Gujarat

પાકિસ્તાનને IMF બેલઆઉટ સુરક્ષિત કરવા 2 અબજ ડોલરના ફંડિંગ માટે સાઉદીની મંજૂરી મળી

ઈસ્લામાબાદ: ગુરુવારે એક મીડિયા અહેવાલ અનુસાર રોકડ-સંકટગ્રસ્ત પાકિસ્તાનને (Pakistan) સાઉદી (Saudi) અરેબિયા તરફથી 2 બિલિયન અમેરિકન ડોલર સુધીના ભંડોળ માટે મંજૂરી મળી છે, એક પગલું જે દેશને આઈએમએફ પાસેથી ખૂબ જ જરૂરી બેલઆઉટ સુરક્ષિત કરવામાં મદદ કરશે. ધ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, સાઉદી નેતૃત્વ કદાચ વડા પ્રધાન શેહબાઝ શરીફની કિંગડમની આગામી મુલાકાત દરમિયાન સાર્વજનિક ઘોષણા કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનમાં સાઉદી રાજદૂતે પણ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે તેમના દેશે હંમેશાં ગંભીર પરિસ્થિતિઓમાં પાકિસ્તાનને સમર્થન આપ્યું છે અને સારા સમાચાર ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

પાકિસ્તાનની સરકાર હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથે સ્ટાફ-લેવલ એગ્રીમેન્ટ તરફ આગળ વધવા માટે વધારાના 1 બિલિયન ડોલર ડિપોઝિટ પર યુએઈ તરફથી વેરિફિકેશન સુરક્ષિત કરવા માટે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહી છે.
વોશિંગ્ટન સ્થિત કટોકટી ધિરાણકર્તાએ પાકિસ્તાન પર એવી શરત લાદી છે કે તેણે તેના 7 બિલિયન અમેરિકન ડોલરના બેલઆઉટ પેકેજના પુનરુત્થાન માટે અન્ય દેશો પાસેથી 3 બિલિયન ડોલર સુરક્ષિત કરે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે, રિયાધ તરફથી સહાય એક નિર્ણાયક સમયે આવે છે. કારણ કે, 2019માં હસ્તાક્ષર કરાયેલ આઈએમએફ પ્રોગ્રામ 30 જૂન, 2023ના રોજ સમાપ્ત થશે અને નિર્ધારિત માર્ગદર્શિકા હેઠળ કાર્યક્રમને સમયમર્યાદાથી આગળ વધારી શકાશે નહીં.

જોકે, એ જોવાનું બાકી છે કે, 9મી સમીક્ષા પૂર્ણ થઈ જાય તો પણ પાકિસ્તાન અને આઈએમએફ 30 જૂન સુધીમાં 7 બિલિયન ડોલરની એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (ઈએફએફ) પ્રોગ્રામને પૂર્ણ કરીને કેવી રીતે આગળ વધે છે. બાકી રહેલી 9મી સમીક્ષા ડિસેમ્બર 2022માં પૂર્ણ થવાની હતી અને 10મી સમીક્ષા ફેબ્રુઆરી 2023થી શરૂ થવી જોઈતી હતી. 11મી સમીક્ષા 3 મેના રોજથી શરૂ થવાની હતી. ધ ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્યક્રમનો સમયગાળો ત્રણથી છ મહિના સુધી લંબાવવાની શક્યતાઓ છે, પરંતુ હજી સુધી કંઈપણ ચર્ચા અને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.

ગયા મહિને, પાકિસ્તાનને તેના ‘સદાબહાર’ સાથી ચીન પાસેથી 2 બિલિયન ડોલરની રોલઓવર લોન મળી હતી. અહેવાલ મુજબ, નાણા મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈએમએફ હજી પણ ફુગાવાના હિસાબથી વ્યાજ દરમાં વધુ વધારો કરવાની તેની માંગ પર ભાર આપી રહ્યું છે અને 900 અબજ રૂપિયાની વાર્ષિક સબસિડીનો વિરોધ કરી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે, આઈએમએફ પેટ્રોલિયમ ડેવલપમેન્ટ લેવી (પીડીએલ)ના સંદર્ભમાં પાકિસ્તાન પાસેથી 850 અબજ રૂપિયા વસૂલવાની તેની માંગથી હટવા તૈયાર નથી. પાકિસ્તાન, હાલમાં મોટી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, તે ઉચ્ચ વિદેશી દેવું, નબળા સ્થાનિક ચલણ અને ઘટતા જતા વિદેશી હૂંડિયામણના ભંડાર સાથે ઝઝૂમી રહ્યું છે, જે માંડ એક મહિનાની આયાત માટે પૂરતું છે.

Most Popular

To Top