Business

વિશ્વ બેંકે ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.5% કર્યું, દેશ પર કોઈ મોટું વિદેશી દેવું નથી

વર્લ્ડ બેંક: (World Bank) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) (IMF) અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક પહેલા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં (Report) બેંકે કહ્યું કે ભારત વિશ્વના અન્ય દેશોની તુલનામાં તુલનાત્મક રીતે મજબૂત છે. ભારત (India) પર કોઈ મોટું વિદેશી દેવું નથી. ભારતની નાણાકીય નીતિ (Monetary Policy) વિવેકપૂર્ણ રહી છે. ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2022-23માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે. ભારતીય અર્થતંત્રે મજબૂત વૃદ્ધિ નોંધાવીને દક્ષિણ એશિયાના અન્ય દેશોની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે.

  • ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક પહેલા રિપોર્ટ જાહેર
  • ભારત વિશ્વના અન્ય દેશોની તુલનામાં તુલનાત્મક રીતે મજબૂત
  • ભારતની નાણાકીય નીતિ વિવેકપૂર્ણ રહી છે
  • કેલેન્ડર વર્ષનો બીજો ભાગ ઘણા દેશો માટે નબળો અને ભારતમાં પણ પ્રમાણમાં નબળો રહેશે
  • ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2022-23માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે

વિશ્વ બેંકે ગુરુવારે બગડતી આંતરરાષ્ટ્રીય સ્થિતિને ટાંકીને ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડી દીધું હતું. તાજેતરના અનુમાન મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2022-23માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે. જે જૂન 2022ના અંદાજ કરતાં એક ટકા ઓછું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં બેંકે કહ્યું કે ભારત વિશ્વના અન્ય દેશોની તુલનામાં તુલનાત્મક રીતે મજબૂત છે.

ગયા નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 8.7 ટકા હતો
દક્ષિણ એશિયા માટે વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટિમરે પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રે મજબૂત વૃદ્ધિ નોંધાવીને દક્ષિણ એશિયાના અન્ય દેશોની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે. કોવિડના પ્રથમ તબક્કામાં તીવ્ર સંકળામણ પછી મજબૂત પુનરાગમન કર્યુ છે. તેમણે કહ્યું કે ભારત પર કોઈ મોટું વિદેશી દેવું નથી. આને કારણે તેને કોઈ સમસ્યા નથી અને તેની નાણાકીય નીતિ સમજદાર રહી છે. ભારતીય અર્થતંત્રે ખાસ કરીને સેવા ક્ષેત્રે અને ખાસ કરીને સેવા નિકાસમાં સારું પ્રદર્શન કર્યું છે.

તેમણે જણાવ્યું કે આમ હોવા છતાં અમે વર્તમાન નાણાકીય વર્ષ માટે અંદાજ ઘટાડ્યો છે. કારણ કે ભારત અને અન્ય તમામ દેશો માટે આંતરરાષ્ટ્રીય વાતાવરણ બગડી રહ્યું છે. તેમણે કહ્યું કે કેલેન્ડર વર્ષનો બીજો ભાગ ઘણા દેશો માટે નબળો અને ભારતમાં પણ પ્રમાણમાં નબળો રહેશે.

Most Popular

To Top