદના સાયન્સસિટી ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશમાં વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર રાજ્ય પુરવાર થયું છે. આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. વિકાસના આ મજબૂત પાયાને પગલે ગુજરાત આજે દેશમાં આગવી ઉંચાઈ પ્રાપ્ત કરી શક્યું છે એમ તેમને ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વિકાસમાં અગ્રેસર ગુજરાત હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષની ગુજરાતની વિકાસયાત્રા બેનમૂન રહી છે, તેના મૂળમાં પ્રજાએ નરેન્દ્ર મોદીમાં મુકેલો અપાર વિશ્વાસ છે. તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી દિશાઓ હાંસલ કરી શક્યું છે. અને એ જ પથ પર આપણે આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં વિકાસકામોને પગલે ઉભી થયેલી જનસુવિધાનઓનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, શહેરોના જેવી જ સુવિધાઓ ગામડાઓમાં પણ હોય તે રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે. એના પરિણામલક્ષી અમલને પગલે આજે શહેરો જેવી જ સુવિધાઓ ગામડાઓ સુધી વિસ્તરી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હાલ ડિફેન્સ એક્સપોનું પ્રદર્શન યોજાયું છે. ગુજરાત પણ ડિફેન્સના ક્ષેત્ર દેશ સાથે કદમ મિલાવી રહ્યું છે, જે આપણા માટે ગૌરવની વાત છે.

મુખ્યમંત્રી કહયું હતું કે, ગુજરાતમાં વિકાસની સાથે વિરાસતોની જાળવણીને પણ પ્રાધાન્ય અપાયું છે. અંબાજી, સોમનાથ અને પાવાગઢ, દ્વારકા સહિતના યાત્રાધામોની સંપૂર્ણ કાયાપલટ થઈ ચૂકી છે. એમ તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top