Comments

ગુજરાતમાં રાજ્યસભામાં પસંદગી પાછળનું ગણિત

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા નામોની પસંદગી થઇ છે એનાથી ફરી એકવાર આશ્ચર્ય સર્જાયું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ રીતે આશ્ચર્ય આપવા માટે જાણીતા છે. ૨૮ નામોમાં ૨૪ નામ નવા છે અને ગુજરાતમાં ચારે ય નામ નવા છે. અને બે કેન્દ્રીય મંત્રીઓ પુરુષોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાના નામ કપાયા એ નાનીસુની વાત નથી અને જે ચાર નામ અપસંદ થયા એમાં બે નામ એવા છે કે, એનું ય આશ્ચર્ય જલ્દી શમવાનું નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડા અને સુરતના હીરાના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા.

ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજ્ય્સ્બહામ અજ્ઞા હોય એવું પહેલીવાર બનવાનું નથી. અગાઉ પણ આવું બની ચુક્યું છે. અગાઉ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બાંગારૂ લક્ષ્મણ અને જનાંકૃષ્ણ મૂર્તિ પણ ગુજરાતમાંથી ચૂંટાઈને રાજ્યસભામાં ગયા છે. એનું કારણ માત્ર ગુજરાતમાં ભાજપ મજબૂત છે અને અહી સહેલાઈથી ચૂંટાઈ શકાય છે એ જ નથી. બાંગારૂ લક્ષ્મણ અહીંથી ચૂંટાયા ત્યારે એમના પર ભ્રષ્ટાચારનો કેસ હતો . અને ગુજરાતમાંથી એ સહેલાઈથી ચૂંટાઈ શકે એમ હતા એટલે એમને ગુજરાતમાં ટીકીટ અપાઈ હતી. અને જનાકૃષ્ણ મૂર્તિ ચૂંટાયા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરતામાં હતા અને ત્યારે એમની શક્તિ કેવી છે એનો ટેસ્ટ પણ થઇ જાય એ ગણતરી પણ હતી. અને હવે જે પી નડા અહીંથી ચૂંટાઈને જશે એની પાછળ ગણિત શું છે?

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર છે. ભુપેન્દ્ર પટેલ બહુ સરળ માણસ છે. ભલા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તડફડ કરવા માટે જાણીતા છે. અને એ કારણે ગુજરાત ભાજપમાં કેટલીક સમસ્યાઓ છે. એનો આ ટેસ્ટ છે. ક્રોસ વોટીંગ ના થાય કારણ કે, ભાજપ પ્રમુખ અહીંથી લડે છે. એટલે નેતાઓએ વધુ ચોકસાઈ રાખવી પડે. એકદા બગડાની રમત હોય છે.

ગોવિંદભાઈ ધોળકિયાનાં નામની પસંદગી થઇ છે એ બીજા માટે જ નહિ પણ ગોવિંદભાઈ માટે પણ આશ્ચર્ય છે. પણ એની પાછળ ચોક્કાસ ગણિત છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ બહુ ચર્ચામાં હતું. ધારાસભાની ચૂંટણીઓમાં એમનું નામ એકઠું વધુ વાર બજારમાં આવ્યું હતું. અને ભાજપ જ નહિ કોંગ્રેસ અને આપ માટે એમના નામની ચર્ચા હતી. પણ એ હા – ના કરતા રહ્યા. ગઈ ધારાસભામા નરેશ પટેલ તો ના લડ્યા પણ રમેશ ટીલાળાને ટીકીટ અપાઈ એ નરેશભાઈને કારણે જ અપાઈ એમ આજુ સુધી માનવામાં આવે છે અને ત્યારે ભાજપમાં આંતરિક ખટપટ ઘણી બધી થઈ હતી અને બાદમાં બધાને સાથે લેવામાં આવ્યા હતા.

આ વેળા નરેશ પટેલનું નામ ચર્ચામાં હતું પણ એમને ટીકીટ અપાઈ નથી અને રાજકારણમાં સીધી રીતે સક્રિય નથી એવા ગોવિંદ ધોળકિયાની પસંદગી થઇ છે એ માટે કારણ એ છે કે, સુરતમાં આ નામ મુઠી ઉંચેરુ છે. એ સૌરાષ્ટ્રના છે. અને જળસંચયમાં સારું કામ કર્યું છે. રામ મંદિર માટે આર્થિક યોગદાન આપ્યું છે. અને નિર્વિવાદ નામ છે. લેઉવા પટેલમાં એમના નામ સામે કોણ વિરોધ કરે ! આ કારણે નરેશ પટેલના જુઠીને પણ એક સંદેશ અપાયો છે. અને લેઉવા પટેલ સમાજને રાજી પણ રખાયા છે. બેવડે દોરે કામ લેવાયું છે.

બાકીના બે ઉમેદવારની પસંદગી જ્ઞાતિના ગણિત બેસાડવા માટે થઇ છે. પણ સવાલ એ છે કે, રૂપાળા અને માંડવીયા માટે હવે શું?ની સ્થિતિ છે. શું એ બંનેને લોકસભામાં લડાવાશે ? માંડવીયાને ભાવનગરમાંથી લડાવાય તો એ જીતી પણ જાય. પણ રૂપાલા અમરેલીમાંથી લડે તો પક્ષમાં પણ વિરોધની પૂરી શક્યતા છે. તો શું એકાદાનું પત્તું કપાશે? આ બંને નેતા કેન્દ્રમાં મંત્રી છે અને બે ટર્મથી રાજ્યસભામાં ચૂંટાઈ છે. એ બંને માટે પણ કોઈ આશ્ચર્ય સર્જાય તો નવાઈ ના થવી જોઈએ.

હલ્દ્વાનીનો માસ્ટર માઈન્ડ ફરાર
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ તોફાનો ફાટી નીકળ્યા , કેટલાક લોકોના મૃત્યુ થયા છે અને ત્યાં ભયનો માહોલ છે. આ કારણે ઘણા બધા લોકો હિજરત કરી ગયા છે. આ તોફાનો પુર્યોજીત હતા એમ તપાસ કહે છે અને એનો માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિક હતો પણ એ હાથ આવતો નથી. પોલીસ અને અન્ય એજન્સીઓ તેની પાછળ છે પણ એ ક્યાંય નાસી ગયો છે એમ માનવામાં આવે છે.

અબ્દુલે ગેરકાયદે રીતે અનેક અસ્ક્મ્યાતો ઉભી કરી છે અને એના સબંધો ઓમાન , અમીરાત અને ડૂબી સાથે હોવાનું સમજવામાં આવે છે. ત્યાં પણ એના રોકાણો છે કે બીજા કોઈ સબંધો એ સ્પષ્ટ નથી પણ એ ત્યાં નાસી ગયો હોય શકે છે. એમ તો હલ્દ્વાનીથી નેપાળ સાવ નજીક છે. ત્રણ કલાકમાં ત્યાં જી શકાય છે એટલે માલિક ત્યાં પણ નાસી ગયો હોય એવું બની શકે. પણ એ હાથ આવ્યો નથી અને હવે એના સામે લૂક આઉટ નોટીસ જારી કરવાની તૈયારી થઇ છે. પણ સવાલ એ છે કે, ગેરકાયદે મદ્રેસા કે મસ્જીદ તોડી પાડવાનું નક્કી થયું ત્યારે એવી ગંધ એજન્સીઓને કેમ નાં વી કે, આમ થયું તો હિંસા થઇ શકે છે? એ મુદે આગોતરી કોઈ તૈયારી કેમ ના થઇ ? આ નિષ્ફળતા માત્ર એજન્સી ની જ નહિ પણ રાજ્ય સરકારની પણ ગણાવી જોઈએ. કારણ કે, આ બનાવોથી આ વિસ્તારમાં પલાયન થયું છે અને સામાન્ય સ્થિતિ ક્યારે સર્જાશે એ કોઈ કહી શકે એમ નથી.

છત્તીસગઢમાં અપાય તો દેશમાં કેમ નહિ?
છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે જે વાત કરી છે એની નોંધ લેવાવી જોઈએ કારણ કે, છતીસગઢમાં ખેડૂતોને સમર્થન મુલ્ય આપી શકાય તો પુરા દેશમાં ખેડુતોને કેમ ના આપી શકાય? બધેલે કહ્યું કે, એમના શાસનમાં ધાન ખરીદીમાં સમર્થન મુલ્ય રૂ.૨૫૦૦ હતા એ વધારીને ૨૬૦૦ કરાયા અને પછી ભાજપે એ વધારી ૩૧૦૦ કર્યા છે. જો કે, ખેડૂતોને એ હજુ મળ્યા નથી. માત્ર એનો બજેટમાં સમાવેશ કરાયો છે પણ છતીસગઢમાં ભાજપ જે કરી શકે છે એ આખા દેશમાં કેમ નહિ? ફરીવાર એમએસપી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો માટે આજીવન કામ કરનારા સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડ આપ્યાઓ છે ત્યારે સરકાર આ મુદે કેમ કોઈ નિર્ણય લઇ શક્તિ નથી. અરે ! ખેડૂતોને અગાઉ જે વચન અપાયું હતું પણ એ મુજબ સમિતિની રચના અને નિર્ણયની પ્રક્રિયા પણ પૂરી કરાઈ નથી.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top