Madhya Gujarat

ઉંઢેલામાં ગરબા પર વિધર્મીના ટોળાનાે પથ્થરમારો

નડિયાદ: માતર તાલુકાના ઉંઢેલા ગામના મંદિરમાં નવરાત્રીની આઠમની રાત્રે યોજાયેલાં ગરબા દરમિયાન 150 થી 200 વિધર્મીઓના ટોળાંએ એકાએક પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી સહિત કુલ 11 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તદુપરાંત ગરબા માટે મુકવામાં આવેલ ડી.જે સિસ્ટમ તેમજ નજીકમાં પાર્ક કરેલી સરપંચની ગાડીને નુકશાન પહોંચ્યું હતું. આ મામલે માતર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માતર તાલુકાના ઉંઢેલા ગામના સરપંચ ઈન્દ્રવદનભાઈ મણીભાઈ પટેલે માનતા પુરી કરવા માટે સોમવારના રોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ગામમાં આવેલ તુળજા માતાજીના મંદિરના ચોકમાં ગરબા રાખ્યાં હતાં. સરપંચના પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો સજી-ધજીને માતાજીના ભક્તિરૂપી ગરબાં રમવા માટે આવ્યાં હતાં. સૌ ભેગાં મળીને હર્ષોલ્લાસ સાથે ગરબે ઘુમી રહ્યાં હતાં. તે વખતે કેટલાક વિધર્મીઓ એકાએક ત્યાં પહોંચ્યા હતાં અને ગરબા બંધ કરવાનું કહી, તકરાર કરવા લાગ્યા હતાં. તે વખતે સરપંચ સહિતના હિન્દુ આગેવાનોએ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

દરમિયાન વિધર્મીઓ ગુસ્સે થઈને બોલાચાલી કરી હતી. જે બાદ તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. જેના થોડા સમય બાદ 150 થી 200 વિધર્મીઓનું ટોળું હાથમાં પથ્થર, લાકડીઓ તેમજ ધારીયાં જેવા હથિયારોથી સજ્જ થઈ આવી ચડ્યાં હતાં અને ગરબા સ્થળને ચારેતરફથી ઘેરી લઈ પથ્થરમારો કરવા લાગ્યાં હતાં. જેથી ગરબા રમવા એકત્રિત થયેલાં લોકોમાં અફરાતફરી મચી હતી. ડરી ગયેલાં લોકોએ બચવા માટે સ્થળ છોડી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. એવામાં પોલીસ આવી જતાં ટોળું વિખેરાઈ ગયુ હતું. જોકે, ત્યારબાદ પોલીસની હાજરીમાં પણ વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો. વિધર્મીઓના આ હુમલામાં બે પોલીસ જવાન સહિત કુલ 11 વ્યક્તિઓને પથ્થર વાગવાથી ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે સરપંચ ઈન્દ્રવદનભાઈ પટેલની ફરીયાદને આધારે માતર પોલીસે નામજોગ 43 વ્યક્તિઓ ઉપરાંત 150 થી 200 વિધર્મીઓના ટોળાં સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગરબે ગુમતાં ખેલૈયાઓ ઉપર વિધર્મીઓના હુમલા બાદ હિન્દુઓમાં ભારે રોષ ભભુક્યો હતો. જેથી ગામમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી છમકલું થવાની શક્યતા હતી. જેને ધ્યાનમાં લઈ ગામમાં સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લાના અન્ય પોલીસમથકોમાંથી મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેમજ ખેડા જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. ગામમાં જ્યાં નજર જાય ત્યાં પોલીસ જવાનો જ નજરે પડતાં હતાં. આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જેને પગલે ગામમાં સન્નાટો છવાયો હતો.

કડક પગલાં ભરવા હિન્દુ સંગઠનોની માંગ
ખેડા જિલ્લામાં વિધર્મીઓની વસ્તી જ્યાં ઓછી છે ત્યાં તેઓ દ્વારા ભાઈચારાની વાતો કરવામાં આવે છે. જોકે, બીજી બાજુ જે ગામમાં વિધર્મીઓની વસ્તી વધારે હોય ત્યાં તેઓ દ્વારા હિન્દુઓ ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાક સમયથી જિલ્લામાં વિધર્મીઓની અવળચંડાઈ વધી ગઈ છે. ત્યારે નવરાત્રીના ગરબામાં વિધર્મીઓએ કરેલાં હુમલા બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલાં હિન્દુ સંગઠનોએ તમામ હુમલાખોર વિધર્મીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ ઉચ્ચારી છે.

સરપંચે માનતા પુરી કરવા ગરબા રાખ્યાં હતાં
ઉંઢેલા ગામના ઈન્દ્રવદનભાઈ પટેલે જો હું સરપંચ બનીશ તો આસો નવરાત્રીની આઠમના દિવસે તુળજા માતાજીના મંદિરના ચોકમાં ગરબા રાખીશ તેવી માનતા માની હતી. આ માનતા તેઓને ફળી હતી અને સરપંચ તરીકે વિજેતા બન્યાં હતાં. જેથી આ માનતા પુરી કરવા માટે તેઓએ ગતરોજ આઠમ નિમિત્તે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કર્યુ હતું. જેમાં સરપંચના પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ગરબા રમવા માટે એકત્રિત થયાં હતાં.

પ્રિ-પ્લાન મુજબ આ હુમલો કર્યો
આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમે શાંતિથી ગરબા રમી રહ્યા હતાં. જોકે, અમને ગરબા નહીં રમવા દેવાનું આ લોકોનું પ્રિપ્લાનીંગ હતું અને તે મુજબ અકીલ નામના શખ્સે આંગણવાડીમાંથી પથ્થરમારો ચાલુ કર્યો હતો. જે બાદ ચારેય બાજુથી પથ્થરો મારવાના શરૂ કર્યાં હતાં. અમે બચવા માટે ભાગ્યા હતાં. તે વખતે ખડકી બહાર હથિયારો લઈને ઉભેલાં આ લોકોએ પુનમભાઈને ઢોરમાર માર્યો હતો. આયોજનબધ્ધ રીતે હુમલો કરવા આવેલાં વિધર્મીઓના ટોળાંએ સૌપ્રથમ ગરબે ઘુમતાં ખેલૈયાઓને નિશાન બનાવ્યાં હતાં. જે બાદ ટોળાએ નજીકમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ઉપર પથરાવ કર્યો હતો. જોકે, મંદિર બંધ હોવાથી ભગવાનની મૂર્તિને કોઈ નુકશાન પહોંચ્યું ન હતું.

43 વિધર્મીઓની પોલીસે ઓળખ કરી
નવરાત્રીની આઠમની રાત્રે ગામમાં ચાલતાં ગરબાં દરમિયાન 200 જેટલાં વિધર્મીઓના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. હુમલો કરનાર ટોળાં પૈકી પોલીસે 43 વિધર્મીઓની ઓળખ કરી લીધી છે. જેમાં આરીફમીયાં બાબુમીયાં શેખ, ઝહિરમીયાં રહેમુમીયાં મલેક, નજીરમીયાં અહેમદમીયાં મલેક, તોફિક સોકતઅલી સૈયદ, બકામીયાં સુબામીયાં, પીરૂમીયાં ભીખામીયાં, સુબામીયાં સમશેર, ઈકબાલ સુબામીયાં, સોકત (લાકડાનો વેપારી), લાલુમીયાં બાબુમીયાં ઉર્ફે લાલીયો લાકડાવાળો, શબ્બીર મહંમદ સીદ્દીક, અહેમદમીયાં સીદ્દીકમીયાં, મકસુદાબાનું (આરીફની બહેન), ખારાકુવાનો ઈબુ, સલીમ, તાલીબ, સમીર, જલાલ, અહેમદ દુકાનવાળો, ઝાકીરમીયાં મયુદ્દીન, કાલુમીયાં હુશેનમીયાં, રાજુમીયાં બિસ્મીલ્લા ઉર્ફે રાજુ દાઢી શેખ, જાવેદમીયાં ઉસ્માનમીયાં શેખ, મહંમદઆરીફ હુસેનમીયાં સૈયદ, વસીમહુસેન શબ્બીરમીયાં શેખ, યાકુબમીયાં નસીરમીયાં મલેક, ઈમરાનમીયાં કાલુમીયાં પઠાણ, ઐયુબ ડ્રાઈવર, સદ્દામહુસેન સીદ્દીકમીયાં મલેક (મરધીવાળો), નબીમીયાં અકબરમીયાં મલેક, સમીરખાન અહેમદખાન પઠાણ ઉર્ફે સમીર દલાલ, બાબુ ઈલ્મુનો જમાઈ મુનિયો રોક, નૌસાદ સૈયદ, ઈસુબ ભાજુનો છોકરો સાજીદ કટોરો, રાજુમીયાં કાલુમીયાં શેખ, મુસ્તકીમહુસેન મકબુલહુસેન મલેક, ઈકબાલમીયાં પીરૂમીયાં મલેક, આરીફમીયાં સુબામીયાં મલેક, સાદીકમીયાં સજાદમીયાં મલેક, શહેજાદમીયાં સોકતમીયાં મલેક, સાહિદરઝા સાબીરઉદ્દીન મલેક, સકીલમીયાં જહાંગીરમીયાં શેખ, મહંમદમોઈન ઈદ્રીશમીયાં મલેક (તમામ રહે. ઉંઢેલા, તા.માતર) નો સમાવેશ થાય છે.


માતર પોલીસે હુમલાખોરોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો
પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી સૌપ્રથમ સ્થિતી કાબુમાં લીધી હતી. જે બાદ પથ્થરમારો કરનાર હુમલાખોર વિધર્મીઓની અટકાયત કરી હતી અને તેઓને જાહેરમાં થાંભલાના ટેકે ઉભા રાખી લાકડીઓ ફટકારી હતી. પોલીસની લાકડીનો માર પડતાંની સાથે જ હુમલાખોરો બે હાથ જોડી માફી માંગવા લાગ્યાં હતાં. આ ઉપરાંત ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે નામજોગ 43 વ્યક્તિઓ ઉપરાંત 200 વિધર્મીઓના ટોળાં સામે ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહીના ભાગરૂપે 13 જેટલાં હુમલાખોર વિધર્મીઓની અટકાયત કરી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે. બીજી તરફ વિધર્મીઓના હુમલાથી ગામનું વાતાવરણ તંગ બન્યું હતું. જેને ધ્યાનમાં લઈ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ પોલીસ અધિક્ષક બાજપાઈ તેમજ રેન્જ આઈ.જી સ્થળ પર દોડી આવ્યાં હતાં પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.

ઉંઢેલા ગામમાં બંદોબસ્ત માટે જઈ રહેલાં પોલીસકર્મીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું
માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગત રાત્રીના સમયે ચાલતાં આઠમના ગરબા દરમિયાન વિધર્મીઓના ટોળાંએ હુમલો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. જેને પગલે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ગામમાં આખી રાત પોલીસ તૈનાત રહી હતી. પરિસ્થિતીને જોતાં બીજા દિવસે પણ બંદોબસ્ત યથાવત રાખવાની ફરજ પડી હતી. જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય પોલીસમથકના જવાનો પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યાં હતાં. નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરજ બજાવતાં રાકેશ જશવંતલાલ ગઢવી (ઉં,વ 33) ને પણ ઉંઢેલા ગામમાં બંદોબસ્તની ફરજ સોંપવામાં આવી હતી. જેથી તેઓ મંગળવારના રોજ સવારના સમયે પોતાનું બાઈક નં જીજે 07 ઈજી 3828 લઈને ઉંઢેલા ગામે જવા નીકળ્યાં હતાં. દરમિયાન માતર-ઉંઢેલા રોડ પર આવેલ પરિશ્રમ ફાર્મ નજીક પુરપાટ ઝડપે પસાર થતી કાર નં જીજે 05 આરએમ 5064 ના ચાલકે આગળ જતાં રાકેશભાઈ ગઢવીના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલાં પોલીસકર્મી રાકેશ ગઢવીને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચવાથી સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

Most Popular

To Top